2 કૃપા કરીને, તમે શખેમના સર્વ માણસોના કાનોમાં આ વાતો કહો કે, યરૂબ્બઆલના સઘળાં દીકરા, એટલે સિત્તેર જણા તમારા પર રાજ્ય કરે, કે એક જણ તમારા પર રાજ્ય કરે, એ બેમાંથી કયું તમારે વાસ્તે વધારે સારૂ છે. વળી એ યાદ રાખો કે, હું તમારા હાડકાનો તથા તમારા માંસના છું.
3 અને તેના માઓએ શ્ખેમના સર્વ માણસોના કાનોમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી, ને તેઓના હૃદયનું વળણ અબીમેલેખનું અનુગમન કરવા તરફ થયું; કેમકે તેઓએ કહ્યું કે, તે આપણો ભાઇ છે.
4 અને તેઓએ બઆલ-બરીથના મંદિરમાંથી તેને સિત્તેર રૂપિયા આપ્યા, ને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારૂ હલકા તથા લુચ્ચા લોકોને નોકરીમાં રાખ્યા.
5 અને ઓફ્રાહમાં પોતાના બાપના ઘેર તે ગયો, ને યરૂબબઆલના દીકરાઓને, એટલે પોતાના ભાઇ જે સિત્તેર જણ હતા તેમને, એક પત્થર પર મારી નાખ્યા; પણ યરૂબ્બઆલના સૌથી નાનો દીકરો બચી ગયો; કેમકે તે સંતાઈ ગયો હતો.
6 અને શખેમના સર્વ માણસો તથા મિલ્લોના આખા ઘરના એકઠા થયા, ને તેઓએ જઈને શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેન આલોન વૃક્ષ આગળ અબીમેલેખને રાજા ઠરાવ્યો.
7 અને તેઓએ યોથામને તેની ખબર આપી, ત્યારે તેણે ગરીઝીમ પર્વતના શિખર પર ઉભા રહીને મોટો ઘાંટો કાઢીને તેઓને કહ્યું, ઓ શખેમના માણસો, મારી વાત સાંભળો કે ફ્દેવ તમારૂં સાંભળે.
8 એક સમયે વૃક્ષો અભિષેકક્રિયા વડે પોતા ઉપર એક રાજા નિમવાને ગયાં; ને તેઓએ જૈતવૃક્ષને કહ્યું, તું અમારા પર રાજ્ય કર.
9 પણ જૈતવૃક્ષે તેઓને કહ્યું, મારૂં પૌષ્ટિકપણું કે જે વડે લોકો દેવન તથા માણસને સન્માન આપે છે તે મુકીને, શું, વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું?
10 ને વૃક્ષોએ અંજીરીને કહ્યું, તું આવીને અમારા પર રાજ્ય કર.
11 પણ અંજીરીએ તેઓને કહ્યું, મારી મિઠાસ તથા મારાં સારાં ફળ મુકીને, શું, વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું?
12 ત્યારે વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, તું આવીને અમારા પર રાજ્ય કર.
13 અને દ્રાક્ષવેલાએ તેઓને કહ્યું, મારી દ્રાક્ષરસ જે દેવને તથા માણસને મગ્ન કરે છે તે મુકીને, શું, વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું?
14 પછી સઘળાં વૃક્ષોએ ઝાંખરને કહ્યું, તું આવીને અમારા પર રાજ્ય કર.
15 અને ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર પોતાના પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો, અને મારી છાયા પર ભરોસો રાખો; પણ જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નિકળીને લેબાનોનનાં એરેજવૃક્ષોને ખાઇ નાખો.
16 માટે હવે જો અબીમેલેખને રાજા કરવામાં તમે વાસ્તવિક રીતે તથા પ્રમાણિકપણે વર્ત્યો હો, ને જો તમે યરૂબ્બઆલ તથા તેની ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યો હો, ને તેના હાથની લાયકી પ્રમાણે તેની પ્રત્યે તમે કીધું હોય;
17 (કેમકે મારા બાપે તમારે સારૂ લડાઇ કરી, ને પોતાના પ્રાણ જોખમમાં નાખીને તમને મિદ્યાનના હાથમાંથી છોડાવ્યા;
18 ને આજ તમે મારા બાપના ઘરની વિરુદ્ધ બળવો કરીને, તેના સિત્તેર દીકરાને એક પત્થર પર મારી નાખ્યા છે, ને તેના દાસીના દીકરા અબીમેલેખને શખેમના માણસો પર રાજા કર્યો છે, કેમકે તે તમારો ભાઇ છે);
19 ત્યારે જો આજ તમે યરૂબ્બઆલની તથા તેના ઘરનાની સાથે વાસ્તવિક રીતે તથા પ્રમાણિકપણે વર્ત્યો હો; તો તમે અબીમેલેખમાં આનંદ કરો, ને તે પણ તમારામાં આનંદ કરે;
20 પણ જો [એમ વર્ત્યા] ન હો, તો અબીમેલેખમાંથી અગ્નિ નિકળો, ને શખેમના માણસોનો તથા મિલ્લોના ઘરનાનો વિનાશ કરો; ને શખેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નિકળો, ને અબીમેલેખનો વિનાશ કરો.
