1 અને તેણે તેઓને કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, અહીં ઉભા રહેનારાઓમાંના કેટલાએક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયાં પહેલાં મરણ પામશેજ નહિ.
2 અને છ દહાડા પછી ઇસુ પીતરને તથા યાકુબને તથા યોહાનને સાથે લઈને એકલા તેઓને ઉંચા પહાડ ઉપર એકાંત લઇ જાય છે; ને તેઓની આગળ તેનું રૂપાંતર થયું.
3 અને તેના લૂગડાં ઉજળાં, બહુજ સફેદ થયાં; એવાં કે પૃથ્વીમાં કોઇ પણ ધોબી તેવાં સફેદ કરી ન શકે.
4 અને એલીયાહ મુસાની સંઘાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતાં હતા.
5 અને પીતર ઉત્તર આપીને ઇસુને કહે છે કે, રાબી, અહીં રહેવું આપણે માટે સારૂં છે; તો અમે ત્રણ માંડવા બનાવીએ, એક તારે વાસ્તે, ને એક મુસાને વાસ્તે, ને એક એલીયાહના વાસ્તે.
6 કેમકે શું બોલવું એ તેણે સુઝ્યું નહિ, કેમકે તેઓ બહુ બીધા હતા.
7 અને વાદળું આવ્યું ને તેઓ પર છાયા કીધી; ને વાદળામાંથી એવી વાણી થઇ કે, આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.
8 અને તત્કાળ ચોતરફ જોઇને તેઓએ પછી પોતાની સાથે એકલા ઇઈસુ વિના કોઈને દીઠો નહિ.
9 અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા, ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે, તમે જે જોયું છે તે માણસનો દીકરો મુએલાંમાંથી પાછો ઉઠે, ત્યાં સુધી કોઈને કહેતાં ના.
10 અને તેઓએ તે વાત મનમાં રાખી, ને મુએલાંમાંથી પાછા ઉઠવું એ શું હશે, તે વિષે માંહોમાંહે વાદવિવાદ કરતાં હતા.
11 અને તેઓએ તેને પુછીને કહ્યું કે, શાસ્ત્રીઓ કેમ કહે છે, પહેલાં એલીયાહે આવવું જોઈએ?
12 ને તેણે તેઓને કહ્યું કે, એલીયાહ પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો; ને માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેણે ઘણું દુઃખ સહેવું ને તુચ્છકાર પામવો?
13 પણ હું તમને કહું છું કે, એલીયાહ ખરેખર આવ્યો છે; ને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ જેમ ચાહ્યું તેમે તેને કીધું.
14 અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને જોયા.
15 અને તરત તે બધા લોક તેને જોઇને બહુ અચરતી પામ્યા, ને દોડીને તેને સલામ કીધી.
16 આને તેણે તેઓને પુછ્યું કે, તેઓની જોડે તમે શો વિવાદ કરો છો?
17 ને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે, ઉપદેશક, હું મારો દીકરો મારી પાસે લાવ્યો, તેને મુગો આત્મા વળગેલો છે;
18 અને જ્યાં કહી તે તેણે પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; ને તે ફીણ કાઢે છે, ને દાંત પિસે છે, ને તે તવાઇ જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ કાઢી ન શક્યા.
19 પણ તે ઉત્તર આપીને તેઓને કહે છે કે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.
20 અને તેઓ તેની પાસે તેને લાવ્યા, ને એને જોઇને આત્માએ તરત તેને મરડ્યો; ને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો.
21 અને તેણે એના બાપને પુછ્યું કે, એને આ થયાને કેટલો કાળ થયો છે? ને તેણે કહ્યું કે, બાળપણથી.
22 અને તેનો નાશ કરવા સારૂં તેણે ઘણી વેળાએ આગમાં તથા પાણીમાં પણ તેને નાખી દીધો છે; પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરૂણા રાખીને અમને મદદ કર.
23 પણ ઇસુએ તેને કહ્યું કે, જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો અરવ શક્ય છે.
24 અને તરત બાળકના બાપે ઘાંટો પાડતાં કહ્યું કે, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશ્હે મને મદદ કર.
