1 એ માટે હું પ્રભુને સારૂ બંદીવાન, તમને વિનંતી કરું છું, કે જે તેડાથી તમે તેડાયા છો, તેને લાયક ચાલો;

2 સર્વ લીનતા તથા નમનતાઈ તથા સહનશીલપણું રાખીને પ્રેમથી એક બીજાને ખામો;

3 સલાહના બંધને આત્માની ઐક્યતા રાખવાનું યત્ન કરો.

4 એક શરીર તથા એક આત્મા છે, જેમ તને તમારા તેડાની એક આશામાં તેડાએલા છો તેમ;

5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,

6 એક દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ વડે તથા સર્વમાં છે.

7 આપણામાંના હરેકને ખ્રીસ્તના દાનના પરિમાણ પ્રમાણે કૃપા અપાએલી છે.

8 એ માટે તે કહે છે કે, ઉંચાણમાં ચઢીને, તે બંદીવાનોને બંધ કરીને લઇ ગયો તથા તેણે માણસોને દાન આપ્યાં.

9 તે ચઢ્યો, એ શું છે? શું એ નહિ, કે પ્રથમ તે પૃથ્વીના નીચા ભાગોમાં ઉતાર્યો?

10 જે ઉતર્યો તે એ છે કે, જે સર્વ આકાશો પર ચઢ્યો, કે તે સર્વને ભરપુર કરે.

11 અને પવિત્રોની સંપૂર્ણતા કરવાને અર્થ, સેવાના કામને સારૂ ખ્રીસ્તના શરીરનું સંસ્થાપન કરવા સારૂ,

12 તેણે કેટલાએક પ્રેરિતો, કેટલાએક ભવિષ્યવાદીઓ, કેટલાએક સુવાર્તિકો, ને કેટલાએક પાળકો તથા ઉપદેશકો આપ્યા;

13 ત્યાં સુધી કે આપણે સહુ દેવના દીકરા પરના વિશ્વાસ તથા જ્ઞાનની ઐક્યતામાં સંપૂર્ણ પુરષપણાને, એટલે ખ્રીસ્તની સંપૂર્ણતાના કદના પરિમાણને પાહોંચીએ;

14 એ સારૂ કે હવેથી આપણે માણસોની ઠગાઈથી, ભુલાવવાની યુક્તિના કપટથી, દરેક મતના પવનથી હલાવાએલાં તથા ફેરવાએલાં બાળકો ન હોઈએ.

15 પણ પ્રેમથી સત્ય રાખીને, ખ્રીસ્ત જે શિર, તેમાં સર્વ પ્રકારે વધીએ;

16 એથી આખું શરીર, હરેક સાંધાને આસરે રચાએલું તથા જોડાએલું, પરિમાણથી પ્રત્યેક અંગની શક્તિ પ્રમાણે, પ્રેમમાં પોતાના સંસ્થાપનને સારૂ શરીરની વૃદ્ધિ કરે છે.

17 એ માટે હું કહું છું તથા પ્રભુમાં શાહેદી આપું છે કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનના અવર્થાપણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;

18 તેઓ બુદ્ધિ વિષે અંધરાએલા છતાં તેઓના હ્રદયના કઠણપણાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેણે કરીને દેવના જીવનથી વેગળા છે.

19 એઓએ જડ થઈને આતુરતાથી સર્વ અશુદ્ધતાની કરણીને સારૂ, પોતાને કામાતુરપણાને સોંપ્યાં

20 પણ તમે એ પ્રમાણે ખ્રીસ્તને શિખ્યા નથી,

21 જો એમ હોય કે તમે તેનું સાંભળ્યું તથા ઇસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેની શિખામણ પામ્યા,

22 કે તમારે પહેલાની વર્ત્તણુંકનું જુનું માણસપણું, જે કપટના વિષયો પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે ઉતારવું;

23 ને તમારા મનના આત્મામાં નવાપણું પામવું;

24 ને નવું માણસપણું જે દેવ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની શુદ્ધતામાં સૃજેલું તે પહેરવું.

25 એ માટે જુઠાપણું દૂર કરીને પ્રત્યેક પોતાની પડોસીની સાથે સત્ય બોલો; કેમકે આપણે એક બીજાના અવયવો છીએ.

26 ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન ડો;

27 ને શેતાનને જગ્યા ન આપો.

28 જે ચોરી કરનાર તેણે હવેથી ચોરી ન કરવી; પણ તે કરતાં હાથોએ સારૂં કરીને ઉદ્યોગ કરવો, એ સારૂં કે જેને ગરજ છે તેને આપવાનું પોતાની પાસે હોય.

29 તમારા મુખમાંથી કંઈ મલિન વાત નહિ, પણ જે અગત્યના સુધારાની હોય તેજ નીકળે, કે તેથી સાંભળનારાઓને કૃપા પ્રાપ્ત થાય.

30 અને દેવનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દહાડાને સારૂ મુદ્રિત કીધા, તેણે ખેદિત ન કરો.

31 સર્વ કડવાસ તથા ક્રોધ તથા કોપ તથા ગડબડ તથા નિંદા સર્વ ભુંડાઇ સુદ્ધાં, તમારાથી દૂર કરો.

32 પણ તમે એક બીજા પર ઉપકારી, કરૂણારૂપ થાઓ, ને જેમ ખ્રીસ્તમાં દેવે પણ તમને માફ કીધું તેમ તમે એક બીજાને માફ કરો.