2 અને તેણે તેઓને કહ્યું, તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમનો દ્રક્શોનો સલો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?
3 દેવે મિદ્યાનના ઓરેબ તથા ઝએબ સરદારોને તમારા હાથમાં સોંપ્યાં છે; ને તમારી સાથે સરખામણી હું શું કરી શક્યો છું? ને તેણે એ વાત કહી, ત્યારે તેઓનો ક્રોધ તેના ઉપરથી ટાઢો પડ્યો.
4 અને ગિદઓન યરદન આગળ આવ્યો, [ને] તે તથા તેની સાથેના ત્રણસેં માણસો તેની પાર ઉતર્યા; તેઓ થાકેલા છતાં પાછળ લાગેલા હતા.
5 અને તેણે સુક્કોથના લોકોને કહ્યું, કૃપા કરીને મારા હાથ નીચેના આ લોકોને રોટલી આપો; કેમકે તેઓ થાકેલા છે, ને હું મિદ્યાનના ઝેબાહ તથા સાલ્મુન્ના રાજાઓની પછવાડે લાગેલો છું.
6 અને સુક્કોથના સરદારોએ કહ્યું, ઝેબાહ તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે, કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?
7 ને ગિદઓને કહ્યું, એટલા માટે જયારે યહોવાહ ઝેબાહ તથા સાલ્મુન્નાને મારા હાથમાં આપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોરડીથી હું તમારા શરીર ઉઝરડીશ.
8 અને તે ત્યાંથી પનૂએલ ગયો, ને તેઓને તેજ રીતે કહ્યું; ને સુક્કોથના લોકોએ જેવો ઉત્તર આપ્યો હતો, તેવો ઉત્તર પનૂએલના લોકોએ તેને આપ્યો.
9 અને તેણે પનૂએલના લૂને પણ કહ્યું, જયારે હું નિરાંતે પાછો આવીશ, ત્યારે આ કિલ્લી તોડી પાડીશ.
10 હવે ઝેબાહ તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા, ને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા સુમારે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા; કેમકે તરવાર તાણનારા એક લાખ ને વીસ હજાર માણસ પડ્યા હતા.
11 અને ગિદઓને નોબાહની તથા યોગ્બહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોને માર્ગે જઈને સૈન્યને માર્યું; કેમકે તે સૈન્ય નિર્ભય હતું.
12 અને ઝેબાહ તથા સાલ્મુન્ના નાઠા; ત્યારે તે તેઓની પછવાડે લાગ્યો; ને મિદ્યાનના ઝેબાહ તથા સાલ્મુન્ના એ બે રાજાઓને પકડીને, તેણે સર્વ સૈન્યનો પરાભવ કર્યો.
13 અને હેરેસ ઘાટથી યોઆશનો દીકરો ગિદઓન લડાઇમાંથી પાછો ફર્યો.
14 અને તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પુછ્યું, ત્યારે તેણે સુક્કોથના સરદારો તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓનું તેની આગળ વર્ણન કર્યું.
15 અને તેણે સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, ઝેબાહ તથા સાલ્મુન્નાને જુઓ, જેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે, શું ઝેબાહ તથા સાલ્મુન્નાના હાથ્હ તારા હાથમાં છે, કે અમે તારા થાકેલા માણસોને રોટલી આપીએ?
16 ને તેને નગરના વડીલોને લીધા, અને જંગલના કાંટા તથા ચણીબોરડી લઈને તેથી સુક્કોથના લોકોને શિક્ષા કીધું.
17 વળી તેણે પનૂએલનો કિલ્લો તોડી પાડ્યો, અને તે નગરના માણસોનો સંહાર કીધો.
18 ત્યારે તેણે ઝેબાહ તથા સાલ્મુન્નાને કહ્યું, તાબોરમાં જે લોકોને તમે કતલ કીધા, તે કેવા માણસો હતા? અને તેઓએ ઉત્તર આપ્યો કે, જેવો તું છે તેવા તેઓ હતા; પ્રત્યેક જણ રાજપુત્રના જેવો હતો.
19 અને તેણે કહ્યું, તેઓ મારા ભાઇ, એટલે મારી માની દીકરા હતા; હું જીવતા યહોવાહના સમ ખાઉં છું કે, જો તેઓના જીવ તમે બચાવ્યા હોત,તો હું તમને મારી નાખત નહિ.
