2 અને ગાઝ્ઝીઓને [ખબર મળી] કે, શામશૂન અહીં આવ્યો છે. અને તેઓએ તેને ઘેર્યો, ને તેને સારૂ નગરના દરવાજામાં તેઓ આખી રાત સંતાઈ રહ્યા, ને આખી રાત ગુપચૂપ રહ્યા, ને કહ્યું, સવારે દિવસ ઉગતાં આપણે તેને મારી નાખીશું.
3 અને અડધી રાત લગી શામશૂન સુઈ રહ્યો, ને અડધી રાતે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડીને ભૂંગળ સમેત ખેંચી કાઢ્યાં, ને તેમને ખાંધ પર મુકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઇ ગયો.
4 અને તે પછી એમ થયું કે, તેને સોરેકની ખીણમાંની દલીલાહ નામની એક સ્ત્રી સાથે પ્રીતિ લાગી.
5 અને પલિસ્તીઓના સરદારે તેની પાસે આવીને તેને કહ્યું, તું તેને ફુસલાવીને આટલું શોધી કાઢ કે, તેનું મહાબળ શામાં રહેલું છે, તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ; અને અમારાંમાંનો પ્રત્યેક જણ તને અગિયારસે રૂપિયા આપશે.
6 અને દલીલાહે શામશૂનને કહ્યું, કૃપા કરીને તું મને આટલું કહે કે, તારૂં મહાબળ શામાં રહેલું છે, તથા તું શાથી બંધાય કે જેથી તને દુઃખ દઇ શકાય?
7 ને શામશૂને તેને કહ્યું, કદી નહિ સુકાએલા એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઇ જાઉં.
8 ત્યારે પલિસ્તીઓના સરદારોએ ન સુકાએલા એવા સાત લીલા બંધ તેની પાસે આણ્યા, ને તેણીએ તેઓથી તેને બાંધ્યો.
9 હવે તેણીએ કેટલાક સંતાઈ રહેનારાઓને અંદરની ઓરડીમાં રાખ્યા હતા. અને તેણીએ તેને કહ્યું, શામશૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે. અને જેમ સણની એક દોરી આગને અડાક્યાથી તુટી જાય છે, તેમ તેણે તે બંધ તોડ્યો. એમ તેના બળ વિષે જાણ પડી નહિ.
10 અને દલીલાહે શામશૂનને કહ્યું, જો, તેં મારી મશ્કરી કરી છે, ને મને જૂઠી વાતો કહી છે; હવે કૃપા કરીને મને કહે કે, તું કંઈ રીતે બંધાઈ શકે?
11 ને તેણે તેને કહ્યું, જે વડે કંઈ કામ કરાયું ન હોય એવા નવાં દોરથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના સરખો થઇ જાઉં.
12 તેથી દલીલાહે નવાં દોર લીધા, ને તેઓથી તેને બાંધ્યો, ને તેને કહ્યું, શામશૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે. અને સંતાઈ રહેનાર અંદરની ઓરડીમાં હતા. અને તેણે સુતરના દોરની પેઠે તે [બંધ] પોતાના હાથ પરથી તોડી નાખ્યા.
13 અને દલીલાહે શામશૂનને કહ્યું, તે અત્યાર સુધી મારી મશ્કરી કરી છે, ને મને જુઠીજ વાતો કહી છે; શા વડે તું બંધાઈ શકે તે મને કહે. અને તેણે તેને કહ્યું, જો તું મારા માથાની સાત લટો થાનની સાથે વણે તો.
14 અને તેણીએ [સાળના] ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, શામશૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે. અને તેણે પોતાની ઉંઘમાંથી જાગીને સાલનો ખીલો તથા થાન ખેચી કાઢ્યાં.
15 અને તેણીએ તેને કહ્યું, તારૂં દિલ મારા પર નથી, ત્યારે તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે, ને તારૂં મહાબળ શામાં રહ્યું છે તે મને કહ્યું નથી.
16 અને તેણીએ પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કીધો, તથા હઠેઠ કીધી, ત્યારે એમ થયું કે, તેનો જીવ મરણતુલ્ય અકળાયો.
