2 અને તેણે કહ્યું, મારા વિપત્તિના કારણથી મેં યહોવાહને વિનંતી કીધી, ને તેણે મને ઉત્તર આપ્યો; શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તે મારો સાદ સાંભળ્યો.
3 કેમકે તેં મને ઉંડાણમાં, સમુદ્રના ભિતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું; તારાં સઘળાં મોજાંઓ ને તારી છોળો મારા પર ફરી વળી
4 અને મેં કહ્યું કે, હું તારી નજર આગળથી ફેંકી દેવાયો છું; તોપણ હું ફરીથી તારા પવિત્ર મંદિર તરફ જોઇશ.
5 પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારા જીવ સુધી ફરી વળ્યાં; મારી આસપાસ ઉંડાણ હતું; મારા માથાની આસપાસ ખડ વીંટાઈ ગયું.
6 હું પર્વતોના તળિયા સુધી ઉતરી ગયો; પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે વાસી દીધી; તોપણ, હે મારા દેવ યહોવાહ, તે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.
7 મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાહનું સ્મરણ કીધું; ને મારા પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી.
8 જેઓ જુઠી પોકળ બાબતો વિષે કાળજી રાખે છે તેઓ પોતા પરની કૃપા તજી દે છે.
9 પણ હું ઉપકારસ્તુતિ નાદસહિત તને યજ્ઞ ચઢાવીશ; હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાહથી છે.
10 અને યહોવાહે માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી કાઢ્યો.