20 અને તેણે પોતાના વડા દીકરા યેથેરને કહ્યું, ઉઠ, તેઓને મારી નાખ. પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહિ; કેમકે તે હજી જુવાન હતો, માટે બીધો.
21 ત્યારે ઝેબાહે તથા સાલ્મુન્નાએ કહ્યું, તું ઉઠીને અમને મારી નાખ; કેમકે જેવું માણસ તેવું બળ. અને ગિદઓન ઉઠીને ઝેબાહ અને સાલ્મુન્નાને મારી નાખ્યા, ને તેઓનાં ઉંટોનાં ગળામાંની કલગીઓ લીધી.
22 ત્યારે ઇસ્રાએલના માણસોએ ગિદઓનને કહ્યું, તું અમારા પર રાજ્ય કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ; કેમકે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યો છે.
23 અને ગિદઓને તેઓને કહ્યું, તમારા પર હું રાજ્ય નહિ કરૂં, ને મારો દીકરો પણ તમારા પર રાજ્ય નહિ કરે; યહોવાહ તમારા પર રાજ્ય કરશે..
24 અને ગિદઓને તેઓને કહ્યું, હું તામને એક વિનંતી કરવા ચાહું છો કે, જે સર્વ કુંડળ તમે લૂટ્યા છે તે સર્વ મને આપો; (કેમકે તેઓ ઈશ્માએલીઓ હતા, માટે તેઓના કુંડળ સોનાનાં હતા).
25 અને તેઓએ જવાબ આપ્યો કે, અમે ખુશીથી તે આપીશું. અને એક લુગડું પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે પોતાની લૂટના કુંડળ તેમાં નાખ્યા.
26 અને તેણે જે કુંડળો માંગી લીધા, તેનું સોનું એક હજાર ને સાતસેં [શેકેલ] હતું; એ ઉપરાંત કલગીઓ, તથા લોલકો, તથા મિદ્યાનના રાજાઓના અંગપરનાં જાંબુઆ વસ્ત્ર, ને તે ઉપરાંત તેઓનાં ઉંટોના ગળામાંનાસંકળા હતાં.
27 અને ગિદઓને તેનું એક એફોદ બનાવ્યું, ને પોતાના નગરમાં, એટલે એફ્રાહમાં, તે મુખ્યું; ને ત્યાં સર્વ ઇસ્રાએલ તેની પાછળ વંઠી ગયા; ને તે ગિદઓનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઇ પડ્યું.
28 એ રીતે મિદ્યાન ઇસ્રાએલપુત્રોની આંગળ હાર્યા, ને તેઓએ ફરી પોતાનાં માથાં ઉંચા કર્યા નહિ, ને ગિદઓનના દિવસોમાં ચાળીસ વર્ષ પર્યત દેશમાં શાંતિ હતી.
29 અને યોઆશનો દીકરો યરૂબ્બઆલ જઈને પોતાના ઘરમાં રહ્યો.
30 અને ગિદઓનને પેઠે સિત્તેર દીકરા થયા હતા; કેમકે તેને ઘણી સ્ત્રીઓ હતી.
31 અને શેખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, ને તેણે તેનું નામ અબીમેલેખ પાડ્યું.
32 અને યોઆશનો દીકરો ગિદઓન ઘણી વૃદ્ધ ઉમરે મરણ પામ્યો, ને અબીએઝરીઓના ઓફ્રાહમાં પોતાના બાપ યોઆશની કબરમાં દટાયો.
33 અને ગિદઓનના મરણ પછી એમ થયું કે, ઇસ્રાએલપુત્રો પાછા ફરી ગયા, અને બઆલીમની પાછળ વંઠી ગયા, ને બઆલ-બરીથને પોતાનો દેવ કરી માન્યો.
34 અને ઇસ્રાએલ પુત્રોએ પોતાનો દેવ યહોવાહ, જેણે ચારોગમ સર્વ શત્રુઓના હાથથી તેઓને બચાવ્યા હતા, તેને ન સંભાર્યો;
35 ને યરૂબ્બઆલે [એટલે] ગિદઓને જે સર્વ ભલમનસાઇ ઇસ્રાએલપુત્રો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના પર ઘર પર માયા રાખી નહિ.