2 અને તેણે યહોવાહની પ્રાર્થના કરતાં કહ્યું, હે યહોવાહ, હું તારી પ્રાર્થના કરૂં છું કે, હજી તો હું મારા દેશમાં હતો ત્યારનું મારૂં કહેવું એ નહોતું શું? તે માટે તાર્શીશ નાઈ જવા મેં ઉતાવળ કીધી; કેમકે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરૂણાસંપન્ન, ક્રોધ કરવો ધીમો ને ઘણો દયાળુ, એવો દેવ છે, ને વિઅપ્ત્તિ વિષે તને પશ્ચાતાપ થાય છે.

3 તે માટે, હે યહોવાહ, હવે કૃપા કરી મારો જીવ મારામાંથી લઇ લે, કેમકે જીવવા કરતાં મરવું એ મારે માટે વધારે સારૂ છે.

4 અને યહોવાહે કહ્યું કે, ગુસ્સે થવું એ તું સારૂ કરે છે શું?

5 ત્યારે યૂના નગરની બહાર નીકળીને નગરની પૂર્વ બાજુએ બેઠો, ને ત્યાં પોતાને કાજે માંડવો કરીને નગરનું શું થશે તે જોવાને રાહ જોતો તેની તળે બેઠો.

6 અને યહોવાહ દેવે એક કીકાયોનવેલો તૈયાર કર્યો, ને તેને ઉગાવીને યૂનાની ઉપર ઝઝુમાવ્યો, એ સારૂ કે તે તેના માથા પર છાયો કરીને તેની દુઃખત સ્થિતિ નિવારે. તેથી યૂના એ કીકાયોનવેલાને લીધે અત્યંત હરખાયો.

7 પણ બીજે દિવસે સવાર થતાં દેવે એક કીધો તૈયાર કીધો, ને તેણે કીકાયોનવેલાને ઉપદ્રવ કીધાથી તે સુકાઈ ગયો.

8 અને સૂર્ય ઉગતાં એમ થયું કે, દેવે પૂર્વ તરફની લૂ તૈયાર કીધી; ને યૂનાના માથા પર એટલો તડકો લાગ્યો કે તેને મૂર્છા આવી, ને પોતાને સારૂ મોત માગતાં તેણે કહ્યું કે, જીવવા કરતાં મરવું એ મારે માતે સારૂ છે.

9 અને દેવે યૂનાને કહ્યું, મોત સુધી પપન હું ગુસ્સે થાઉં તો વાજબી છે.

10 અને યહોવાહે કહ્યું, જે કીકાયોનવેલાને સારૂ તેં મહેનત નથી કરી, ને ઉગાવ્યો પણ નથી, જે એક રાતમાં ઉગ્યો ને બીજી રાતમાં નાશ પામ્યો, તેના પર તને દયા આવે છે;

11 તો આ મોટું નગર નીનવેહ કે જેની અંદર એક લાખ ને વીસ હજાર એવા લોક છે કે જેઓ એટલું નથી જાણતા કે પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ લ્યો, ને વળી જેની અંદર ઘણા ઢોરઢાંક છે, તેના પર મને દયા ન આવે શું?