1 અને તેણે લાબાનના દીકરાઓની આ વાત સાંભળી કે, જે આપણા બાપનું તે સઘળું યાકૂબે લીધું છે, ને આપન્ના બાપનું જે હતું તેથી આ સર્વ સંપત મેળવી છે.

2 અને યાકૂબે લાબાનનું મ્હો જોયું, ને જુઓ તેની નજર પહેલાનાં જેવી તેના પર નહોતી.

3 અને યહોવાહે યાકૂબને કહ્યું, તું પોતાના બાપના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા, ને હું તારી સાથે રહીશ.

4 અને યાકૂબે મોકલીને રાહેલને તથા લેઆહને સીમમાં પોતાના ટોળા પાસે તેડાવી.

5 અને તેણે તેઓને કહ્યું કે, હું તમારા બાપનું મ્હો જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી, પણ મારા બાપનો દેવ મારી સાથે રહ્યો છે.

6 અને તમે જાણો છો કે મેં મારા સર્વ સામાર્થ્યે તમારા બાપની ચાકરી કીધી છે.

7 પણ તમારા બાપે મને ઠગ્યો છે, ને મારું વેતન દસ વાર બદલી નાખ્યું છે; પણ દેવે તેને પારુ બુંદુ કરવા ન દીધું.

8 જયારે તે આમ કહે કે, છાંટાવાળા ઢોર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને છાંટાવાળા બચ્ચાં થયાં, અને તે કહે કે પટાદાર તારું વેતન થશે ત્યારે સર્વ જાનવરોને પટાદાર બચ્ચાં થયાં.

9 એ રીતે દેવ તમારા બાપની સંપતિ ખુંચી લઈને મને આપી છે.

10 અને જાનવરો સવાણે આવતી વેળાએ એમ થયું કે મેં આંખ ઉંચી કરીને સ્વપ્ના દીઠું કે જે બકરા ટોળા પર ચઢતા હતા તેઓ પટાદાર, છાંટાવાળા તથા કાબરચીતરા હતા.

11 અને દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, યાકૂબ, ને મેં કહ્યું કે, હું આ રહ્યા.

12 અને તેણે કહ્યું, તારી આંખો ઉંચી કરીને જો; ટોળા પર જ બકરા ચઢે છે તેઓ સર્વ પટાદાર તથા છાંટાવાળા તથા કાબરચીતરા છે; કેમકે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે.

13 જ્યાં મેં સ્તંભને અભિષિક્ત કીધો હતા, ને જ્યાં તે માનતા લીધી હતી, તે બેથેલનો દેવ હું છું; હવે ઉ ઉઠ, ને અ દેશમાંથી નિકળ,ને તારા જન્મદેશમાં પાછો જા.

14 અને રાહેલ તથા લેઆહ તેને ઉત્તર આપીને બોલી, શું અમારા બાપના ઘરમાં અમ્રારે સારૂ કઈ હિસ્સો કે વારસો છે?

15 શું અમે તેની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમકે તેણે અમને વેંચી છે, ને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયો છે.

16 કેમકે દેવે અમારા બાપ પાસેથી જે સંપતિ લઇ લીધી છે, તે સર્વ અમારી તથા અમારા છોકરાઓની છે; માટે હવે દેવે જે સર્વ તને કહ્યું છે તે કર.

17 ત્યારે યાકૂબે ઉઠીને પોતાના દીકરાઓને તથા પોતાની બાયડીઓને ઊંટો પર બેસાડ્યાં.

18 અને કનાન દેશમાં તેના બાપ ઇસ્હાક ની પાસે જવા સારૂ તે પોતાના સર્વ ઢોર તથા જે બધી સંપતિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થએલા ઢોર જે પાદ્દાનારામમાં તેણે સંપાદન કર્યો હતો તે લઈને ચાલ્યો ગયો.

19 અને લાબાન પોતાના ઘેંટાને કાતરવા ગયો હતો, અને રાહેલ પોતાના બાપની ઘરમૂર્તિઓ ચોરી લીધી.

