1 એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી અને જે દુષ્ટ બાબતો તેઓએ કરી તેથી ઈશ્વરનો અનાદર કર્યો.

2 ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યા. સીસરા કે જે સૈન્યનો સેનાપતિ અને તે બિનયહૂદી હરોશેથનો રહેવાસી હતો.

3 ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોઢાના નવ હજાર રથો હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.

4 હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા, ઇઝરાયલનો ન્યાય કરવા માટે તેઓની આગેવાની કરતી હતી.

5 તેણી એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયેલ લોકો તેની પાસે ન્યાય મેળવવા દલીલો લઈને આવતા હતા.

6 તેણે કેદેશ-નાફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું, "યહોવા ઇઝરાયલના ઈશ્વરે શું તમને આજ્ઞા નથી આપી, 'તાબોર પર્વતની પાસે જા અને નાફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજાર તારી સાથે લે.

7 હું સીસરાને બહાર ખેંચી કાઢીશ, યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો સાથે તથા તેના સૈન્ય અને હું તને તેના પર વિજય અપાવીશ."

8 બારાકે તેણીને કહ્યું, "જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં."

9 તેણે કહ્યું, "હું તારી સાથે નિશ્ચે જઈશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને આદર મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે." ત્યારે દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.

10 બરાકે ઝબુલોન તથા નાફતાલીનના પુરુષોને કેદેશમાં ભેગા થવા બોલાવ્યા. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા, દબોરા તેની સાથે ગઈ.

11 હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો - તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા - અને તેણે તેનો તંબુ, એલોન વૃક્ષ સાઅનાન્નીમમાંના કેદેશ પાસે માર્યો હતો.

12 જયારે તેઓએ સીસરાને કહ્યું કે બારાક (અબીનોઆમનો દીકરો) તાબોર પર્વત પર ગયો હતો.

13 સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોઢાના રથો અને સર્વ સૈનિકો જેઓ તેની સાથે હતા, હરોશેથમાંથી બિનયહૂદીઓને કીશોન નદી સુધી બોલાવ્યા.

14 દબોરાએ બારાકને કહ્યું, "જા! કેમ કે આજ દિવસે ઈશ્વર સીસરા તરફથી તમને વિજય અપાવશે. શું ઈશ્વર તમને આગેવાની ના આપી શકે?" તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતરી સાથે દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.

15 ઈશ્વરે સીસરાના સૈન્યને, તેના સર્વ રથોને ગુંચવણમાં મૂક્યું અને બારકના પુરુષોએ તેઓ પર પરાભાવ કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરી અને પગે ચાલીને ભાગી ગયો.

16 પણ બારાક રથોની અને બિનયહૂદી હેરોશેથના સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તરવારની ધારથી માર્યું ગયું અને એકપણ માણસ બચ્યું નહી.

17 પણ સીસરા પગે દોડીને (હેબેર કેનીની પત્ની) યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર (કેનીના) કુટુંબ વચ્ચે સલાહ હતી.

18 યાએલ સીસરાને મળવા બહાર નિકળી અને તેને કહ્યું, "ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને બિશ નહી." જેથી તે તેણીની તરફ ફર્યો અને તેના તંબુમાં ગયો, તેણીએ તેને ધાબળો ઓઢાડ્યો.

19 તેણે તેણીને કહ્યું, "મહેરબાની કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે." તેણીએ દૂધથી ભરેલી ચામડાની થેલી ઊઘાડી અને તેને પીવાને આપી અને તેણે ફરીથી ઓઢાડી દીધું.

20 તેણે તેણીને કહ્યું, "તું ખુલ્લા તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, 'કોઈ અહિયાં છે?' તો તારે કહેવું કે, 'ના.'"

21 ત્યારે યાએલ હેબેરની પત્ની તંબુમાં લાકડું તથા હાથમાં હથોડી લઈને સંતાઈને તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેનાં માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. અને એથી તે મરણ પામ્યો.

22 જયારે બારાક સીસરાની પાછળ પડ્યો હતો, ત્યારે યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, "આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું." જેથી તે તેણીની સાથે અંદર ગયો અને સીસરાના માથામાં ભોંકેલા લાકડા સાથે ત્યાં મરણ પામેલો પડ્યો હતો.

23 તેથી તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની આગળ હારાવ્યો.

24 ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની વિરુદ્ધ અધિકાધિક મજબુત થતા ગયા, ત્યાં સુધી કે તેઓએ તેનો નાશ કર્યો.