2 ત્યારે તેઓ ઘણા બીધા, કેમકે ગિબઓન રાજકીય નગર જેવું મોટું નગર ને આય કરતાં મોટું હતું, ને તેના સર્વ માણસો બળવંત હતા.
3 અને યરૂશાલેમના રાજા અદોની-સેદેક હેબ્રોનના રાજા હોહામને, તથા યામૂર્થના રાજા પિરઆમને તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને સંદેશ મોકલ્યો કે,
4 મારી પાસે આવો, ને મને સહાય કરો, અને આપણે ગિબઓન પર આક્રમણ કરીએ; કેમકે તેણે યહોશુઆ સાથે ને ઇસ્રાએલપુત્રોની સાથે કરાર કર્યો હતો.
5 માટે યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યામૂર્થનો રાજા, લાખીશ નો રાજા અને એગ્લોનનો રાજા, એ અમોરીઓના પાંચ રાજા એકઠા મળ્યા ને તેઓની સામે ચઢાઈ કીધી. ચઢાઈ કરીને તેઓએ ગિબઓનની સામે છાવણી કીધી,
6 અને ગિબઓનના માણસોએ ગીલ્ગાલની છાવણીમાં યહોશુઆને સંદેશ મોકલ્યો કે, તું પોતાના દાસોને મદદ કરવામાં તારા હાથ લાંબો કર અને અમારી પાસે વહેલો આવ, ને અમને બચાવ, ને અમારી સહાય કર; કેમકે પહાડી મુલકમાં રહેનારા અમોરીઓના સર્વ રાજા એકઠા થઈને અમારા પર ચઢી આવ્યા છે.
7 તેથી યહોશુઆ પોતાની સાથે સર્વ લડવૈયા તથા સર્વ શૂરવીર પુરુષોને લઈને ગિલ્ગાલમાંથી ચઢી ગયો.
8 અને યહોવાહે યહોશુઆને કહ્યું, તેઓથી બીશ મા, કેમકે મેં તેઓને તારા હાથમાં આપ્યા છે; તેઓમાંનો કોઇ પુરૂષ તારી આગળ ટકનાર નથી.
9 માટે યહોશુઆ ગિલ્ગાલથી આખી રાત ચાલીને ઓચિંતો તેઓ પર આવી પડ્યો.
10 અને યહોવાહે ઇસ્રાએલની આગળ તેઓને હરાવ્યા, ને તેણે તેઓને ગિબઓન આગળ મારીને તેઓનો મોટો સંહાર કીધો, અને બેથ-હોરોન ઘાટના રસ્તામાં તેઓએ તેઓની પાછળ લાગીને અઝેકાહ સુધી ને માક્કેદાહ સુધી તેઓને માર્યા.
11 અને તેઓ ઇસ્રાએલની આગળથી નાસતાં બેથ-હોરોનના ઢોળાવ પર આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકાહ સુધી યહોવાહે તેઓ ઉપર આકાશમાંથી મોટા પત્થર ફેંક્યા, ને તેઓ માર્યા ગયા; જેઓને ઇસ્રાએલપુત્રોએ તરવારથી મારેલાં હતા, તેમના કરતાં જેઓ કરાંથી માર્યા ગયા તેઓ વધારે હતા.
12 તે સમયે, એટલે યહોવાહી અમોરીઓને ઇસ્રાએલપુત્રોની આગળ સ્વાધીન કીધા તે દિવસે, યહોશુઆ યહોવાહ આગળ બોલ્યો; ને ઇસ્રાએલના દેખતાં તે બોલ્યો કે, સૂર્ય, ગિબઓન ઉપર તું સ્થિર રહે; ચંદ્ર, આયાલોનની ખીણ ઉપર તું સ્થિર રહે.
13 અને લોકોએ પોતાના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો ને ચંદ્ર થંભ્યો. એ યાશારના પુસ્તકમાં લખ્યું નથી શું? ને આકાશની મધ્યે સૂર્ય થોભ્યો અને આસરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળન ન કીધી.