20 અને યાકૂબ પોતાના જવાની ખબર નહિ આપતા લાબાન અરામી પાસેથી ગુપચુપ નાઠો.

21 એમ તે સર્વસ્વ લઈને નાઠો, ને ઉઠીને નદી પાર ગયો, ને ગિલઆદ પહાડની ગમ મ્હો રાખ્યું.

22 અને ત્રીજે દહાડે લાબાનને ખબર થઇ, કે યાકૂબ નાસી ગયો છે.

23 ત્યારે તે પોતાની સાથે પોતાના ભાઈઓને લઈને સાત દહાડાની મજલ લાગી તેની પાછળ પડ્યો, ને ગિલઆદ પહાડ પર તેને પકડી પાડ્યો.

24 અને દેવે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, સંભાળ કે તું યાકૂબને ભલું ભુંડું કંઈ ન કહે

25 અને લાબાન યાકૂબને આવી મળ્યો, ત્યારે યાકૂબે પહાડ પર પોતાનો તંબુ ઉભો કીધો હતો, ને લાબાને પણ પોતાના ભાઈઓ સુદ્ધાં ગિલઆદ પહાડ પર તંબુ ઉભો કીધો.

26 અને લાબાને યાકૂબને કહ્યું, તું મારી પાસેથી છાનોમાનો નાઠો, ને તરવારે લૂટી લીધેલીઓની પેઠે મારી દીકરીઓ લઇ ગયો છે એ તે શું કર્યું છે?

27 છાનોમાનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો છ, ને મને જણાવ્યું નહિ, કે હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વિણાથી તને વળાવત?

28 અને તે મને મારા દીકરા તથા મારી દીકરીઓને ચુંબન કરવા ન દીધું, એમાં તે મૂર્ખાઈ કરી છે.

29 તને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે; પણ તારા બાપના દેવે કાલ રાત્રે મને કહ્યું કે, સંભાળ કે તું યાકૂબને કઈ ભલું ભુંડું ન કહે.

30 હવે તારે જવું તો છેજ,કેમકે તારા બાપના ઘરમાં જવાની તને બહુ ઈચ્છા છે; to પણ તે મર દેવોને કેમ ચોરી લીધા છે?

31 અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, હું બીધો, એ માટે; કેમકે મેં કહ્યું, કદાચ તે તેની દીકરીઓ મારી પાસેથી બલાત્કારે લેશે.

32 જેની પાસે તારા દેવો જડે તે નહિ જીવે; મારી પાસે જે કઈ તારું છે તે આપણા ભાઈઓના દેખાતા તું ઓળખીને લઇ લે. કેમકે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તે ચોરી લીધી હતી.

33 અને લાબાન યાકૂબના તંબુમાં ને લેઆહના તંબુમાં ને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તે ન જડ્યા; ત્યારે તે લેઆહના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો.

34 હવે રાહેલ ઘરમૂર્તિઓ લઈને ઊંટોના સામાનમાં મુકીને તેઓ પર બેઠી હતી, માટે લાબાને તમામ તંબુ તપાસ્યો પણ તેને જડી નહિ.

35 અને તેણીએ પોતાના બાપને કહ્યું કે, મારાથી તમારી આગળ ઉઠાતું નથી, માટે મારા મુરબ્બીને રોષ ન ચઢે, કેમકે બાયડીની રીત પ્રમાણે મને થયું છે; ને તેણે શોધ્યું, પણ ઘરમૂર્તિઓ નહિ જડી.

36 અને યાકૂબને રોષ ચઢ્યો, ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો, ને યાકૂબે ઉત્તર દઈને લાબાનને કહ્યું, મારો શો અપરાધ છે, ને મારું શું પાપ, કે તું મારી કેડે લાગ્યો છે?

37 તે મારો સર્વ સામાન તપાસ્યો, પણ તારા ઘરનું શું નીકળ્યું છે? તે હિંયા મારા ભાઈઓ તથા તારા ભાઈઓની આગળ મુક, કે તેઓ આપણ બન્નેનો ન્યાય કરે.

