2 અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો લઈને,કહ્યું, "અહીંયા બેસો." અને તેઓ બેઠા.

3 ત્યારે તેણે પેલા નજીકના સગાને કહ્યું કે, "નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખની જમીનનો ભાગ વેચી રહી છે.

4 અને તને કહીને, જણાવવાનું મેં વિચાર્યું, 'અહીંયા બેઠેલા છે તેઓની સમક્ષ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદ.' જો તેને છોડાવવાની તારી ઇચ્છા હોય, તો તેને છોડાવ. પણ જો તેને છોડાવવાની તારી ઇચ્છા ના હોય તો પછી મને કહે, કે જેથી હું જાણું, કેમ કે તેને છોડાવવાને તારા સિવાય બીજો કોઈ નથી અને તારા પછી હું છું." તેણે કહ્યું કે, "હું તેને છોડાવીશ."

5 પછી બોઆઝે કહ્યું કે, "તું નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે ખરીદે, તે જ દિવસે તારે મરનારની પત્ની,રૂથ મોઆબણને લેવી,કે તેના વારસા પર મરનારનું નામ તું ઉભું કરે."

6 અને નજીકના સગાએ કહ્યું કે, "મારા પોતાના વારસાને હાનિ કર્યા સિવાય હું પોતાના માટે તે છોડાવી શકતો નથી.મારો છોડાવવાનો હક તારા પોતાના માટે તું લે,કેમ કે હું તે છોડાવી શકતો નથી."

7 હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં છોડાવવાનો અને કંઈપણ અદલાબદલી કરવાનો એ રિવાજ હતો. બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું ચંપલ કાઢતો અને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની મતુ આ રીત હતી.

8 તેથી પેલા નજીકના સબંધીએ બોઆઝને કહ્યું, "તારે પોતાને માટે તે ખરીદ." અને તેણે તેના ચંપલ કાઢ્યા.

9 બોઆઝે વડીલોને તથા સઘળાં લોકોને કહ્યું, આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખનું, કિલ્યોનનું તથા માહલોનનું જે સઘળું હતું તે મેં નાઓમી પાસેથી ખરીધું છે.

10 વળી મૃત્યુ પામેલાંઓના વારસા ઉપર તેનું નામ સ્થિર રાખવા સારૂ માહલોનની પત્ની એટલે રૂથ મોઆબેણને મેં મારી પત્ની થવા સારૂ જેથી મૃત્યુ પામેલાંઓ નામ તેના ભાઈઓમાંથી, તથા ઘરના દરવાજામાંથી નષ્ટ ન થાય. તમે આજે સાક્ષીઓ છો."

11 દરવાજામાંના સઘળાં લોકોએ તથા વડીલોએ કહ્યું, "અમે સાક્ષીઓ છીએ.ઈશ્વર કરે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે રાહેલ તથા લેઆહ કે જે બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું છે તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ, ને બેથલેહેમમાં પ્રસિદ્ધ થા.

12 ઈશ્વર જે ફરજંદ તને આ જુવાન સ્ત્રીથી આપશે, તેથી તારૂં ઘર યહુદાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ.

13 બોઆઝે રૂથને લીધી, એમ તે તેની પત્ની થઇ. તે તેની પાસે સૂઈ ગયો,ને ઈશ્વરની કૃપાથી તેને ગર્ભ રહ્યો,ને તેને પુત્રનો પ્રસવ થયો.

14 સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, ઈશ્વરને ધન્ય હો, જેમણે આજે તને નજીકના સબંધી વગરની રહેવા દીધી નથી, તેનું નામ ઈઝરાયલમાં પ્રખ્યાત થાઓ.

15 તે તને જીવન આપનાર,ને વૃદ્ધાવસ્થામાં જતન કરનાર થશે; માટે તારી પુત્રવધુ જેને તું પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં સારી છે, તેણીએ તેને જન્મ આપ્યો છે.

16 નાઓમીએ તે બાળક લઈને પોતાની ગોદમાં મૂક્યું, ને તે તેનું જતન કરતી.

17 અને "નાઓમીને દિકરો જન્મ્યો છે" એમ કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ પાડયું; તેઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.

18 હવે પેરેસની વંશાવળીનીચે પ્રમાણે છે; પેરેસથી હેસ્રોન થયો;

19 અને હેસ્રોનથી રામ થયો, રામથી આમિનાદાબ થયો;

20 આમિનાદાબથી નાહશોન થયો, નાહશોનથી સલ્મોન થયો;

21 સલ્મોનથી બોઆઝ થયો, બોઆઝથી ઓબેદ થયો,

22 અને ઓબેદથી યિશાઈ થયો, ને યિશાઈથી દાઉદ થયો.