1 અને દેશમાં દુકાળ ભારે હતો.

2 અને એમ થયું, કે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા, ત્યારે તેઓના બાપે તેઓને કહ્યું કે, તમે ફરીથી જઈને આપણે સારૂ થોડું અન્ન વેચાતું લો.

3 અને યહુદાહે તેને કહ્યું, તે માણસે અમને તાકીદ કરીને કહ્યું હતું કે, જો તમારો ભાઈ તમારી સાથે નહિ હોય, to તમે મારું મુખ નહિ જોશો.

4 જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે to અમે જઈને તારે સારૂ અન્ન વેચાતું લઈએ.

5 પણ જો તું તેને નહિ મોકલે to મે નહિ જઈશું; કેમકે તે માણસે અમને કહ્યું છે કે, તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, to તમે મારું મુખ નહિ જોશો.

6 અને ઇસ્રાએલે કહ્યું કે, અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારું ભુંડું કેમ કીધું?

7 અને તેઓએ કહ્યું, અમારા વિષે તથા અમારા કુટુંબ વિષે તે માણસે પડપૂછ કીધી, કે શું તમારો ભાઈ હજુ જીવે છે? તમારો બીજો કોઈ ભાઈ છે? ને તે વાત પ્રમાણે અમે તેને ઉત્તર આપ્યો; અમે શું જાણીએ કે તે એમ કહેશે કે તમારા ભાઈને અહિ લાવો?

8 અને યહુદાહે તેના બાપ ઇસ્રાએલને કહ્યું, મરી સાથે છોકરાને મોકલ; ને અમે ચાલી નિકળીએ, કે અમે અને તું અને આપણા છોકરાં જીવતાં રહીએ ને મરીએ નહિ.

9 હું તેનો જામીન થાઉં છું; તું તેને મારા હાથથી માગજે; જો હું તારી પાસે તેને ન લાવું, ને તારી આગળ રજુ ન કરું, to તેનો દોષ સદા મારા પર રહે.

10 કેમકે જો અમે આટલી ખોટી થયા ન હોત to ખચિત અમે અત્યારમાં બીજી વાર પાછા જઈ આવ્યા હોત.

11 અને તેઓના બાપ ઇસ્રાએલે તેઓને કહ્યું, ત્યારે એમ હોય, to આમ કરો, આ દેશના કંઈ ઉત્તમ ફળ તમારા વાસણમાં લઇ લો; ને તે માણસને સારૂ ભેંટ લઇ જાઓ, એટલે થોડો ગુગળ, થોડું મધ, કેટલુંક સુગંધિઓદ્રવ્ય તથા બોળ તથા પિસ્તા તથા બદામ.

12 અને બમણું નાણું તમારા હાથમાં લઇ જાઓ, ને તમારી ગુણોનાં મ્હોડામાં જે નાણું પાછું આવ્યું છ તે ફરીથી તમારા હાથમાં લો, કદાચ ભૂલ થઇ હશે.

13 અને તમારા ભાઈને લઈને ઉઠો, ને તે માણસ પાસે પાછા જાઓ.

14 અને સર્વસમર્થ દેવ તે માણસની આગળ તમને કૃપા આપો, કે તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મોકલી દે; જો હું નિઃસંતાન થયો to થયો.

15 અને તે માણસોએ તે ભેંટ લીધી, ને તેમના હાથમાં બમણું નાણું લીધું, અને બિન્યામીનને સાથે લીધો,ને ઉઠીને મિસરમાં ગયા, ને યુસફ આગળ આવી ઉભા રહ્યા.

16 અને યુસફે તેઓની સાથે બિન્યામીનને દીઠો, ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, આ માણસોને ઘેર લઇ જા, ને કંઈ મારીને તૈયાર કર, કેમકે આ માણસો બપોરે મારી સાથે જમશે.

17 અને યુસફે જેમ કહ્યું તેમ તે માણસે કીધું; એટલે તે માણસ યુસફના ઘેર તે માણસોને લઇ ગયો.

18 અને તે માણસોને યુસફને ઘેર આણ્યા, માટે તેઓ બીધા, ને બોલ્યા, જે નાણું પહેલી વાર આપણી ગુણોમાં પાછુ આપ્યું તેને લીધી તે આપણે માંહે લાવ્યો છે, કે તે આપણી વિરુદ્ધ બહાનું શોધે, ને આપણા પર તૂટી પડે, ને આપણે ગુલામ કરી લે, તથા આપણા ગધેડાં પણ લે.

