1 અને એસાવ (એટલે અદોમ) ની વંશાવળી આ છે.
2 એસાવે પોતાની બાયડીઓ કનાનીઓની દીકરીઓમાંથી લીધી, એટલે અદાહ જે એલોન હિત્તીની દીકરી તી, તથા ઓહલીબામાહ જે સિબઓન હિવ્વીની દીકરી અનાહતી દીકરી હતી તેને;
3 ને બાસમાથ જે ઈશ્માએલની દીકરી, નાબાયોથની બહેન તેને.
4 અને આદાહને પેટે એસાવને અલીફાઝ થયો, ને બાસમાથને પેટે રેઉએલ થયો.
5 અને ઓહલીબામાહને પેટે યેઉશ તથા યાલામ તથા કોરાહ થયા; એસાવને કનાન દેશમાં જે દીકરા થયા હતા તે એ હતા.
6 અને એસાવ પોતાની બાયડીઓ, તથા પોતાના દીકરા, તથા પોતાની સર્વ ઢોરઢાંક, તથા પોતાની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને પોતાના ભાઈ યાકોબની પાસેથી બીજા દેશમાં ગયો.
7 કેમકે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા, ને તેઓના પ્રવાસનો દેશ તેઓના જાનવરને લીધે તેઓનો નિભાવ કરી ન શક્યો.
8 અને એસાવ સેઈર પહાડ પર રહ્યા; એસાવ તેજ અદોમ છે.
9 અને સેઈર પહાડ પરના અદોમ લોકનો બાપ, જે એસાવ તેનો વંશ એ છે.
10 એસાવના દીકરાઓના નામ આ છે; એસાવની બાયડી આદાહનો દીકરો અલીફાઝ, ને એસાવની બાયડી બાસમાથનો દીકરો રેઉએલ.
11 અને તેમાન, ઓમાર, સફો તથા ગાતામ, તથા કનાઝ, એ અલીફાઝના દીકરા હતા.
12 અને એસાવના દીકરા અલીફાઝની ઉપપત્ની તિમ્ના હતી; ને તેને અલીફાઝથી અમાલેક થયો, એસાવની બાયડી આદાહના દીકરા એ છે.
13 અને રેઉએલના દીકરા નાહાથ, ઝેરાહ, શામ્માહ તથા મીઝ્ઝાહ; એ એસાવની બાયડી બાસમાથના દીકરા હતા.
14 અને સિબઓનની દીકરી અનાહની દીકરી ઓહલીબામાહ જે એસાવની બાયડી તેના દીકરા એ છે; તેને એસાવથી યેઉશ તથા યાલામ તથા કોરાહ થયા.
15 એસાવના દીકરાઓમાંના આ સરદાર હતા; એસાવના જ્યેષ્ઠ દીકરા અલીફાઝના દીકરા, તેમાન સરદાર, ઓમાર સરદાર, સફો સરદાર, કનાઝ સરદાર,
16 કોરાહ સરદાર, ગાતામ સરદાર, અમાલેક સરદાર; જે સરદારો અલીફાઝથી અદોમ દેશમાં થયા, તેઓ એ છે; એ આદાહના દીકરા હતા.
17 અને એસાવના દીકરા રેઉએલના દીકરા આ છે, નાહાથ સરદાર, ઝેરાહ સરદાર, શામ્માહ સરદાર, મીઝ્ઝાહ સરદાર; એ સરદારો રેઉએલથી અદોમ દેશમાં થયા; એ એસાવની બાયડી બાસમાથના દીકરા છે.
18 અને એસાવની બાયડી ઓહલીબામાહના દીકરા આ છે; યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરાહ સરદાર; એ સરદારો એસાવની બાયડીઓહલીબામાહ જે અનાહની દીકરી તેને થયા.
19 એસાવના દીકરા ને તેઓના સરદારો એ છે; એસાવ એજ અદોમ છે.