21 અને યોથામ પોતાના ભાઇ અબીમેલેખના ભયથી નાસી ગયો, અને બએરમાં જઈને ત્યાં રહ્યો.
22 અને અબીમેલેખે ઇસ્રાએલ પર ત્રણ વર્ષ રાજ્ય કર્યું.
23 અને દેવે અબીમેલેખ તથા શખેમના માણસો વચ્ચે [વેર કરનારો] દુષ્ટ આત્મા મોકલ્યો; ને શખેમના માણસોએ અબીમેલેખ પ્રત્યે વિશ્વાસઘાત કર્યો;
24 એ સારૂ કે યરૂબ્બઆલના સિત્તેર દીકરા પર જે ગજબ ગુજાર્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઇ અબીમેલેખ પર મુકાઈ, કેમકે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય], કેમકે તેઓએ તેના ભાઇઓના ખૂનમાં તેને સહાય કરી હતી.
25 અને શખેમના માણસોએ પર્વતના શિખર પર તેનો લાગ તાકીને સંતાઈ રહેનારાઓને બેસાડ્યા, ને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા, તે સર્વને તેઓ લૂટી લેતાં હતા; ને એ વાત અબીમેલેખને કોઇએ કહી.
26 અને એબેદનો દીકરો ગાઆલ પોતાના ભાઇઓની સાથે આવીને શખેમમાં ગયો; ને શખેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો.
27 અને તેઓ સીમમાં ગયા; ને પોતાની દ્રાક્ષવાદીઓ વેડી, ને તેને નીચોવીને મિજબાની કીધી, ને પોતાના દેવના મંદિરમાં જઈને, ખાઇ પીને, અબીમેલેખને શ્રાપ દીધો.
28 અને એબેદના દીકરા ગાઆલે કહ્યું, અબીમેલેખ કોણ છે, ને શખેમ કોણ છે, કે આપણે તેની તાબેદારી કરીએ? તે શું યરૂબ્બઆલનો દીકરો નથી? ને ઝુબુલ શું તેનો સેનાપતિ નથી. શખેમના બાપ હમોરના લોકોની તાબેદારી કરો; પણ તેની તાબેદાર્રી આપણે શા વાસ્તે કરીએ?
29 અને પરમેશ્વર કરે ને આ લોકો મારા હાથ તળે આવે! તો હું અબીમેલેખને કાઢું. અને તેણે અબીમેલેખને કહ્યું, તું પોતાના સૈન્યને વધારીને બહાર આવ.
30 અને નગરના સરદાર ઝુબુલે એબેદના દીકરા ગાઆલનાં વચન સાંભળ્યા, ત્યારે તેને રોષ ચઢ્યો.
31 અને તેણે અબીમેલેખની પાસે પક્કાઈથી સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું, જો, એબેદનો દીકરો ગાઆલ તથા તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે; ને, જો, જોરાવરીએ નગરને તારી વિરુદ્ધ [ઉસકેરે છે].
32 માટે હવે રાત્રે તું તથા તારી સાથેના લોકો ઉઠો; ને મેદાનમાં સંતાઇ રહો;
33 ને એમ થાય કે, સવારે સૂર્ય ઉગતા, તું વહેલો ઉઠીને નગર પર હુમલો કર; ને, જો, જયારે તે તથા તેની સાથેના લોક તારી સામે ઘસી આવે, ત્યારે જેવો પ્રસંગ તને મળે તે પ્રમાણે તેમને કરજે.
34 અને અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઉઠીને, ચાર ટોળીઓ થઈને, શખેમની સામે સંતાઈ રહ્યા.
35 અને એબેદના દીકરો ગાઆલ બહાર જઈને નગરના દરવાજાના નાકામાં ઉભો રહ્યો; ને અબીમેલેખ તથા તેની લોક સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઉઠ્યા.
36 અને ગાઆલે તે લોકોને જોઇને ઝબુલને કહ્યું, જો, લોક પર્વતોના શિખર ઉપરથી ઉતરી આવે છે. અને ઝબુલે તેને કહ્યું, પર્વતોના ઓળા તને માણસોના સરખા દેખાય છે.
37 ત્યારે ગાઆલે ફરી તેને કહ્યું, જો, લોક દેશની મધ્યમાં થઈને ઉતરી આવે છે, ને બીજું એક ટોળું મેઓનનીમના આલોન વૃક્ષની વાટે આવે છે.