14 તે દિવસના જેવો એક પણ દિવસ તેની પાછળ કે તેની આગળ થયો નથી, કે [જે દિવસે] યહોવાહે માણસની વાણી સાંભળી હોય; કેમકે ઇસ્રાએલને સારૂ યહોવાહ લડ્યો.
15 અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇસ્રાએલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા.
16 અને તે પાંચ રાજાઓ નાસીને માક્કેદાહની ગુફામાં સંતાયા.
17 અને યહોશુઆને કોઇએ કહ્યું કે, તે પાંચ રાજાઓ માક્કેદાહની ગુફામાં સંતાએલા મળ્યા છે.
18 અને યહોશુઆએ કહ્યું ગુફાના મ્હો પર મોટા પત્થરો ગબડાવીને નાખો, ને એની પાસે તેઓની ચોક્કી કરવાને માણસોને રાખો;
19 પણ તમે થોભશો મા; પોતાના શત્રુઓની પાછળ લાગીને તેઓમાંથી સૌથી પાછળનાઓને મારો, તેઓના નગરોમાં તેઓને પેસવા દેશો મા, કેમકે તમારા દેવ યહોવાહે તેઓને તમારા હાથમાં આપ્યાં છે.
20 અને જયારે યહોશુઆ તથા ઇસ્રાએલપુત્રો તેઓનો વિનાશ થયો ત્યાં સુધી મોટી કતલથી તેઓનો સંહાર કરી રહ્યા, અને તેઓમાંના બાકીના બચી ગએલા કોટવાળાં નગરોમાં પેસી ગયા,, ત્યારે એમ થયું કે,
21 સર્વ લોક માક્કેદાહની છાવણીમાં યોહોશુઆ પાસે સહીસલામત પાછા આવ્યા; ઇસ્રાએલપુત્રોમાંના કોઈની વિરુદ્ધ કોઇએ પોતાની જીભ હલાવી નહિ.
22 ત્યારે યહોશુઆએ કહ્યું, ગુફાનું મ્હો ઉઘાડીને તે પાંચ રાજાને ગુફામાંથી મારી પાસે કાઢી લાવો.
23 અને તેઓએ તેમ કીધું, ને યરૂશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યામૂર્થના રાજાને, લાખીશના રાજાને, એગ્લોનના રાજાને, એ પાંચ રાજાઓને તેઓ ગુફામાંથી તેની પાસે કાઢી લાવ્યા.
24 અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇસ્રાએલના સર્વ માણસોને બોલાવ્યા, અને લડવૈયા માણસોના સરદારો જેઓ તેની સાથે ગયા હતા, તેઓને કહ્યું કે, પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મુકો, ને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મુક્યા.
25 અને યહોશુઆએ તેઓને કહ્યું, બીહો મા, તથા ગભરાઓ મા; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમકે તમારા જે શત્રુઓ સાથ્હે તમે લડશો તે સર્વને યહોવાહ એમજ કરશે.
26 અને ત્યાર પછી યહોશુઆએ તેઓને મારીને ઠાર કર્યા; ને તેઓને પાંચ ઝાડ પર ટાંગ્યા; ને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાએલા રહ્યા.
27 અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી, તે મુજબ તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને, જે ગુફામાં તેઓ સંતાયા હતા, તેમાં તેઓને નાખ્યા, ને ગુફાના મ્હો પર મોટો પત્થરો મુક્યા, તે આજ સુધી છે.
28 અને તે દિવસે યહોશુઆએ માક્કેદાહ લીધું, ને તેને તથા તેના રાજાને તરવારની ધારથી માર્યાં; તેણે તેઓનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો પૂરો વિનાશ કીધો, તેણે એકને જીવતું મુક્યું નહિ; ને જેમ તેણે યેરેખોના રાજાને કીધું હતું, તેમ તેણે માક્કેદાહના રાજાને કીધું.