20 અને સેઈર હોરીના દીકરા, જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે; એટલે લોટાન તથા શોબાલ, તથા સિબઓન, તથા અનાહ,
21 તથા દીશોન, તથા એસેર, તથા દિશાન; એ સરદારો સેઈરના દીકરા જે હોરીઓ હતા તેઓથી અદોમ દેશમાં થયા.
22 અને લોટાનના દીકરા હોરી તથા હેમામ હતા; ને લોટાનની બહેન તિમ્ના હતી.
23 અને શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન તથા માનાહાથ તથા એબાલ તથા શફો તથા ઓનામ.
24 અને સિબઓનના દીકરા આ છે, એટલે આયાહ તથા અનાહ; જે અનાહને પોતાના બાપ સિબઓનનાં ગધેડાં ચરાવતા રણમાં ઉન્હા ઝરાઓ જડ્યા, તેજ એ છે.
25 અને અનાહનાં છોકરા આ છે, એટલે દીશોન તથા અનાહની દીકરી ઓહલીબામાહ.
26 અને દીશોનના દીકરા આ છે, એટલે હેમ્દાન તથા એશ્બાન તથા ચિથ્રાન તથા ખરાન.
27 અને એસેરના દીકરા આ છે, એટલે બિલ્હાન, તથા ઝાઅવાન, તથા અકાન.
28 અને દીશાનના દીકરા આ છે, એટલે ઉસ તથા અરાન.
29 હોરીઓથી જે સરદારો થયા તે આ છે, એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર,
30 દીશોન સરદાર, એસેર સરદાર, દિશાન સરદાર; સેઈર દેશના સરદારો પ્રમાણે જે સરદારો હોરીઓથી થયા તે આ છે.
31 અને ઇસ્રાએલપુત્ર પર કોઈ રાજાએ રાજ્ય રાજ્ય કર્યા અગાઉ, અદોમ દેશમાં જે રજાઓ રાજ્ય કરતા હતા તે એ છે.
32 અને બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો, ને તેના શહેરનું નામ દીનહાબાહ હતું.
33 અને બેલા મરણ પામ્યો, ને તેને ઠેકાણે બોસરાહમાંના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો.
34 અને યોબાબ મુઓ, ને તેને ઠેકાણે તેમાન દેશના હૂશામે રાજ્ય કર્યું.
35 અને હૂશામ મુઓ, ને તેને ઠેકાણે બદાદના દીકરા હદાદે રાજ્ય કીધું; તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો; ને તેના શહેરનું નામ અવીથ હતું.
36 અને હદાદ મુઓ, ને તેને ઠેકાણે માસરેકાહુમાંના સામ્લાહે રાજ્ય કર્યું.
37 અને સામ્લાહ મુઓ, ને તેને ઠેકાણે નદી પાસેના રહોબોથના શાઉલે રાજ્ય કીધું.
38 અને શાઉલ મુઓ, ને તેને ઠેકાણે આખ્બોરના દીકરા બાઆલહાનાને રાજ્ય કર્યું.
39 અને આખ્બોરનો દીકરો બાઆલહાનાન મુઓ, ને તેને ઠેકાણે હદારે રાજ્ય કીધું; ને તેના શહેરનું નામ પાઉં હતું; ને તેની બાયડીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની દીકરી માટરેદની દીકરી હતી.
40 અને એસાવથી જે સરદારો થયા તેઓના નામ, પોતપોતાનાં કુટુંબ તથા જગ્યાઓ પ્રમાણે, તેઓનાં નામો આ છે; તિમ્નાહ સરદાર, આલ્વાહ સરદાર, યથેથ સરદાર,
41 ઓહલીબામાહ સરદાર, એલાહ સરદાર, પીનોન સરદાર,
42 કનાઝ સરદાર, તેમાન સરદાર, મીબ્સાર સરદાર,
43 માગ્દીએલ સરદાર, ઈરામ સરદાર; એ પોતપોતાના વતનના દેશ પ્રમાણે અદોમના સરદારો છે; અદોમ લોકોનો બાપ તેજ એસાવ છે.