2 ઉઠ, મોટા નગર નીનવેહમાં જઈને જે બોધ હું તને ફરમાવું તે બોધ તેને કર.
3 એ માટે યૂના ઉઠીને યહોવાહના વચન પ્રમાણે નીનવેહ ગયો. નીનવેહ તો અતિ મોટું, એટલે ત્રણ દિવસની મજલ જેટલા ઘેરાવાનું નગર હતું.
4 અને યૂનાએ શરૂઆત્મા નગરમાં એક દિવસની મજલ જેટલો પ્રવેશ કીધો, ને તેણે બૂમ પાડીને કહ્યું કે, ચાળીસ દિવસ પછી નીનવેહનો નાશ થશે.
5 અને નીનવેહના લોકોએ દેવ પર વિશ્વાસ કીધો, ને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો, ને મોટામાં મોટાથી ને નાનામાં નાના સુધી સર્વેએ તાટ પહેર્યું.
6 અને એ ખબર નીનવેહના રાજાને પહોંચી એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો, ને પોતાનો જામો પોતાના અંગ પરથી કાઢી નાખીને ને પોતાને અંગે તાટ પહેરીને રાખમાં બેઠો.
7 અને રાજાના તથા તેના અમીરોના કીધેલા ઠરાવ પ્રમાણે તેણે નીનવેહમાં સર્વત્ર ઢંઢેરા પિટાવ્યો કે, માણસ તેમજ પશુ, ઢોર તેમ ઘેટાંબકરાં કંઈ પણ ચાખે નહિ; તેઓ ખાય નહિ તેમ પાણી પણ પીએ નહિ;
8 પણ માણસ તથા પશુ બન્ને તાટ ઓઢે, ને તેઓ દેવ આગળ મોટેથી પોકાર કરે; હા, તેઓ સર્વ પોતપોતાના ભુંડા માર્ગથી તથા પોતપોતાના હાથના જોરજુલમથી ફરે.
9 કદાચિત દેવ વિચાર બદલીને પશ્ચાતાપ કરે, ને પ્તાનો સખ્ત રોષ તજી દે, ને એમ આપણો નાશ ન થાય.
10 અને તેઓનાં કામ દેવે જોયાં કે તેઓ પોતાના ભુંડા માર્ગોથી ફર્યા; ને તેઓ ઉપર જે આપત્તિ આણવાનું દેવે કહ્યું હતું, તે વિષે તેને પશ્ચાતાપ થયો; ને તેણે તે અમલમાં ન આણ્યું.