1 માટે દેવની આગળ ને ખ્રીસ્ત ઇસુ જે જીવતાં તથા મુએલાંઓને ન્યાય કરવાનો છે તેની આગળ ને તેના પ્રગટ થવાના તથા રાજ્યના [વિચારથી] હું તને હઠેઠથી કહું છું કે,
2 તું વાત પ્રગટ કર, સુકાળમાં અકાળમાં તત્પર રહે, સર્વ સહનશીલપણામાં તથા ઉપદેશમાં ઠપકો દે, ધમકાવ તથા બોધ કર.
3 કેમકે એવો વખત આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને નહિ ખમશે; પણ કાન ખજવાળતાં પોતાની ઈચ્છાઓ પ્રમાણે પોતાને સારૂ ઉપદેશકો એકઠા કરશે;
4 ને તેઓ સત્યથી કાન ફેરવશે, ને કહાણીઓ ભણી ફરશે.
5 પરંતુ તું સર્વમાં સાવધાન થા, દુઃખ સહે, સુવાર્તિકનું કામ કર, તારી સેવા પૂર્ણ કર.
6 કેમકે હું અત્યારે અર્પણ કરાઉ છું, ને મારો નીકળવાનો વખત પાસે આવ્યો છે.
7 હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પુરી કીધી છે, વિશ્વાસ રાખ્યો છે.
8 આને હવે મારે સારૂ ન્યાયીપણાનો મુગટ રાખી મુકેલો છે, તે તે દહાડે ઇનસાફી ન્યાયાધીશ પ્રભુ મને આપશે; ને કેવળ મને નહિ પણ જે સઘળા તેનું પ્રગટ થવું ઈચ્છે છે તેઓને પણ આપશે.
9 મારી પાસે વહેલો આવવાને તું યત્ન કર.
10 કેમકે દેમાસ હાલના જગત પર પ્રેમ કરીને મને મુકીને ગયો, ને થેસ્સાલોનીકામાં ગયો છે; ક્રેસ્કેન્સ ગલાતીઆમાં, તીતસ દલમાતીઆમાં ગયો.
11 એકલો લુક મારી સાથે છે. માર્કને તારી સાથે લઇ આવજે, કેમકે સેવાને સારૂ તે મને ઉપયોગી છે.
12 તુખીકસને મેં એફસસમાં મોકલ્યો.
13 જે જામો મેં ત્રોઆસમાં કારપસ માસે મુક્યો તે, ને પુસ્તકો, પણ વિશેષે કરીને ચર્મપત્રો આવતી વેળા સાથે લઇ આવજે.
14 આલેકસાંદર કંસારાએ મારી વિરુદ્ધ ઘણું દુષ્ટપણું કીધું, પ્રભુ તેનાં કામ પ્રમાણે તેણે બદલો આપશે,
15 તેણે વિષે તું પણ સંભાળ, કેમકે તેણે અમારી વાતોને બહુ અટકાવી.
16 મારા પહેલા પ્રત્યુત્તરની વખતે મારી પાસે કોઈ પણ રહ્યું નહિ. પણ સઘળા મને મુકી ગયા; એ તેઓના લેખામાં ન ગણાય.
17 તોપણ પ્રભુ મારી સાથે રહ્યો ન તેણે મને બળ આપ્યું, એ સારૂ કે મારાથી વાત પુરી રીતે પ્રગટ થાય, ને સઘળા વિદેશીઓ સાંભળે; ને હું સિંહના મ્હોડામાંથી છુટકો પામ્યો.
18 અને પ્રભુ સર્વ ભુંડા કામથી માએ છોડાવશે, ને પોતાના આકાશી રાજ્યને સારૂ મને બચાવી રાખશે; તેણે સર્વકાળ સુધી મહિમા થાઓ. આમેન.
19 પ્રિસ્કા તથા આકુલા તથા ઓનેસિફરસના ઘરનાંને ક્ષેમ કુશળ કહેજે.
20 એરાસ્તસ કરીંથમાં રહ્યા; ને ત્રોફિસને ને મિલેતસમાં માંદો મુક્યો.
21 શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે.યુબુલસ તથા પુદેન્સ તથા લીનસ તથા કલાદીઆ તથા અરવ ભાઈઓ તને ક્ષેમ કુશળ કહે છે.
22 પ્રભુ તારા આત્માની સાથે થાઓ. કૃપા તારા પર થાઓ.