2 અને ઉત્તરમાં પહાડી મુલકમાં, તથા કીન્નેરોથની દક્ષિણે આરાબાહમાં, તથા નીચ પ્રદેશમાં, અને પશ્ચિમે દોરના પર્વતોમાં, જે રાજાઓ હતા તેઓને,
3 અને પૂર્વ તથા પશ્ચિમના કનાનીઓને, તથા અમોરીઓને, તથા હિત્તીઓને, તથા પરીઝ્ઝીઓને, તથા પહાડી મુલકમાંના યબુસીઓને, તથા મિસ્પાહના પ્રાંતમાં હેર્મોનની તળેટીના હિવ્વીઓને કહેવાડી મોકલ્યું.
4 અને તેઓ તથા તેઓની સાથે તેઓનું સર્વ સૈન્ય, એટલે સંખ્યામાં જાણે કે સમુદ્ર કાંઠા પરની રેતીની માફક ઘણા લોક, બહુ ઘોડા ને રથો સહિત નીકળ્યાં.
5 અને એ સર્વ રાજાઓ એકઠા થયાં, ને તેઓએ આવીને ઇસ્રાએલ સામે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કીધી.
6 એ યહોવાહે યહોશુઆને કહ્યું, તેઓથી બી મા, કેમકે કાલે આ વખતે હું ઇસ્રાએલની આગળ તેઓ સર્વને મુએલાં સોંપીશ; તારે તેઓને ઘોડાઓની જાંગની નસો કાપવી, ને તેઓના રથ અગ્નિથી બાળવા.
7 તેથી યહોશુઆ ને તેની સાથે સર્વ યુદ્ધ કરનારા લોક મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તુટી પડ્યા.
8 અને યહોવાહે તેઓને ઇસ્રાએલના હાથમાં આપ્યાં, ને તેઓએ તેઓને માર્યા; ને મોટા સીદોન સુધી ને મિસ્રફોથમાઇમ સુધી, ને પૂર્વગમ મિસ્પેહની ખીણ સુધી તેઓને નસાડ્યા, ને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
9 અને યહોવાહે યહોશુઆને કહ્યું હતું, તેમ તેણે તેઓને કીધું; તેણે તેઓના ઘોડાઓની જાંગની નસો કાપી, ને તેઓનો રથ આગ્નિથી બાળ્યા.
10 અને તે વેળાએ યહોશુઆએ પાછા વળીને હાસોર લીધું ને તેના રાજાને તરવારથી માર્યો; કેમકે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોનું મુખ્ય હતું.
11 અને તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને જીવતા મુક્યું નહિ; ને તેણે હાસોર અગ્નિથી બાળ્યું.
12 અને યહોશુઆએ તે રાજાઓનાં સર્વ નગરોને તથા તેઓના સર્વ રાજાઓને કબજે કીધાં, ને જમ યહોવાહના સેવક મુસાએ આજ્ઞા આપી હતી તેમ તેને તેઓને તરવારની ધારથી મારીને તેઓનો વિનાશ કીધો;
13 પણ જે નગરો તેઓની ટેકરી ઉપર હતાં, તેઓમાંથી હાસોર શિવાય એકે ઇસ્રાએલે બાળ્યું નહિ, પણ હાસોરને યહોશુઆએ બાળી નાખ્યું.
14 અને તે નગરોમાંની સર્વ માલમિલકત ને ઢોરઢાંક ઇસ્રાએલપુત્રોએ પોતાને વાસ્તે લૂટી લીધા; પણ તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓને તરવારની ધારથી માર્યા, અને તેઓએ કોઇ શ્વાસોચ્છવાસ લેનાર માણસને જીવતું દીધું નહિ.
15 જેમ યહોવાહે પોતાના સેવક મુસાને આજ્ઞા આપી હતી, તેમ મુસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી; ને તે પ્રમાણે યહોશુઆએ કીધું; યહોવાહે મુસાને જે આજ્ઞા આપી હતી, તે સઘળીમાંની તેણે એક પણ અમલમાં આણ્યા વગર રહેવા દીધી નહિ.
16 એ પ્રમાણે યહોશુઆએ તે સર્વ દેશ લીધો, એટલે પહાડી મુલક, ને આંખો નેગેબ, ને આંખો ગોશેન દેશ, ને નીચ પ્રદેશ, ને આરાબાહ, ને ઇસ્રાએલનો પહાડી મુલક, ને તેનાજ તાંબાનો નીચ પ્રદેશ;
17 એટલે સેઇર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બઆલગાદ સુધીનો [દેશ લીધો]; ને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને માર્યા, ને તેઓના પ્રાણ લીધા.
18 તે સર્વ રાજાઓ સાથે યહોશુઆએ ઘણા વખત સુધી લડાઇ કીધી.
19 ગિબઓનમાં રહેનારા હિવ્વીઓ શિવાય જેણે ઇસ્રાએલપુત્રો સાથ સલાહ કીધી તેવું એક પણ નગર ન હતું; બીજા સઘળાં તેઓએ લડાઇમાં લીધા.
20 કેમકે યહોવાહે તેઓના મન હઠીલાં કીધાં હતા એ સારૂ કે તેઓ ઇસ્રાએલની સાથે લડવાને આવે, કે તે તેઓનો પુરો વિનાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ જેમ યહોવાહે મુસાને અજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે..
21 અને તે વેળાએ યહોશુઆએ જઈને પહાડી મુલકમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, ને યહુદાહના, આખા પહાડી મુલકમાંના, ને ઇસ્રાએલના અખા પહાડી મુલકમાંના અનાકીઓનો સંહાર કીધો; યહોશુઆએ તેઓનો તથા તેઓનાં નગરોનો પુરો વિનાશ કીધો.
22 ઇસ્રાએલપુત્રોના દેશમાં એકે અનાકીને રહેવા દીધો નહિ; માત્ર ગાઝ્ઝાહ, ગાથ ને અશ્દોદમાંજ કેટલાક રહ્યા.
23 યહોવાહે મુસાને જે સર્વ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આંખો દેશ લીધો; ને યહોશુઆએ તે દેશ ઇસ્રાએલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્સા પાડીને વતનને સારૂ વહેંચી આપ્યો અને દેશને લડાઈમાં આરામ મળ્યો.