2 જે ભૂમિ હજી રહી છે, તે આ છે, એટલે પલિસ્તીઓનો સર્વ પ્રદેશ, ને સર્વ ગશૂરી;

3 મિસરની પૂર્વ ગમ શીહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ sudhi [જે ભૂમિ] કનાનીએઓની ગણેલી છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝ્ઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્ક્લોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;

4 વળી દક્ષિણે આવ્વીઓ પણ; કનાનીઓનો સર્વ દેશ, ને સીદોનીઓનું મઆરાહ, અને અફેક સુધી, એટલે અમોરીઓની સીમ સુધીનો દેશ;

5 ને ગબાલીઓનો દેશ, ને ઉગમણી તરફ સઘળો લબાનોન, એતે હેર્મોન પર્વતની તળેટીમાંના બઆલ-ગાદથી તે હમાથના નાકા સુધી;

6 અને લબાનોનથી તે મિસ્રફોથમાઇમ સુધીના પહાડ મુલકના સઘળાં રહેવાસીઓ, એટલે બધા સીદોનીઓ, એઓને હું ઇસ્રાએલપુત્રોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તમે આજ્ઞા આપી છે તેમ ઇસ્રાએલપુત્રોને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.

7 તો હવે નવ કુળોને તથા મનાશ્શેહના અર્ધ કુળને વતન થવા સારૂ અ દેશની વહેંચણ કર.

8 તેની સાથે રેઉબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું; અને તે મુસાએ યરદન પાર, પૂર્વમાં, તેઓને આપ્યું, એટલે યહોવાહના સેવક મુસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ;

9 એટલે આર્નોનની ખીણની કોર પરના અરોએરથી, ને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, તથા મેદબાનો સઘળો સપાટ પ્રદેશ, દીબોન સુધી;

10 ને અમોરીઓના રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના સઘળાં નગરો આમ્મોનપુત્રોની સરહદ સુધી;

11 ને ગિલઆદ ને ગશૂરી તથા આઅખાથીઓની હદ, ને સઘળો હેર્મોન પર્વત, ને સાલખાહ સુધી સર્વ બાશાન;

12 વળી બાશાનના ઓગનું સર્વ રાજ્ય [તેઓને] આપ્યું; તે આશ્તારોથ ને એડ્રેઇમાં રાજ્ય કરતો હતો; (રફાઈઓમાંનો જે બચી રહેલી તેઓમાંથી તે બચ્યો હતો); કેમકે તેઓને મુસાએ મારીને હાંકી મુક્યા હતા.

13 તો પણ ઇસ્રાએલપુત્રોએ ગશૂરીઓને તથા આઅખાથીઓને વતનમાંથી કાઢી મુક્યા નહિ; પરંતુ ગશૂરીઓને ને માઅખાથીઓ અજ સુધી ઇસ્રાએલ મધ્યે રહે છે.

14 માત્ર લેવીના કુળને તેણે વતન આપ્યું નહિ; ઇસ્રાએલના દેવ યહોવાહના અર્પણો, જે અગ્નિ વડે અર્પાય, ઈજ્જ તેઓનું વતન છે; જેમ તેણે તેને કહ્યું હતું તેમ.

15 અને મુસાએ રેઉબેનના પુત્રોના કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે વતન આપ્યું.

16 અને તેઓની હદ આ પ્રમાણે હતી, એટલે આર્નોનની ખીણને કોર પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી માંડીને મેદબા પાસેનો સઘળો સપાટ પ્રદેશ;

17 હેશ્બોન, તથા સપાટ પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, એટલે દીબોન તથા બામોથ-બઆલ, તથા બેથ-બઆલ-મેઓન;

18 તથા યાહાસ, તથા કદેમોથ, તથા મેફાઆથ;

19 તથા કિર્યાથાઈમ, તથા સિબ્માહ, તથા ખીણનાપર્વત પરનું સેરેથ-શાહાર;

20 તથા બેથ પેઓર તથા પિસ્ગાહના ઢોળાવ, તથા બેથયશીમોથ;

21 તથા સપાટ પ્રદેશનાં સર્વ નગરો, ને અમોરીઓના રાજા સીહોનનું સઘળું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો, અને તેને મુસાએ માર્યો અને તેની સાથે તે દેશમાં રહેનારા સીહોનના સરદારોને, એટલે મિદ્યાન, તથા આવી, તથા રેકેમ, તથા સૂર, તથા હૂર, તથા રેબાના નાયકોને માર્યા.

22 જેઓને ઇસ્રાએલપુત્રોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલઆમ શકુન કહેનારને પણ તેઓએ તરવારથી મારી નાખ્યો.

23 અને યરદન તથા તેનો કાંઠો એ રેઉબેનપુત્રોની સીમા હતી; રેઉબેનપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતાં.

24 અને મુસાએ ગાદના કુળને, એટલે ગાદપુત્રોને તેઓના કુટંબો પ્રમાણે , વતન આપ્યું.

25 અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલઆદના સર્વ નગરો, તથા શબ્બાહની સામેના આરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ.

26 ને હેશ્બોનથી તે રામાથ-મિસ્પેહ ને બટોનીમ સુધી, ને માહનાઈમથી તે દબીરની સરહદ સુધી;

27 ને ખીણમાં બેથ-હરામ, તથા બેથ-નિમ્રાહ, તથા સુક્કોથ, તથા સાફોન, એટલે સીહોન હેશ્બોનના રાજાના રાજ્યનો રહેલો શેષ, યરદન તથા તેનો કાંઠો,યરદન પાર પૂર્વમાં કિન્નેરોથ સમુદ્રના છેડા સુધી.

28 ગાદપુત્રોના વતનના નગરો તથા ગામો તેઓનાં કુટંબો પ્રમાણે આ છે.

29 અને મનાશ્શેહના પુત્રોના અર્ધ

30 કુળને વાસ્તે તેઓનાં કુટુંબો પ્રમાણે હતું.

31 અને તેઓની સરહદ માહનાઈમથી હતી, એટલે સઘળું બાશાન, બાશાનના રાજા ઓગનું સર્વ રાજ્ય, આદ, તથા આશ્તારોથ, તથા એડ્રેઇ, બાશાનના ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શેહના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરપુત્રોના અર્ધ ભાગને માટે હતા.

32 આ દેશો મુસાએ મોઆબના સપાટ પ્રદેશમાં યરદનપાર યેરેખોની પૂર્વમાં વતનને સારૂ વહેંચી આપ્યાં.

33 પણ લેવીના કુળને મુસાએ કંઈ વતન ન આપ્યું; ઇસ્રાએલનો દેવ યહોવાહ તેઓનું વતન છે, જેમ તેને તેઓને કહ્યું, તેમ.