1 અને યાકૂબે જોયું કે મિસરમાં અનાજ છે, ત્યારે યાકૂબે તેના દીકરાઓને કહ્યું, તમે એકબીજા ભણી કેમ જુઓ છો?
2 ને તેણે કહ્યું, જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે; ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે સારૂ વેચાતું લાવો, કે આપણે જીવીએ, ને મારીએ નહિ.
3 અને યુસફના દસ ભાઈ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા.
4 પણ યુસુફના ભાઈ બિન્યામીનને તેના ભાઈઓની સાથે યાકૂબે મોકલ્યો નહિ; કેમકે તેણે કહ્યું, રખે તેના પર કંઈ વિધ્ન આવી પડે.
5 અને ઇસ્રાએલના દીકરા બીજા આવનારાઓની સાથે વેચાતું લેવાને આવ્યા; કેમકે કનાન દેશમાં દુકાળ હતો.
6 અને તે દેશનો અધિપતિ યુસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચતું આપનાર તેજ હતો, ને યુસફના ભાઈ આવ્યા, ને તેઓએ ભોયં લગી માથા નમાવીને તેને દંડવત કીધા.
7 અને યુસફે પોતાના ભાઈઓને જોઇને તેઓને ઓળખ્યા; પણ પારકાની પઠે તેઓની સાથે વર્ત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કીધી; ને તેઓને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? ને તેઓએ તેને કહ્યું, કનાન દેશથી ખાવાનું વેચાતું લેવાને આવ્યા છીએ.
8 અને યુસફે તેના ભાઈઓને ઓળખ્યા; પણ તેઓએ તેને ન ઓળખ્યા.
9 ને યુસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યા હતા, તે તેને સાંભર્યા; ને તેણે તેઓને કહ્યું, તમે જાસુસ છે; દેશનું નાગાપણું જોવાને આવ્યા છો.
10 અને તેઓએ તેને કહ્યું, સાહેબ, એમ નહિ, પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે.
11 અમે સર્વ એક માણસના દીકરા છીએ, અમે સાચા છીએ, તારા દાસો જાસુસ નથી.
12 અને તેણે તેઓને કહ્યું, એમ નહિ, પણ દેશનું નાગાપાણું જોવાને તમે આવ્યા છો.
13 અને તેઓ બોલ્યા, તારા દાસો બાર ભાઈ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ, ને જુઓ, નાન ભાઈ આજ અમારા બાપની પાસે છે, ને એકનો તો પત્તો નથી.
14 અને યુસફે તેઓને કહ્યું, જે મેં તમને કહ્યું, કે તમે જાસુસ છો, તે તેમજ છે.
15 આથી તમારી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ હિયાં આવ્યા વિના તમે હિયાંથી જવા પામશો નહિ.
16 તમે તમારામાંથી એકને મોકલો, ને તે તમારા ભાઈને લઇ આવે, પણ તમને કેદ રાખવામાં અઆવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારુનના જીવના સમ [ખાઈને કહું છું] કે તમે જાસુસજ છો.
17 અને તેણે ત્રણ દહાડા લાગી તેઓને તુરંગમાં એકઠાં રાખ્યાં.
18 અને ત્રીજે દહાડે યુસફે તેઓને કહ્યું, તમે આમ કરો ને જીવો, કેમકે હું દેવથી બીહું છું.
19 જો તમે સાચા હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે, ને તમે જાઓ, ને તમારા ઘરના દુકાળને લીધે અનાજ લઇ જાઓ.
20 અને તમારા નાના ભાઈને મારી પાસે લાવો, તેથી તમારી વાત સાચી ઠરશે, ને તમે નહિ મારશો. અને તેઓએ એમ કીધું.
21 અને તેઓએ માંહોમાંહે કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ, કેમકે જયારે તેણે કાલાવાલા કીધા, ને આપણે તેના જીવનું દુઃખ જોયું, ત્યારે આપણે નહિ સાંભળ્યું; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.