38 ત્યારે ઝબુલે તેને કહ્યું, તું ક્યાં મ્હોથી બોલતો હતો કે, અબીમેલેખ કોણ છે, કે અમે તેનું દાસપણું કરીએ? જે લોકોને તે ધિક્કાર્યા છે તે શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ.
39 અને ગાઆલ શખેમના માણસોને લઈને બહાર ગયો, અને અબીમેલેખની સાથે લડ્યો.
40 અને અબીમેલેખે તેને નસાડ્યો, ને તે તેની આગળ નાઠો, ને નગરના દરવાજામાં પેસતાં સુધી ઘણા ઘાયલ થઈને પડ્યા.
41 અને અબીમેલેખ અરૂમાહમાં રહ્યો; ને ઝબુલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી કાઢી મુક્યા, કે ત્યાં તેઓ ન રહે.
42 અને એમ થયું કે, બીજે દિવસે લોક મેદાનમાં ગયા; ને અબીમેલેખને તેઓએ સમાચાર કહ્યા.
43 અને તે લોકોને લઈને તેઓની ત્રણ ટોળીઓ કરીને મેદાનમાં સંતાઈ રહ્યો; ને તેણે જોયું, ને જુઓ, લોકો નગરમાંથી બહાર આવતા હતા ને તેણે તેઓ પર હલ્લો કરીને તેઓને માર્યા.
44 અને અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓ આગળ ઘસીને, નગરના દરવાજાના નકામા ઉભા રહ્યા; ને પેલી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ઘસી પડીને તેઓને મારી નાખ્યા.
45 અને તે આંખો દિવસ અબીમેલેખ નગરની સામે લડ્યો; ને તેણે નગર લીધું, ને તેમાં જે લોક હતા તેઓને મારી નાખ્યા; ને નગર તોડી પાડ્યું, ને તેમાં મીઠું વેર્યું.
46 અને શખેમના કિલ્લાના સર્વ માણસો એ સાંભળીને એલ-બરીથના ઘરનાં કિલ્લામાં પેઠા.
47 અને અબીમેલેખને ખબર મળી કે, શખેમના કિલ્લાના સર્વ માણસો એકઠા થયા છે.
48 અને અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક સાલ્મોન પર્વત પર ચઢ્યા; ને અબીમેલેખે પોતાની હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની એક ડાળી કાપી, ને તે લઈને પોતાની ખભે મુકી; ને પોતાની સાથેના લોકોને કહ્યું, મને જે કરતાં તમે જોયાં છે, તે પ્રમાણે જલદીથી કરો.
49 અને સર્વ લોકો પણ પોતપોતાને કાજે ડાળ કાપીને અબીલેખની પાછળ ચાલ્યા, ને તે ડાળો કિલ્લાને લગાડીને, તે વડે કિલ્લાને સળગાવી દીધો; ને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસ પણ, એટલે હજારેક પુરૂષ તથા સ્ત્રી, મરી ગયાં.
50 પછી અબીમેલેખ તેબેસ ગયો, ને તેબેસની સામે છાવણી નાખીને તે લીધું.
51 પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો, ને તેમાં નગરનાં સર્વ પુરુષ તથા સ્ત્રીઓ તથા નગરના સઘળાં લોક નાસી ગયાં, ને માંહેથી કિલ્લાનું બારણું બંધ કરીને તેના ધાબા પર ચઢી ગયાં.
52 અને અબીમેલેખ કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો; ને તેને આગ લગાડવા સારૂ કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો.
53 અને એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પપર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
54 અને તેણે એક જુવાનને, એટલે પોતાના શાસ્ત્રધારને, ઉતાવળથી બોલાવીને કહ્યું, તારી તરવાર કાઢીને મને મારી નાખ, કે લોક મારા વિષે એમ ન કહે કે એક સ્ત્રીએ તેને મારી નાખ્યો. અને તેના જુવાને તેની આરપાર [તરવાર] ભોકી દીધી, ને તે મારી ગયો.
55 અને ઇસ્રાએલના માણસોએ જોયું કે, અબીમેલેખ મારી ગયો, ત્યારે પ્રત્યેક માણસ પોતાની જગ્યાએ જતો રહ્યો.
56 આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેખે પોતાના સિત્તેર ભાઇઓની હત્યા કરીને પોતાના બાપ પ્રત્યે કીધું હતું, તે સર્વનો બદલો દેવે વાળ્યો;
57 ને શખેમના લોકની સઘળી દુષ્ટાઈનો બદલો દેવે તેમનાજ માથા પર વાળ્યો; ને યરૂબ્બઆલના દીકરા યોથામનો શ્રાપ તેઓને લાગ્યો.