29 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇસ્રાએલ માક્કેદાહથી લિબ્નાહમાં ગયા, ને લિબ્નાહની સામે લડાઇ કીધી;
30 ને યહોવાહે તેને ને તેના રાજાને પણ ઇસ્રાએલના હાથના આપ્યાં;ને તેણે તેને ને તેમાંના સર્વ પ્રાણીઓને તરવારની ધારથી માર્યા; તેમાંના એકેને તેણે જીવતું મુક્યું નહિ; અને જેમ તેણે યેરેખોના રાજાને કીધું હતું, તેમ તેને તેના રાજાને કીધું.
31 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇસ્રાએલ લિબ્નાહથી લાખીશમાં ગયા,અંને તેની સામે છાવણી કરીને તેની સામે લડાઇ કીધી;
32 ને યહોવાહે લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપ્યું, ને બીજે દિવસે તેણે તે લીધું, ને જે બધું તેણે લિબ્નાહને કીધું હતું, તે પ્રમાણે તેણે તેને તથા તેમાંના સર્વ પ્રાણીઓ તરવારની ધારથી માર્યા.
33 ત્યારે ગેઝેરનો રાજા હોરામ લાખીશની સહાય કરવાને ચઢી આવ્યો; અને યહોશુઆએ તેને ને તેના લોકોને એટલે સુધી માર્યા, કે તેના કોઈને તેણે જીવતું મુક્યું નહિ.
34 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇસ્રાએલીઓ લાખીશથી એગ્લોન ગયા; ને તેઓએ તેની સામે છાવણી કરીને તેની સામે લડાઇ કીધી;
35 ને તેજ દિવસે તેઓએ તે લીધું, ને તેને તરવારની ધારથી માર્યું, ને તેણે લાખીશને કીધું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ પ્રાણીઓ તેજ દિવસે તેણે વિનાશ કીધો.
36 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇસ્રાએલ એગ્લોન છોડીને હેબ્રોનમાં આવ્યા; ને તેઓએ તેની સામે લડાઇ કીધી;
37 ને તેઓએ તે લીધું, ને તેણે તથા તેના રાજાને તથા તેના સર્વ નગરોને તથા તેમાંના સર્વ પ્રાણીઓને તરવારની ધારથી માર્યા; જે સઘળું તેણે એગ્લોનને કીધું હતું તે પ્રમાણે તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; પણ તેણે તેનો તથા તેમાંનો સર્વ પ્રાણીઓ પુરો નાશ કીધો.
38 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇસ્રાએલ પાછા વળીને દબીરમાં આવ્યા, ને તેની સામે લડાઇ કીધી.
39 ને તેણે તેને, ને તેના રાજાને, ને તેના સર્વ નગરોને લીધાં, ને તેઓએ તેઓને તરવારની ધારથી માર્યાં, ને તેમાંના સર્વ પ્રાણીનો પુરો નાશ કીધો; તેણે કોઈને જીવતું મુક્યું નહિ; જેમ હેબ્રોનને તેણે કીધું હતું, વળી જેમ તેણે લિબ્નાહને ને તેના રાજાને કીધું હતું, તેમ તેણે દબીરને ને તેના રાજાને કીધું.
40 એમ યહોશુઆએ સઘળાં દેશને, એટલે મુલકને તથા નેગેબને, તથા નીચ પ્રદેશને, તથા ઢોળાવને તથા તેઓના સર્વ રાજાઓને માર્યા; તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; પણ જેમ ઇસ્રાએલના દેવ યહોવાહે આજ્ઞા અઆપી હતી, તેમ સર્વ શ્વાસોચ્છવાસ લેનારનો પુરો વિનાશ કીધો.
41 અને કાદેશ-બાર્નેઆથી ઝાઝઝાહ સુધી તેઓને, તથા ગિબઓન સુધી ગોશેનના આખા દેશને, યહોશુઆએ માર્યા.
42 અને એ સર્વ રાજાઓને, ને એઓના દેશને યહોશુઆએ એકજ વેળાએ કબજે કીધા, કેમકે ઇસ્રાએલનો દેવ યહોવાહ ઇસ્રાએલ સારૂ લડતો હતો.
43 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇસ્રાએલ ગિલ્ગાલની છાવણીનમાં પાછા આવ્યા.