22 અને રેઉબેન તેઓને ઉત્તર દઈને બોલ્યો, શું મેં તમને કહ્યું ન હતું, કે આ છોકરાં સંબંધી પાપ ન કરો? પણ તમે ન માન્યું; તે માટે હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.
23 અને યુંઅફ અમારી વાત સમજે છે, તે તેઓએ જાણ્યું નહિ, કેમકે તેઓ વચ્ચે દુભાષિયો હતો.
24 અને તે તેઓની પાસેથી ફરી જઈને રડ્યો, ને તેઓની પાસે પાછો આવીને તેઓની સાથે વાત કીધી, ને તેઓમાંથી શિમઓનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
25 અને યુસફે તેઓને ગુણો અનાજથી ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછુ મુકવાની, તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની આજ્ઞા આપી; ને તેઓને સારૂ એ પ્રમાણે કરવામાં આવ્યું.
26 અને તેઓ પોતાના ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા.
27 અને ઉતારામાં તેઓમાંના એક પોતાના ગધેડાને દાણા ખવાડવાને પોતાની ગુણ છોડી, ત્યારે તેણે પોતાનું નાણું દીઠું; કેમકે, જુઓ, તે to તેની ગુણના મ્હોડામાં હતું.
28 ને તેને પોતાના ભાઈઓને કહ્યું, મારું નાણું મને પાછુ મળ્યું છે; ને જુઓ, તે મારી ગુણમાં છ. અને તેઓ મનમાં ગભરાયા; ને તેઓ થરથરતા માંહોમાંહે બોલ્યા, દેવે આપણે આ શું કર્યું છે?
29 અને તેઓ કનાન દેશમાં તેઓના બાપ યાકૂબ પાસે આવ્યા, ને તેઓને જે થયું હતું તે સર્વની કાર તેને આપી કહ્યું,
30 કે જે માણસ તે દેશનો ઘણી છે તેણે અમને કઠોર વચનો કહ્યાં, ને અમને દેશના જાસુસ ગણ્યા.
31 અને અમે તેને કહ્યું કે, અમે સાચા માણસ છીએ, અમે જાસુસ નથી.
32 અને બાર ભાઈ અમારા બાપના દીકરા છીએ; એકનો to પત્તો નથી, ને નાનો અમારા બાપની પાસે હાલ કનાન દેશમાં છે.
33 અને તે માણસે એટલે દેશના ઘણીએ અમને કહ્યું , એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો, તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો, ને તમે તમારા ઘરનાં દુકાળને સારૂ અનાજ લઈને વિદાય થાઓ.
34 ને તમે તમારા નાના ભાઈને મારી પાસે લાવો; ત્યારે તમે જાસુસ નથી, પણ સાચા માણસ છો, એમ હું જાણીશ, અને હું તમારો ભા તમને પાછા આપીશ, ને તમે આ દશમાં વેપાર કરશો.
35 અને એમ થયું કે તેઓ પોતાની ગુણો ખાલી કરતા હતા ત્યારે, જુઓ, પ્રત્યેક માણસના નાણાની થેલી તેની ગુણમાં હતી; અને તેઓ તથા તેઓના બાપ તેઓના નાણાની થેલીઓ જોઇને બીધા.
36 અને તેઓના બાપ યાકૂબે તેઓને કહ્યું, તને પુત્રહીન કીધો છે; યુસફ નથી, ને શિમઓન પણ નથી, ને વળી બિન્યામીનને લઇ જાઓ છો; એ સર્વ મારે ઉલટું છે.
37 અને રેઉબેને તેના બાપને કહ્યું, તેને તારી પાસે પાછો ન લાવું to મારા બે દીકરાને મારી નાખજે, તેને મારા હાથમાં સોંપ, ને હું તેને તારી પાસે પાછો લાવીશ.
38 પણ તેણે કહ્યું, મારો દીકરો તમારી સાથે નહિ આવે કેમકે તેઓ ભાઈ મરી ગયો છે, ને તે એકલો રહ્યા છે, ને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેને વિઘ્ન થાય, to તમે મારા પળિયાં શોકને પારે ઘોરમાં ઉતારશો.