2 યહોવાહે મુસાની હસ્તક નવ કુળો વિષે ને અડધા કુળ વિષે જેમ આજ્ઞા આપી હતી, તેમ તેઓના વારસાના હિસ્સા પ્રમાણે તેઓને વહેંચી આપ્યા.
3 કેમકે મુસાએ બે કુળને તથા અડધા કુળને યરદનપાર વતન આપ્યું હતું; પણ તેઓમાં લેવીઓને તેણે કાંઇ વતન આપ્યું નહોતું.
4 કેમકે યુસફપુત્રોનાં બે કુળ હતા, એટલે મનાશ્શેહ તથા એફ્રાઈમ; ને વસવાને સારૂ નગરો તથા તેઓનાં ઢોર તથા માલમિલકત સારૂ પરાં, તે શિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ.
5 જેમ યહોવાહે મુસાને આજ્ઞા આપી હતી તેમ પ્સ્રએલપુત્રોએ કીધું, ને દેશ વેહેંચ્યો.
6 અને યહુદાહપુત્રો યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યા; ને કનિઝઝી યફુનેહના દીકરા કલેબે તેને કહ્યું, કાદેશ-બાર્નેઆમાં યહોવાહે ઈશ્વરભક્ત મુસાને તારા ને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.
7 જયારે યહોવાહના સેવક મુસાએ દેશની જાસુસી કરવા સારૂ, કાદેશ-બાર્નેઆથી મને મોકલ્યો, ત્યારે હું ચાળીસ વર્ષનો હતો, ને મારા હૃદયમાં જે [ખાતરી] હતી, તે પ્રમાણે હું તેની પાસે ખબર પાછી લાવ્યો.
8 પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા, તેઓએ લોકોનાં મન શિથળ કરી નાખ્યાં; પણ હું પુરેપુરો યહોવાહની આજ્ઞાનુસાર વર્ત્યો.
9 અને મુસાએ તે દહાડે સમ ખાધા, કે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે ખચિત તારૂં ને તારાં વંશજોનું વતન સદાકાળ થશે, કેમકે તું પુરોપુરો મારા દેવ યહોવાહની આજ્ઞાનુસાર વર્ત્યો છે.
10 અને હવે, ઓ, યહોવાહે પોતાના કહેવા મુજબ મને આ પિસ્તાળીસ વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇસ્રાએલ અરણ્યમાં ચાલતા હતા, ત્યારે યહોવાહે એ વચન મુસાને આપ્યું હતું ત્યારથી; ને હવે, જો, આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.
11 મુસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવોજ હજી આજ પણ છું, ત્યારે મારૂં બળ હતું, તેવુંજ બળ હમણાં યુદ્ધને સારૂ ને જવા આવવાને સારૂ મને છે.
12 તો હવે અ પર્વત કે જે વિષે યહોવાહે તે દિવસે કહ્યું હતું, તે મને અપ; કેમકે તે દિવસે તે સાંભળ્યું કે, ત્યાં અનાકી, ને મોટાં તથા કોટવાળાં નગરો છે, કદાપિ યહોવાહ મારી સાથે હશે, ને યહોવાહે કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.
13 અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; ને તેણે યફૂન્નેહના પુત્ર કાલેબને હેબ્રોન વતનને સારૂ આપ્યું.
14 એ માટે કનિઝઝી યાફૂન્નેહના દીકરા કાલેબનું વતન હેબ્રોન આજ સુધી થયું; કેમકે તેણે ઇસ્રાએલના દેવ યહોવાહનું પુરેપુરૂં અનુગમન કીધું.
15 પહેલાં હેબ્રોનનું નામ કીર્યાર્થ-આર્બા હતું; [તે આર્બા] અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરૂષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.