1 પાઉલ દેવનો દાસ, ઇસુ ખ્રીસ્તનો પ્રેરિત, દેવના પસંદ કરાએલાઓના વિશ્વાસને અર્થે, તથા સુભક્તિ પ્રમાણે સત્યના પુરા જ્ઞાનને અર્થે,

2 અનંત જીવનની આશાએ જેનું વચન જુઠું ન બોલનાર દેવે અનાદિકાળથી આપ્યું,

3 તેના યોગ્ય સમયોમાં પોતાની વાત જણાવી, જેનું પ્રગટ કરવું આપણા તારનાર દેવની આજ્ઞા પ્રમાણે મને સોંપેલું છે;

4 સામાન્ય વિશ્વાસ પ્રમાણે ખરા પુત્ર તીતસને [લખે છે].દેવ બાપથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુથી તને કુપા તથા શાંતિ થાઓ.

5 મેં એ કારણ માટે તને ક્રેતેમાં મુક્યો, ક જે અધૂરાં છે તે તું યથાસ્થિત કરે, ને જેમ મેં તને હુકમ કીધો, તેમ નગર નગરમાં તું વડીલો ઠરાવે.

6 જો કોઈ નિર્દોષ હોય, એક સ્ત્રીનો વર, જેનાં છોકરાં વિશ્વાસી, જેનાં ઉપર દુર્વ્યસનનું તહોમત મુકેલું નથી, અથવા આડાં નથી, [તેને ઠરાવવો].

7 કેમકે અધ્યક્ષે દેવના કારભારીના જેવા નિર્દોષ હોવું જોઈએ; સ્વચ્છંદી કે ક્રોધી કે મધપી કે મારનાર કે નીચ લાભ વિષે લોભી એવો નહિ.

8 પણ પરોણા રાખનાર, સારાંનો પ્રેમી, બુદ્ધિવાન, ન્યાયી, શુદ્ધ તથા સ્વદમન કરનાર,

9 ઉપદેશ પ્રમાણે વિશ્વાસુ વાતને દૃઢતાથી રાખનાર એવો જોઈએ, એ સારૂ કે શુદ્ધ ઉપદેશથી બોધ કરવાને તથા અટકાવનારાઓને મનાવવાને તે શક્તિવાન હોય.

10 કેમકે આડા, અમથું બોલનારા તથા ઠગનારા ઘણા છે, એઓ વિશેષ કરીને સુનતમાંના છે,

11 તેઓના મ્હો બંધ કરવા જોઈએ; તેઓ જે ઘટતું નથી તે લજામણા લાભને સારૂ શિખવીને આખા ઘરનાંને ઉલટાવી નાખે છે.

12 તેઓમાંના એકે એટલે તેમના એક કવિએ કહ્યું કે, ક્રેતીઓ સદા જુઠા, ભુંડા પશુ આળસુ પેટભરૂઓ છે.

13 અ શાહેદી ખરી છે. તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવ,

14 કે તેઓ યહુદીઓની કહાણીઓ પર તથા સત્યથી ફરનાર માણસના હુકમ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં ખરા થાય.

15 શુદ્ધોને સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને કંઈ શુદ્ધ નથી, પણ તેઓનાં મન તથા અંતઃકારણ ભ્રષ્ટ થયેલાં છે.

16 અમે દેવને જાણીએ છીએ એવું તેઓ કબૂલ કરે છે, પણ કરણીઓથી તેણે નકારે છે; તેઓ અમંગળ, આજ્ઞાભંગી, ને સર્વ સારાં કામ વિષે ભ્રષ્ટ છે.