2 અને તેણીના બાપે કહ્યું, મને નિશ્ચય એમ લાગ્યું કે તું તેને તદન ધિક્કારે છે; એ માટે મેં તેને તારા સાથીને આપી દીધી; તેની નાની બહેન શું તે કરતાં સુંદર નથી? કૃપા કરીને તેને બદલે એને લે.

3 અને શામશૂને તેઓને કહ્યું, હવે, જો, હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરૂં, તો તેઓ વિષે હું નિર્દોષી ઠરીશ.

4 અને શામશૂને જઈને ત્રણસેં શિયાળ પકડયાં, ને મશાલો લઈને બબે પૂછડીઓ ભેગી કરીને એક એક મશાલ બબે પૂછડીઓ વચ્ચે બાંધી.

5 અને મશાલો સળગાવીને તેઓને પલિસ્તીઓના ઉભા અનાજમાં છોડી મુક્યા, અને પૂળા તથા ઉભું અનાજ તથા જૈતવાડીઓ પણ બાળી મુકી.

6 ત્યારે પલિસ્તીઓએ કહ્યું, એ કોણ કર્યું છે? ને તેઓએ કહ્યું કે, તિમ્નીના જમાઈ શામશૂને, કેમકે તેણે તેની સ્ત્રીને લઈને તેના સાથીને આપી દીધી છે. અને પલિસ્તીઓએ આવીને તેણીને તથા તેણીના બાપને આગથી બાળી દીધાં.

7 અને શામશૂને તેઓને કહ્યું, જો તમે આમ કરો છો, તો નિશ્ચય તમારા પર વેર વાળ્યા શિવાય હું જંપવાનો નથી.

8 અને તેણે તેઓને મારીને તેઓનો પુરો સંહાર કર્યો; ને જઈને તે એટામ ખડકની ખોમાં રહ્યો.

9 અને પલિસ્તીઓએ જઈને યહુદાહમાં છાવણી કરી, ને લહીમાં પસરી ગયા.

10 અને યહુદાહના માણસોએ કહ્યું, તમે અમારા પર કેમ ચઢી આવ્યા છો? ને તેઓએ ઉત્તર આપ્યો, શામશૂન જેમ અમને કર્યું છે, તેમ તેને કરવા સારૂ અમે તેને બાંધવા આવ્યા છીએ.

11 ત્યારે યહુદાહના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમાં જઈને શામશૂનને કહ્યું, શું તું જાણતો નથી કે, પલિસ્તીઓ અમારા રાજ્યકર્તા છે? ત્યારે તે અમારા ઉપર આ શું કર્યું છે? ને તેને તેઓને કહ્યું, તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.

12 અને તેઓએ તેને કહ્યું, તને પલિસ્તીઓના હાથમાં સોંપવાને અમે તને બાંધવા આવ્યા છીએ. અને શામશૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, કે તમે પોતે મારા પર તુટી નહિ પડો.

13 અને તેઓએ તેને કહ્યું, એમ નહિ; પણ અમે તને સજ્જડ બાંધીને તેઓના હાથમાં સોંપીશું; પણ અમે તારી હત્યા નહિજ કરીશું. અને તેઓ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઇ ગયા.

14 અને તે લહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઇને પોકાર કીધો; ને યહોવાહનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો, ને તેને હાથે જે દોરડાં હતા તે અગ્નિથી બળેલા સણના જેવાં થઈને તેના હાથ પરથી તેના બંધ ખરી પડ્યા.

15 અને તેને ગધેડાનું તાજું જડબું મળ્યું, ને તેણે પોતાનો હાથ લાંબો કરીને તે લઈને એક હજાર માણસો તે વડે માર્યો.

16 અને શામશૂન કહ્યું, ગધેડાના જડબાથી ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસો માર્યા છે.

17 અને એમ થયું કે, આ પ્રમાણે બોલી રહીને તેણે પોતાના હાથમાંથી તે જડબું ફેંકી દીધું; ને તે જગ્યાનું નામ રામાથ-લહી પાડ્યું.

18 અને તે બહુ તરસ્યો થયો, ને તેણે યહોવાહની વિનંતી કરતાં કહ્યું કે, તે આ મોટો બચાવ પોતાના દાસની હસ્તક કર્યો છે; ને શું હું હવે તૃષાથી મરીને બેસુનત લોકના હાથમાં પડીશ?

19 પણ લહીમાં એક ખાડો છે તેમાં દેવે ફાટ પાડી, ને તેમાંથી પાણી નિકળ્યું; ને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હાક્કોરે પાડ્યું, તે આજ લગી લહીમાં છે.

20 અને પલિસ્તીઓના દિવસોમાં તેણે વીસ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો.