2 અને હવે બોઆઝ, જેની કામ કરનારી સ્ત્રીઓ પાસે તું હતી, તે શું આપણો નજીકનો સગો નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઉપણશે.

3 તે માટે, સ્વચ્છ થઈને, અત્તર લગાવીને, તારા વસ્ત્ર બદલીને નીચે ખળીમાં જા. પણ તે માણસ ખાઈ પી રહે ત્યાં સુધી પોતાની તે માણસને જાણ થવા દઈશ નહિ.

4 અને ખાતરી કરજે, જયારે તે સૂઈ જાય, ત્યારે તે જ્યાં સૂઈ જાય છે તે જગ્યા તું યાદ રાખજે કે જેથી પાછળથી તું તેની પાસે જઈ શકે,તેના પગ ખુલ્લાં કરજે અને ત્યાં સૂઈ જજે; પછી તારે શું કરવું તે તને કહેશે.

5 અને રૂથે નાઓમીને કહ્યું, જે સઘળું તું કહે છે, તે હું કરીશ."

6 અને તેણી ખળીએ ગઈ અને તેની સાસુએ તેને જે સૂચનો આપ્યાં હતા, તે પ્રમાણે તેણે કર્યું.

7 જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય આનંદિત થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો.અને તેણી ધીમેથી આવી, તેના પગ ખુલ્લાં કર્યા અને સૂઈ ગઈ.

8 લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઉઠયો,તેણે પોતાને ફેરવ્યો અને ત્યાં એક સ્ત્રી તેનાં પગ આગળ સૂઈ ગઈ હતી!

9 અને તેણે કહ્યું,"તું કોણ છે?" તેણીએ ઉત્તર આપ્યો કે, "હું તારી દાસી રૂથ છું. તારો ઝભ્ભો તારી દાસી પર ઓઢાડ, કેમ કે તું નજીકનો સગો છે."

10 અને તેણે કહ્યું, "મારી દિકરી, તું ઈશ્વરથી આશીર્વાદિત થા. પહેલાં કરતાં તે પાછળથી અંતમાં વધારે માયાળુપણું બતાવ્યું છે, વધારે એ કે ગરીબ કે ધનવાન જુવાન માણસની શોધ તે કરી નહિ.

11 અને હવે, મારી દિકરી, બીશ નહિ! તેં જે કહ્યું છે તે સઘળું હું તારા માટે કરીશ, કેમ કે મારા લોકોનું આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે.

12 હવે તે સાચું છે કે હું નજીકનો સગો છું;તોપણ મારાં કરતાં વધારે નજીકનો સગો એક છે.

13 આજ રાતે અહીંયા રહે અને સવારમાં, જો તે નજીકના સગા તરીકેની પોતાની ફરજ તારા માટે બજાવે તો સારું, નજીકના સગા તરીકેની પોતાની ફરજ તેને બજાવવા દેવી. પણ જો તે નજીકના સગા તરીકેની પોતાની ફરજ નહિ બજાવશે તો, ઈશ્વરના જીવનથી, પછી હું નજીકના સગા તરીકેની ફરજ બજાવીશ. સવાર સુધી સૂઈ રહે."

14 માટે સવાર સુધી તેણી તેના પગ પાસે સૂઈ રહી.પણ કોઈ બીજાને ઓળખી શકે તે પહેલા તેણી ઉઠી. કેમ કે તેણે કહ્યું હતું કે, "તે જાણ ના થવા દેવી કે તે સ્ત્રી ખળીમાં આવી હતી."

15 પછી તેણે કહ્યું, "તારી શાલ લાવ અને તે પકડી રાખ." જયારે તેણીએ તેમ કર્યું ત્યારે તેણે છ માપ જવ તેમાં માપી આપ્યા અને તેણી પર મૂક્યા.અને તે નગરમાં ગયો.

16 અને જયારે તેણી તેની સાસુ પાસે આવી ત્યારે તેણીએ કહ્યું, "મારી દિકરી, તું કોણ છે?" અને તેની માટે પેલા માણસે જે કર્યું હતું તે સઘળું તેણીએ તેને કહ્યું.

17 અને તેણીએ કહ્યું કે, "તેણે આ છ માપ જવ મને આપ્યાં, કેમ કે તેણે કહ્યું હતું કે, 'તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.'"

18 પછી તેણીએ કહ્યું, મારી દિકરી, આ બાબત કેવી બદલાશે તે તને જણાય ત્યાં સુધી અહીંયા રહે, કેમ કે તે પૂરૂં કર્યા વિના તે માણસ આરામ કરવાનો નથી.