1 એ કારણ માટે, હું પાઉલ તમ વિદેશીઓને વાસ્તે ખ્રીસ્ત ઇસુનો બંધીવાન,
2 દેવની જે કૃપા તમારે સારૂ મને અપાએલી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે,
3 પ્રકટીકરણથી તેણે મને મર્મ જણાવ્યો; તે પ્રમાણે મેં અગાઉ થોડામાં લખ્યું;
4 તેથી તમે વાંચીને ખ્રીસ્તના મર્મ વિષેની મારી સમાજ જાણી શકશો.
5 તે જેમ હમણાં તેના પવિત્ર પ્રેરીતોને તથા ભવિષ્યવાદીઓને આત્માથી પ્રગટ થએલો છે, તેમ બીજી પેઢીઓમાં માણસના દીકરાઓને તે જણાએલો ન હતો,
6 કે વિદેશીઓ, ખ્રીસ્ત ઇસુમાં સુવાર્તાને આસરે, સાથી વારસો, તથા શરીરનાં સાથીઅવયવો, તથા તેના વચનના સાથીભાગીદારો છે;
7 દેવના સામર્થ્યના પ્રક્રેમે કરીને, તેની કૃપાનું દાન જે મને અપાએલું હતું તે પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થએલો છું.
8 હું પવિત્રોમાંના નાનાઓમાંનો નાનો છતાં આ કૃપા મને આપેલી છે કે, હું વિદેશીઓમાં ખ્રીસ્તની અશોધ્ય સંપતની સુવાર્તા પ્રગટ કરું;
9 ને દેવ જેણે બધા સૃજ્યાં, તેનામાં યુગોથી ગુપ્ત રહેલા મર્મનો કારભાર શો છે તે હું સઘળાને જણાવું.
10 એ સારૂ કે જે સનાતન કાળનો ઈરાદો તેણે આપણા પ્રભુ ખ્રીસ્ત ઇસુમાં કીધો,
11 તે પ્રમાણે આકાશી જગ્યાઓમાં અધિપતિઓને તથા અધિકારીઓને દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળીને આસરે જણાય.
12 તે [ખ્રીસ્ત ઇસુ]માં તે પરના વિશ્વાસથી આપણને હિમ્મત તથા ભરોસા સહિત પ્રવેશ છે.
13 એ માટે હું માંગુ છું કે, તમારે સારૂ જે મારી વિપત્તિ તેથી તમે નિર્ગત ન થાઓ, તે વિપત્તિ તમારો મહિમા છે.
14 એ કારણ માટે બાપ,
15 જેનાં નામથી આકાશમાં તથા પૃથ્વી પર સર્વ કુટુંબોને નામ અપાએલું છે,
16 તેની આગળ હું ઘૂંટણું ટેકવું છું, કે તે પોતાના મહિમાની સંપત પ્રમાણે તમને એવું આપે, કે તમે તેના આત્માને આસરે માંહેના માણસપણામાં સામર્થ્યથી બળવાન થાઓ;
17 ને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રીસ્ત વસે; એ માટે કે પ્રીતિમાં જડ તથા પાયા ઘાલીને,
18 સર્વ પવિત્રોની સાથે [ખ્રીસ્તની પ્રીતિની] ચોડાઈ તથા લંબાઈ તથા ઉંચાણ તથા ઉંડાણ કેટલાં છે તે તમે સમજી શકો,
19 ને ખ્રીસ્તની પ્રીતિ જે જાણ્યા કરતાં અધિક છે તે પણ તમે જાણી શકો; કે તમે દેવના સર્વ ભરપુરપણામાં ભરપુર થાઓ.
20 હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે, આપણામાં કરેલા સામર્થ્ય પ્રમાણે, આપણને ઘણું પુષ્કળ કરી શકે છે,
21 તેને ખ્રીસ્ત ઇસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા થાઓ. આમેન.