1 અને એ જાણે કે છેલ્લા દહાડાઓમાં સંકટના વખતો આવશે.
2 કેમકે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવખાણિયા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને ન માનનારા, અનુપકારી, અશુદ્ધ,
3 અપ્રેમી, ક્રૂર, બટ્ટા મુકનારા, સ્વદમન ન કરનારા, નિર્દય, સુવાતદ્વેષી,
4 વિશ્વાસઘાતી, હઠીલા, ગર્વથી ફુલેલા, દેવ પર નહિ પણ વિલાસ ઉપર પ્રીતિ રાખનારા, સુભક્તિનું રૂપ દેખાડીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; તેઓથી તું ફરી જા.
5 સુભક્તિનું રૂપ દેખાડીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; તેઓથી તું ફરી જા.
6 કેમકે એઓમાંના એવા છે કે જેઓ ઘરમાં પેસીને જે અણસમજુ સ્ત્રીઓ, પાપથી લાદેલી, ઘણા પ્રકારની ઈચ્છાથી ચલાવાએલી,
7 હમેશાં શિખતી છતાં પણ સત્યનું જ્ઞાન પામી શક્તિ નથી, તેઓને વશ કરી લે છે.
8 અને જેમ જાન્નેસે તથા જામ્બ્રેસે મુસાને અટકાવ્યો, તેમ એ પણ સત્યને અટકાવે છે; એઓ મનમાં બગડેલા, વિશ્વાસ સંબંધી પતિત માણસ છે.
9 પણ એઓ બહુ આગળ ચાલવાના નથી; કેમકે જેમ તેઓનું મૂર્ખપણું પ્રગટ થયું, તેમ એઓનું પણ સઘળાની આગળ પ્રગટ થશે.
10 પણ મારો જે ઉપદેશ, આચરણ, ઠરાવ, વિશ્વાસ, સહનશીલપણું, પ્રેમ, ધીરજ,
11 સતાવણી ને દુઃખો જેવાં કે અંત્યોખમાં, ઇકોનીમાં, લુસ્રામાં મને થયાં, ને સતાવણી જેવી મેં વેઠી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.
12 અને જેઓ ખ્રીસ્ત ઇસુમાં સુભક્તિથી ચાલવા ઈચ્છે છે, તેઓ સઘળા સતાવણી પામશે.
13 પણ ભુંડા માણસ તથા ઘુતારાઓ ભુલવીને તથા ભુલીને ભુંડાઇમાં વધતા જાય છે.
14 પણ તું જે વાતો શિખ્યો ને જેનાં વિષે તારી ખાતરી થઇ છે તેઓમાં રહે; કેમકે કોણથી શિખ્યો એ તને માલમ છે;
15 ને એ પણ કે બાળપણથી પવિત્રશાસ્ત્ર તું જાણે છે, તે ઇસુ ખ્રીસ્ત પરના વિશ્વાસથી તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે.
16 હરેક શાસ્ત્ર જે દેવની પ્રેરણાથી અપાએલું છે, તે ઉપદેશ, નિષેદ, સુધારા, ન્યાયીપણાના શિક્ષણને સારૂ ઉપયોગી છે;
17 એ માટે કે દેવનું માણસ સંપૂર્ણ તથા સર્વ સારાં કામને સારૂ તૈયાર થાય.