25 પણ ઘણા લોક દોડતા આવે છે, એ જોઇને ઇસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે,મુંગા તથા બહેરા આત્મા, હું તમે હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ.
26 અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો; ને તે મુઆ જેવો થયો, એવો કે ઘણાખરાએ કહ્ય કે, તે મારી ગયો છે.
27 પણ ઇસુએ તેનો હાથ ઝાલીને તેને ઉઠાડ્યો; ને તે ઉભો થયો.
28 અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેનેએકાંતમાં પુછ્યું કે, અમે કેમ તેને કાઢી ન શક્યા?
29 ને તેણે કહ્યું કે, પ્રાર્થના શિવાય બીજા કોઇ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.
30 અને ત્યાંથી નીકળીને તેઓ ગલીલમાં થઈને ગયા; ને કોઇ ન જાણે, એવી તેની ઈચ્છા હતી.
31 કેમકે તે પોતાના શિષ્યોને શિખવતો, ને તેઓને કહેતો કે, માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે; ને મારી નંખાયા પછી તે ત્રીજે દહાડે પાછો ઉઠશે.
32 અને તેઓ આ વાત સમજ્યા ન હતા, ને તેને પુછતાં બીધા.
33 અને તેઓ કાપરનાહુમમાં આવ્યા; ને તે ઘરનાં હતો, ત્યારે તેણે તેઓને પુછ્યું કે, તમે માર્ગમાં શા વિવાદ કરતાં હતા?
34 પણ તેઓ છાનાં રહ્યા; કેમકે માર્ગમાં તેઓ માહોમાંહે વિવાદ કરતાં હતા કે, મુખ્ય કોણ છે?
35 અને તે બેઠો ને બારેને તેડીને તેઓને કહે છે કે, જો કોઇ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.
36 અને તેણે એક બાળક લઈને તેઓની વચમાં ઉભું રાખ્યું; ને તેને ખોળામાં લઇને તેઓને કહ્યું કે,
37 જે કોઇ મારે નામે એવા બાળકોમાંનો એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે ચ, ને જે કોઇ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારોજ નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે.
38 યોહાને તેને કહ્યું કે, ઉપદેશક, અમે કોઈએકને તારે નામે ભૂતોને કાઢતો દીઠો; ને અમે તેને મના કીધી, કારણ કે તે અમારી સાથે ચાલતો નથી.
39 પણ ઇસુએ કહ્યું કે, તેને મના કરો મા, કેમકે એવો કોઇ નથી કે જે મારે નામે ચમત્કાર કરશે, ને સહેજ મારી નિંદા કરી શકશે.
40 કેમકે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણ પક્ષનો છે.
41 કેમકે હું તમને ખચિત કહું છું કે, તમે ખ્રીસ્તના છો એ કારણથી જે કોઇ તમને પ્યાલું પાણી પાશે, તે પોતાનું ફળ નહિ ખોશે.
42 અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઇ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં આ સારૂ છે કે ઘંટીનું પદ તેની કોટે બંધાય ને તે સમુદ્રમાં નંખાય.
43 અને જો તારો હાથ તને ઠોકર ખવાડે, તો તેને કાપી નાખ; તને બે હ્હઠ છતાં નરકમાં ન હોલ્વાનાર અગ્નિમાં જવું.
44 તે કરતાં ઠુંઠા થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારૂં છે.
45 અંને જો તારો પગ તને ઠોકર ખવાડે, તો તેને કાપી નાખ; તને બે પગ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું,
46 તે કરતાં લંગડા થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારૂ છે.
47 અને જો તારી આંખ તને ઠોકર ખવાડે તો તેને કાઢી નાખ; તને બે આંખ છતાં અગ્નિના નરકમાં નંખાવું,
48 કે જ્યાં તેઓનો કીડો મરતો નથી, ને અગ્નિ નથી હોલવાતો, તે કરતાં કાણા થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે.
49 કેમકે અગ્નિથી હરેક સલુણું કરાશે; [[ ને હરેક યજ્ઞ મીઠાથી સલુંણો કરાશે]].
50 મીઠું તો સારૂં છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો, ને માહોમાંહે સલાહ રાખો.