2 એટલે અમોરીઓના રાજા સિહોન કે જે હેશ્બોનમાં રહેતો હતો, અને જેનો અમલઅર્નોન ખીણની કોર પર આવેલા અરોએરથી, તથા ખીણની મધ્યેના શહેર તથા અર્ધો ગિલઆદથી માંડીને, તે આમ્મોનપુત્રોની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી;
3 અને પૂર્વ ગમ કિન્નેરોથ સમુદ્ર સુધી, આરાબાહ પ્રદેશ, તથા પૂર્વ તરફ આરાબાહના સમુદ્ર સુધી, એટલે ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે, અને દક્ષિણે પિસ્ગાહના ઢોળાવની તળેટી સુધી હતો;
4 ને રફાઈઓના કુળમાંના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો,
5 હેર્મોન પર્વત ઉપર ને સાલખાહ ઉપર ને આખા બાશાન ઉપર, એટલે હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ્ય કરતો હતો તેની સરહદ સુધી [દેશ કબજે થયો].
6 યહોવાહના સેવક મુસાએ ને ઇસ્રાએલપુત્રોએ તેઓને માર્યા; ને યહોવાહના સેવક મુસાએ રેઉબેનીઓને ને ગાદીઓને ને મનાશ્શેહના અર્ધકુળને તે દેશ વતનમાં આપ્યો.
7 અને યહોશુઆએ તથા ઇસ્રાએલપુત્રોએ દશના જે રાજાઓને માર્યા તેઓ આ હતા. [તેઓનો દેશ] યરદન પાર, પશ્ચિમ તરફ, લબાનોનની ખીણમાંના બઆલગાદથી માંડીને સેઇર પાસે હાલાક પર્વત સુધી હતો; ને યહોશુઆએ તે ઇસ્રાએલના કુળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપ્યો;
8 એટલે પહાડી મુલકમાં, ને નીચ પ્રદેશમાં, અરાબાહમાં, ને ઢોળાવના પ્રદેશમાં, ને અરણ્યમાં, ને નેગેબમાં; હિત્તિઓ, અમોરીએ, નને કનાનીઓ, પરીઝ્ઝીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ;
9 યેરેખોનો રાજા એક; બેથેલની પાસેના આયનો રાજા એક;
10 યારૂશાલેમનો રાજા એક; હેબ્રોનનો રાજા એક;
11 યાર્મૂથનો રાજા એક; લાખીશનો રાજા એક;
12 એગ્લોનનો રાજા એક; ગેઝેરનો રાજ એજ;
13 દબીરનો રાજા એક; ગેદેરનો રાજા એ;
14 હોર્માહનો રાજા એક; આરાદનો રાજા એક;
15 લીબ્નાહનો રાજા એક; અદુલ્લામનો રાજા એક;
16 માક્કેદાહનો રાજા એક; બેથેલનો રાજા એક;
17 તાપ્પૂઆહનો રાજા એક; હેફેરનો રાજા એક;
18 અફેકનો રાજા એક; લશ્શારોનનો રાજા એક;
19 માદોનનો રાજા એક; હાસોરનો રાજા એક;
20 શિમ્રોન-મરોનનો રાજા એક; આખ્શાફનો રાજા એક;
21 તાઅનાખનો રાજા એક; મગિદ્દોનો રાજા એક;
22 કેદેશનો રાજા એક; કાર્મેલમાંના યોક્નઆમનો રાજા એક;
23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા એક; ગિલ્ગાલમાંના ગોઇમનો રાજા એક;
24 તિર્સાહનો રાજા એક; સર્વ મળીને એકત્રીસ રાજા હતા.