19 અને તેઓ યુસફના ઘરના કારભારી પાસે આવ્યા, ને તેની સાથે ઘરમાં બારણા પાસે વાતચિત કીધી,

20 અને કહ્યું, ઓ અમારી ઘણી, અમે ખરેખર ખાવાનું વેચાતું લેવાને પહેલવહેલા આવ્યા હતા.

21 અને એમ થયું, કે અમે ઉતારે આવ્યા ત્યારે અમે પોતાનો ગુણો ઉઘાડી, ને જુઓ, હરેક માણસનું નાણું તેની ગુણના મ્હોડામાં તોલ પ્રમાણે પૂરેપૂરું હતું; અને તે અમે અમારા હાથમાં પાછુ લાવ્યા છીએ.

22 અને ખાવાનું વેચાતું લેવાને અમે અમારા હાથમાં બીજું નાણું લાવ્યા છીએ; ને અમારી ગુણોમાં તો નાણું કોણે ઘાલ્યું, એ અમે નથી જાણતા.

23 અને તેણે કહ્યું, તમે કુશળ રહો, તમે બીહો મા, તમારા તથા તમારા બાપના દેવે તમારી ગુણોમાં તમને સંપત આપી છે, તમારાં નાણા મને પહોંચ્યાં; અને તે તેઓની પાસે શિમઓનને બહાર લાવ્યો.

24 અને તે માણસ યુસફના ઘરમાં તે માણસોને લાવ્યો, ને તેમણે પાણી આપ્યું, ને તેઓ પગ ધોયા; ને તેણે તેઓના ગધેડાને ચારો આપ્યો.

25 અને યુસફના બપોરે આવ્યા અગાઉ તેઓએ ભેંટ તૈયાર કીધી; કેમકે તેઓને ત્યાં જમવાનું હતું એમ તેઓએ સાંભળ્યું હતું.

26 અને યુસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેંટ હતી તે તેની પાસે ઘરમાં લાવ્યા; ને ભૂમિ લગી નમીને પ્રણામ કીધા.

27 અને તેણે તેઓની ખબર પૂછી, ને કહ્યું, તમારો બાપ એટલે જે વડીલ વિષે તમે કહ્યું, તે શું કુશળ છે? તે શું હજી જીવે છે?

28 અને તેઓએ ઉત્તર દીધો, તારો દાસ અમારો બાપ કુશળ છે, હજી જીવે છે; ન તેઓએ નમીને પ્રણામ કીધા.

29 અને તેણે આંખો ઉંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે પોતાના માના દીકરાને જોયો, ને કહ્યું, તમારો નાનો ભાઈ જેના વિષે તમે મને કહ્યું હતું તે શું આ છે? ને તેણે કહ્યું, મારા દીકરા, દેવ તારા પર કૃપા કરો.

30 અને યુસફે ઉતાવળ કીધી, કેમકે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું, નર તેણે રડવાનું ઠેકાણું શોધ્યું; ને પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડ્યા.

31 અને તેણે પોતાનું મુખ ધોયું; ને બહાર આવ્યો ને દીબો સમાવીને કહ્યું, રોટલી પિરસો.

32 અને દાસોએ તેને સારૂ તથા તેઓને સારૂ તથા જે મિસરીઓ તેની સાથે જમતા તેઓને સારૂ જુદું જુદું પીરસ્યું; કેમકે હેબ્રીઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમકે મિસરીઓને જમતા નથી, કેમકે મિસરીઓને તે અમંગળપણું લાગે છ.

33 અને તેઓ તેની સામા, વડો પોતાના જ્યેષ્ઠપણા પ્રમાણે, તથા નાનો પોતાની નાની વાય પ્રમાણે, બેઠો, ને તેઓ માંહોમાંહે વિસ્મિત થયા.

34 અને તેણે પોતાની આગળના વાનાંમાંથી લઈને તેઓની આગળ ધર્યા; પણ હરેકના ભાણા કરતા બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; ને તેઓએ પીધું, ને તેની સાથે આનંદ કીધો.