1 તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:

2 "જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, જયારે લોકોએ યુદ્ધ માટે રાજીખુશીથી પોતાને આપ્યા- અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!

3 'રાજાઓ, તમે સાંભળો! આગેવાનો, તમે કાન ધરો! હું, હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતિ ગાઈશ.

4 ઈશ્વર જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નિકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશ પણ ધ્રુજ્યું; વાદળોમાંથી પાણી પણ પડ્યું.

5 ઈશ્વરના પ્રતાપથી પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાના પ્રતાપની આગળ કાંપવા લાગ્યો.

6 અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, મુખ્ય માર્ગો તજેલા પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.

7 ઇઝરાયલમાં સહનશીલતા નહોતી, ત્યાં સુધી મેં, દબોરા, આજ્ઞા લીધી - ઇઝરાયલમાં મા જેવી ઊભી થઈ!

8 તેઓએ નવાં દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરોના માર્ગોમાં યુદ્ધ થતું હતું; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ના તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.

9 મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકોમાં અર્પણ થયા- તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!

10 ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં ચાલનારા, આ વિષે વિચાર કરો.

11 તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓએ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યના ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. "ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે નિકળી આવ્યા.

12 જગ, જાગ, હે દેબોરાહ; જાગ, જાગ, ગીત ગા; હે બારાક, તું ઉઠ, અને હે અબીનોઆમના દીકરા, તારી ગુલામગીરીને ગુલામ કરી લઇ જા.

13 ત્યારે અમીરોમાંના તથા આમમાંના બચેલા આવ્યા; યહોવાહ મારે સારૂ પરાક્રમીઓની વિરુદ્ધ ઉતરી આવ્યો.

14 જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી [ઉતરી આવ્યા]; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન [આવ્યો]; માખીરમાંથી અધિકારીઓ, ને ઝબુલૂનથી અમલદારની છડી ધરનારા ઉતરી આવ્યા.

15 અને યિસ્સાખારના સરદારો દબોરાહની સાથે હતા; યિસ્સાખાર હતો, તેમજ બારાક પણ હતો; તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રેઉબેનના વહેળાઓ આગળ મનમાં મોટા મોટા ઠરાવો કરવામાં આવ્યા.

16 ટોળાને બોલાવવાને વાંસળીના નાદ સાંભળવાને તું શા વાસ્તે ઘેટાંના વાડામાં બેઠો? રેઉબેનના વહેળાઓ પાસે મોટી અંતરકસોટી થઇ હતી.

17 ગિલઆદ યરદનને પેલે પાર રહ્યો; ને દાન, તે કેમ વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેઠો, ને પોતાની ખ્દીઓની પાસે રહ્યો.

18 ઝબુલૂનની પ્રજાએ, તથા નાફતાલીએ મેદાનનાં ઉચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.

19 રાજાઓ આવીને લડ્યા; ત્યારે મગિદ્દોના પાણીની પાસેના તાઅનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કીધું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.

20 આકાશવાસીઓએ યુદ્ધ કીધું; તારાઓએ પોતાની વૃત્તોમાં સીસરાની સામે યુદ્ધ કીધું.

21 કીશોન નદી તેઓને ઘસડી લઇ ગઇ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમથી આગળ ચાલ.

22 ત્યારે કુદવાથી, એટલે તેઓના યોદ્ધાઓના કુદવાથી, ઘોડાઓની ખરીઓની ધબકારા વાગ્યા.

23 યહોવાહના દૂતે કહ્યું, મેરોઝને શ્રાપ ડો, તેની વસ્તીને સખત શ્રાપ ડો; કેમકે તેઓ યહોવાહની મદદે, [[એટલે] બળવાનની વિરુદ્ધ યહોવાહની મદદે આવ્યા નહિ.

24 હેબેર કેનીની સ્ત્રી યાએલ, બીજી સ્ત્રીઓ કરતાં અશીર્વાદિત થશે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં અશીર્વાદિત થશે.

25 તેણે પાણી માગ્યું, ત્યારે તેણીએ દૂધ આપ્યું; મહા મૂલ્યવાન થાળીમાં તેને સારૂ તે માખણ લાવી.

26 તેણીએ પોતાના હાથમાં મેખ લીધી, ને પોતાના જમણા હાથમાં મજૂરની મોગરી લીધી; અને તે મોગરીથી તેણીએ સીસરાને માર્યો; તેણીએ તેની માથાની આર પાર [મેખ ઠોકી ઘાલી, હા, તેણીએ તેનાં લમણાં વિંધ્યા, અને તેમની આરપાર તે ઠોકી ઘાલી.

27 તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો; તે જ્યાં નમ્યો, ત્યાં તેની લોથ પડી.

28 સીસરાની માએ બારીમાંથી જોયું, ને જાળીમાંથી ઘાંટો કાઢીને કહ્યું, તેના રથને આવતાં આટલી વાર કેમ? તેના રથનાં પૈડાં કેમ વિલંબ કરે છે?

29 તેની શાની સખીઓએ તેને ઉત્તર દીધો, હા, તેણીએ પોતે પણ પોતાને ઉત્તર દઈને કહ્યું,

30 શું, તેઓને લૂટ તો મળી ન હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી ન હોય? પ્રત્યેક પુરૂષના હિસ્સામાં એક કુંવારિકા કે બે કુંવારિકા મળી હશે; શું, સીસરાને નવરંગી હિસ્સો, તથા નવરંગી ભરતકામનો હિસ્સો, એટલે લૂટના વસ્ત્રના ગળાની બન્ને બાજુએ નવરંગી ભરત ભરેલો હિસ્સો મળ્યો હશે?

31 હે યહોવાહ, તારા સર્વ વૈરી એમજ વિનાશ પામે, પણ જેઓ તેના ઉપર પ્રીતિ કરે છે તેઓ, જેમ સૂર્ય પોતાના બળમાં ઘસી નિકળે છે, તેના જેવા થાઓ. અને ચાળીસ વર્ષ પર્યેત દેશમાં શાંતિ હતી.