1 દેવના દીકરા ઇસુ ખ્રીસ્તની સુવાર્ત્તાનો આરંભ;

2 જેમ યશાયાહ ભવિષ્યવાદી[ના પુસ્તક]માં લખેલું છે કે, જો, હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;

3 રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો;

4 તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા કરતો, તથા પાપોની માફીને સારૂ, પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો.

5 અને અખા યહુદાહ દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; ને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યરદન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

6 અને યોહાનનો પોશાક ઉંટના રૂઆંનો હતો, ને તેની કમરે ચામડાનો પટો હતો; ને તે ટીડો તથા રાની મધ ખાતો હતો.

7 અને તેણે એવું પ્રગટ કીધું કે, મારા કરતાં જે સમર્થ તે મારી પાછળ આવે છે; તેના ચંપલની વાઘરી હું વાંકો વળીને છોડવા યોગ્ય નથી.

8 મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કીધું છે ખરું; પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.

9 અને તે દહાડાઓમાં એમ થયું કે, ઇસુ ગાલીલના નાઝારેથથી આવ્યો, ને યરદનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો;

10 ને તરત પાણી પાસેથી ઉપર આવતાં તેણે આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબુતરની પેઠે પોતા પર ઉતરતો જોયો.

11 અને આકાશથી વાણી થઇ કે, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.

12 અને તરત આત્મા તેને રાનમાં લઇ જાય છે;

13 ને રાનમાં ચાળીસ દહાડા સુધી શેતાનથી તેનું પરીક્ષણ થયું; ને જંગલી પશુઓની સાથે તે હતો; ને દૂતોએ તેની સેવા કીધી.

14 અને યોહાન પરસ્વાધીન કરાયા પછી ઇસુ ગાલીલમાં આવ્યો, ને દેવની સુવાર્ત્તા પ્રગટ કરતાં તેણે કહ્યું કે,

15 સમય પુરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્ત્તા પર વિશ્વાસ કરો.

16 અને તેણે ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતાં સીમોન તથા તેના ભાઇ આંદ્રયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમકે તેઓ માછલા પકડનારા હતા.

17 અને ઇસુએ તેઓન કહ્યું કે, મારી પાછળ આવો, ને હું તમને માણસો પકડનારા કરીશ.

18 આને તરત તેઓ પોતાના જાળો મુકીને તેની સાથે ગયા.

19 અને ત્યાંથી થોડું આગળ જતાં તેણે ઝબદીના દીકરા યાકુબને તથા તેના ભાઇ યોહાનને વહાણમાં જાળો સાંધતા જોયાં.

20 અને તરત તેણે તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના બાપ ઝબદીને નોકરોની સાથે વહાણમાં મુકીને તેની પાછળ ગયા.

21 અને તેઓ કાપરનાહુમમાં ગયા; ને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યા.

22 અને તેઓ તેના ઉપદેશથી અચરત થયા; કેમકે તેણે તેઓને શાસ્ત્રીઓની પેઠે નહિ, પણ જેને અધિકાર હોય છે તેની પેઠે ઉપદેશ કીધો.

23 અને તત્કાળ તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ માલમ પડ્યો; ને તેણે બૂમ પાડીને કહ્યું કે,

24 અરે, ઇસુ નાઝારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે, એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર.

25 અને ઇસુએ તેને ધમકાવતા કહ્યું કે, છાનો રહે, ને એમાંથી નીકળી જા.

26 અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.

27 અને બધા એવા અચરત થયા કે તેઓ માહોમાંહે પુછવા લાગ્યા કે, આ શું છે? આ તો નવો ઉપદેશ છે! કેમકે અધિકારથી તે અશુદ્ધ આતામાઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે.

28 અને તરત તેની કીર્તિ અખા ગાલીલ પ્રાંતમાં ફેલાઇ ગઇ.

29 અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકુબ તથા યોહાન સુદ્ધાં તરત સીમોન તથા આંદ્રયાના ઘરમાં ગયા.

30 હવે સીમોનની સાસુ તાવે પડેલી હતી; ને તરત તેને વિષે તેઓએ તેને કહ્યું.

31 અને તેણે પાસે આવીને એનો હાથ ઝાલીને એને ઉઠાડી; ને તરત તેનો તાવ મટી ગયો; ને એણીએ તેઓની સેવા કીધી.

32 અને સાંજે સુરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા ભૂતવળગેલાંઓને તેની પાસે લાવ્યા.

33 અને બારણા આગળ આખું શહેર એકઠું થયું.

34 અને ઘણાં જેઓ નાના પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેણે સાજાં કીધાં; ને ઘણાં ભૂતોને કાઢ્યાં; ને ભૂતો તેને ઓળખતા હતાં માટે તેણે તેઓને બોલવા ન દીધાં.

35 અને સવારે પો ફાટતાં પહેલાં ગણો વહેલો ઉઠીને તે બહાર ગયો; ને ઉજડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી.

36 અને સીમોન તથા જેઓ તેની સાથે હતા, તેઓ તેની પછવાડે ગયા;

37 અને તેઓ તેને મળીને કહે છે કે, સહુ તને શીધે છે.

38 અને તે તેઓને કહે છે કે, આપણે પાસેના ગામોમાં જઈને, કે હું ત્યાં પણ ઉપદેશ કરું; કેમકે એજ માટે હું આવ્યો છું.

39 અને આખા ગાલીલમાં તેઓના સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ કરતો ને ભૂતો કાઢતો હતો.

40 અને એક કોઢિયો તેની પાસે આવે છે, ને તેણે વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકીને કહે છે કે, જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે.

41 અને ઈસુને દયા આવી, ને તે હાથ લાંબો કરીને તેને અડક્યો, ને કહે છે કે, મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા;

42 ને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો.

43 અને તેણે તેને સખત તાકીદ કરીને તરત બહાર મોકલ્યો;

44 ને તેને કહે છે કે, જોજે, કોઈને કંઈ કહેતો ના; પણ જઈને પોતાને યાજકને દેખાડ, અને જે જે મુસાએ ફરમાવ્યું તે તેનું, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.

45 પણ તે નીકળીને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઇસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર ઉજડ જગ્યાઓમાં રહ્યો, ને લોક ચોમેરથી તેની પાસે આવ્યા.