38 આ વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છુ; તારી ઘેટીઓ તથા તારી બકરીઓ તારોઈ ગઈ નથી, ને તારા ટોળાનાં ઘેટાઓને હું ખાઈ ગયો નથી.

39 ફાડી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી; તેનું નુકસાન હું પોતે ભોગવતો; દહાડે અથવા રાત્રે ચોરાએલું તે તું મારી પાસેથી માગતો.

40 દહાડે તડકાથી તથા રાત્રે હીમથી મારો ક્ષય થયો; ને મારી આંખની ઉંઘ જતી રહી; એવી મારી હાલત હતી.

41 વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો; તારી બે દીકરીઓને સારૂ ચૌદ વર્ષ, ને તારો ઢોરને સારૂ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે; ને તે મારું વેતન દસ વાર બદલી નાખ્યું;

42 જો મારો બાપનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઇસ્હાકનું ભયાસ્પદ, મારી સાથે ન હોત, તો ખચિત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત; દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.

43 અને લાબાને ઉત્તર દઈને યાકૂબને કહ્યું, આ દીકરીઓ મારી દીકરીઓ છે, ને આ છોકરાઓ મારાં છોકરાં છે, ને આ ટોળા મારા ટોળા છે, ને જે સર્વ તું જુએ છે તે મારું છે, ને હવે આ મારી દીકરીઓને તથા એઓ જે છોકરાં જણી છે, તેઓને હું શું કરું?

44 એ માટે હવે ચાલ, આપણે બેહુ કરાર કરીએ; ને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.

45 અને યાકૂબે પત્થર લીધો, ને સ્તંભને સારૂ તેને ઉભો કીધો.

46 અને યાકૂબે તેના ભાઈઓને કહ્યું કે, પત્થર એકઠાં કરો, ને તેઓએ પત્થર લાવીને ઢગલો કર્યો, ને તેઓએ તે ઢગલા પાસે ખાધું.

47 અને લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યા, ને યાકૂબે તેને ગાલએદ કહ્યા.

48 અને લાબાને કહ્યું કે, મારી ને તારી વચ્ચે આ ઢગલો આજ સાક્ષી છે, તે માટે તેણે તેનું નામ ગાલએદ પાડ્યું:

49 અને તેનું નામ મિસ્પેહ પણ પાડ્યું, કેમકે તેણે કહ્યું, જયારે આપણે એક બીજાથી જૂદા થઈએ, ત્યારે યહોવાહ મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરે.

50 જો તું મારી દીકરીઓને દુઃખ દે, અથવા મારી દીકરીઓ શિવાય બીજી બાયડીઓ લે, તો આપણી પાસે જે છે તે માણસ નથી; જો, મારી ને તારી વચ્ચે દેવ સાક્ષી છે.

51 અને લાબાને યાકૂબને કહ્યું, આ ઢગલાને જો, અને તારી ને મારી વચ્ચે મેં જે સ્તંભ ઉભો કર્યો તે પણ જો.

52 આ ઢગલો સાક્ષ્યાર્થ થાય, ને આ સ્તંભ સાક્ષ્યાર્થ થાય, કે તારું ભુંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી, ને તું આ ઢગલો તથા સ્તંભ ઓળંગીને ભુંડું કરવાને મારી પાસે ન આવે.

53 ઇબ્રાહીમનો દેવ તથા નાહોરનો દેવ, એટલે તેઓના બાપનો દેવ આપણી વચમાં ન્યાય કરે. અને યાકૂબે પોતાના બાપ ઇસ્હાકના ભયાસ્પદના સમ ખાધા.

54 ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને તેના ભાઈઓને બોલાવ્યા; ને તેઓએ રોટલી ખાધી, ને આખી રાત પહાડ પર રહ્યા.

55 અને મોટી સવારે લાબાન ઉઠ્યો, ને તેણે પોતાના દીકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ દીધો; ને ત્યાંથી નીકળીને તે પોતાને ઠેકાણે પાછો ગયો.