1 અને દેવે યાકૂબને કહ્યું, ઉઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે, ને તું પોતાના ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે દેવે તને દર્શન આપ્યું, તેને સારૂ ત્યાં તું વેદી બાંધ.
2 અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ પોતાની સાથે હતાં તેઓને કહ્યું, તમારામાં જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં લૂગડાં બદલો.
3 અને આપણે ઉઠીને બેથેલમાં જઈએ, ને જે દેવે મારા દુઃખને દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો હતો, તેમાં જે મરી સાથે રહ્યો હતો, તેને સારૂ ત્યાં હું વેદી બાંધીશ
4 અને તેઓએ પોતાના હાથમાં જે અન્ય દેવો હતા, તથા પોતાના કાનમાં કે કુંડળો હતા તે યાકૂબ્ન આપ્યાં, ને યાકૂબે શખેમની પાસે આલોન વૃક્ષ તળે તેઓને દાટી દીધાં.
5 અને તેઓ ચાલતાં થયાં; ને તેઓની ચારે ગમનાં નગરોમાં ભારે ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દીકરાઓની પૂઠે નહિ પાડ્યા.
6 અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સુદ્ધાં કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો
7 અને તેણે ત્યાં વેદી બાંધી, ને તે જગ્યાનું નામ એલ-બેથેલ પાડ્યું, કેમકે તે પોતાના ભાઈના મો આગળથી નાઠો, ત્યારે ત્યાં દેવે તેને દર્શન આપ્યું.
8 અને દબોરાહ રીબકાહની દાઈ મરી ગઈ, ને તેને બેથેલ પાસે અલોન વૃક્ષ તળે દાટી. અને તે વૃક્ષનું નામ આલોન-બાખૂથ પાડ્યું.
9 અને પાદ્દાનારમથી યાકૂબ આવ્યો ત્યારે દેવે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ દીધો.
10 અને દેવે તેને કહ્યું, તારું નામ યાકૂબ છે, હવેથી તારું નામ યાકૂબ નહિ કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે; ને તેણે તેનું નામ ઇસ્રાએલ પાડ્યું.
11 અને દેવે તેને કહ્યું કે, હું સર્વસમર્થ દેવ છું, તું સફળ થા, ને વૃદ્ધિ પામ, તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે, ને તારી કમરમાંથી રજાઓ નીકળશે.
12 અને મેં જે દેશ ઈબ્રાહીમને તથા ઇસ્હાકને આપ્યો છ, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશને તે દેશ આપીશ.
13 અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો, ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયો.
14 અને જ્યાં તે તેની સાથે બોલ્યો, તે ઠેકાણે યાકૂબે એન સ્તંભ, એટલે પત્થરનો એન સ્તંભ, ઉભો કીધો, ને તેના પર પેયાર્પણ તથા તેલ રેડ્યું.
15 અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો, તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.
16 અને તેઓ બેથેલથી આગળ ગયા, ને એફ્રાથ પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો, ત્યારે રાહેલને પ્રસૂતિ થઇ, ને તેને જણવાનું
17 અને એમ થયું કે તે જણતાં કષ્ટાતી હતી ત્યારે તેને દાઈયે કહ્યું, બીહી મા, કેમકે તને આ પણ દીકરો સાંપડશે.
18 અને એમ થયું, કે જયારે તેનો જીવ જતો હતો (કેમકે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડ્યું; પણ તેના બાપે તેનું નામ બિન્યામીન પાડ્યું.
19 અને રાહેલ મરી ગઈ, ને એફ્રાથ, (જે બેથલેહેમ છે), તેને રસ્તે તે દટાઈ.
20 અને યાકૂબે તેની કબર પર સ્તંભ ઉભો કીધો, તે આજ લગી રાહેલની કબરનો સ્તંભ છે.
21 અને ઇસ્રાએલ આગળ ચાલ્યો, ને ટોળાનાં બુરુજની પેલી ગમ તેનો તંબુ તાણ્યો.
22 અને એમ થયું કે ઇસ્રાએલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રેઉબેન પોતાના બાપની ઉપપત્ની બિલ્હાહની પાસે જઈને તેની સાથે સુઈ ગયો, ને તે ઇસ્રએલે સાંભળ્યું.
23 હવે યાકૂબના દીકરા બાર હતા. લેઆહના દીકરા, રેઉબેન યાકૂબનો જ્યેષ્ઠ દીકરો તથા શિમઓન તથા લેવી તથા યહુદાહ તથા યિસ્સાખાર તથા ઝબુલૂન.
24 રાહેલના દીકરા યુસફ તથા બિન્યામીન.
25 અને રાહેલની દાસી બીલ્હાહના દીકરા, દાન તથા નાફતાલી.
26 અને લેઆહની દાસી ઝિલ્પાહના દીકરા, ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ હતા.
27 અને મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહીમે તથા ઇસ્હાકે વસો કીધો, ત્યાં યાકૂબ તેના બાપ ઇસ્હાક પાસે આવ્યો.
28 અને ઇસ્હાકની ઉમર એક સો એંસી વર્ષની હતી.
29 અને ઇસ્હાક ઘરડો તથા દહાડાઓમાં પરિપૂર્ણ થઈને પ્રાણ મુકીને મરણ પામ્યો, ને પોતાના લોકોમાં મેળવાયો, ને તેના દીકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે તેને દાટ્યો.