17 ત્યારે તેણે પોતાનું દિલ તેની આગળ પુરેપુરૂં ખોલીને તેને કહ્યું, મારા માથા પર [કદી] અસ્ત્રો આવ્યો નથી; કેમકે મારી માના પેટથી હું દેવને સારૂ નાઝીરી છું; હું જો મુંડાઉ, તો મારા બળ મારામાંથી જતું રહેશે, ને હું નિર્બળ થઈને હરકોઈ બીજા માણસનો સરખો થઇ જઈશ.
18 અને જયારે દલીલાહે જોયું કે, તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપુરૂં ખોલ્યું છે, ત્યારે તેણીએ એમ કહીને પલિસ્તીઓના સરદારોને તેડી મગાવ્યા કે, તમે આ એક વાર આવો, કેમકે તેણે પોતાનું દિલ મારી આગળ પુરેપુરૂં ખોળી દીધું છે. ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા.
19 અને તેણીએ તેને પોતાના ખોળામાં સુવાડ્યો; ને એક માણસને બોલાવીને તેના માથાની સાટે લટો બોડાવી; ને તે તેને હેરાન કરવા લાગી, ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
20 અને તેણીએ કહ્યું, શામશૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે. અને પોતાની ઉંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું બીજા સમયની પેઠે નિકળી જઈને મારૂં શરીર ખંખેરીશ. પણ તે જાણતો નહોતો કે યહોવાહ તેની પાસેથી જતો રહ્યો છે.
21 અને પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; ને તેને ગાઝઝાહમાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી; ને તે બંદીખાનામાં દળતો હતો.
22 તથાપિ મુંડાયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.
23 અને પલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મોટો યજ્ઞ તથા આનંદ કરવાને એકઠા થયા; કેમકે તેઓએ કહ્યું, અમારો દેવે અમારા વૈરી શામશૂનને અમારા હાથમાં સોંપ્યો છે.
24 અને લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાની દેવની સ્તુતિ કીધી; કેમકે તેઓએ કહ્યું, અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર, જેણે અમારામાંથી ઘણાને મારી નાખ્યા છે, તેને અમારા દેવે અમારા હાથમાં સોંપ્યો છે.
25 અને તેઓના દિલ ખુશ હતા, ત્યારે એમ થયું કે તેઓને કહ્યું, શામશૂનને બોલાવો કે, તે આપણી આગળ તમાશો કરે. અને તેઓ શામશૂનને કેદખાનામાંથી બોલાવી લાવ્યા; ને તેણે તેઓની આગળ તમાશો કર્યો; ને તેઓએ તેને થાંભલાઓની વચ્ચે રાખ્યો.
26 અને જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને શામશૂન કહ્યું, જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ટંટોળી કાઢવા દે, કે હું તેઓને અઢેલું.
27 હવે તે ઘર તો પુરૂષોથી તથા સ્ત્રીઓથી ભરપૂર હતું; ને પલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા; ને શામશૂન તમાશો કરતો હતો ત્યારે અગાસી ઉપર પણ તેને જોનારાં, પુરૂષ તથા સ્ત્રીઓ મળીને, આસરે ત્રણ હજાર માણસો હતા.
28 અને શામશૂને યહોવાહની પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ યહોવાહ, કૃપા કરીને મને યાદ કર, ને હે દેવ, કૃપા કરીને મને આટલી વાર બળવાન કર, કે હું મારી બન્ને આંખો [લીધા]નો સામટો બદલો પલિસ્તીઓ પર વાળી શકું.
29 અને વચ્ચેનો બન્ને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો, તેમને શામશૂને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અઢેલીને તે ઉભો થયો.
30 અને શામશૂન કહ્યું, હું પલિસ્તીઓની સાથે ભલે મારૂં. અને પોતાના આખા બળથી તે વાંકો વળ્યો; ને સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઘર ઘસી પડ્યું. એમ મરતી વખતે જેઓને તેણે માર્યા તેઓની સંખ્યા પોતાની હયાતીમાં તેણે મારેલાં તેઓના કરતાં વધારે હતી.
31 ત્યારે તેના ભાઇ તથા તેના બાપના ઘરનાં સર્વ ત્યાં આવીને તેને લઇ ગયાં, ને સોરાહ તથા એશ્તાઓલની વચમાં તેના બાપ માનોઆહના કબરસ્થાનમાં તેઓએ તેને દાટ્યો. અને તેણે વીસ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો.