1 આસરે તે વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાએકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.

2 અને તેણે યોહાનના ભાઈ યાકુબને તરવારે માર્યો.

3 અને યહુદીઓને એ ગમતું છે તે જોઇને તેણે પીતરને પણ પકડી લીધો. અને તે બેખમીર રોટલીના દિવસ હતા.

4 અને તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો, ને તેની ચોકી રાખવા સારૂ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને સોંપ્યો, ને પાસ્ખા પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો.

5 એ માટે તેણે પીતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળીએ તેને સારૂ આગ્રહથી દેવની પ્રાર્થના કીધી.

6 અને હેરોદ તેને બહાર લાવવાનો હતો તેજ રાત્રે પીતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોએ બાંધેલો ઊંઘતો હતો; ને ચોકીદારો બારણાં આગળ બન્દીખાનાની ચોકી કરતા હતા.

7 ત્યારે જુઓ, પ્રભુની દૂત તેની પાસે ઉભો રહ્યા, ને બંદીખાનામાં અજવાળું ચમક્યું, ત્યાતે તેને પીતરને કૂખમાં મારીને જગાડ્યો, ને કહ્યું કે, જલદી ઉઠ. ત્યારે તેની સાંકળો તેની હાથ પરથી છૂટી પડી.

8 અને દૂતે તેને કહ્યું કે, કમર બાંધ, ને તારા ચંપલ પહેર. અને તેણે તેમ કીધું. પછી તેણે કહ્યું કે, તારું લૂગડું ઓઢીને મારી પછવાડે આવ.

9 અને તે બહાર નીકળીને તેની પછવાડે ગયો; ને દૂત જે કરે છે તે ખરૂં છે એમ તે સમજતો ન હતો, પણ મને દર્શન થાય છે એમ ધારતો હતો.

10 અને તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા; ને તે પોતાની મેળે તેઓને સારૂ ઉઘડી ગયો; ને તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

11 અને પીતરને ભાન આવ્યું ત્યાતે તેણે કહ્યું કે, હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહુદીઓની સઘળી ધારણાથી મને છોડાવ્યો છે.

12 પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના હર પાસે આવ્યો, જ્યાં ઘણા એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.

13 અને તે આગલું બારણું ઠોકતો હતો ત્યારે રોડા નામે એમ જુવાન બાયડી ખબર કાઢવા આવી.

14 અને તેણીએ પીતરનો ઘાટો ઓળખીને આંનદને લીધે બારણું ઉઘાડ્યું નહિ, પણ માંહે દોડી જઈને કહ્યું કે, પીતર બારણાં આગળ ઉભો છે.

15 અને તેઓએ તેને કહ્યું કે, તું ઘેલી છે. પણ તેણીએ હાઠેઠથી કહ્યું કે [હું કહું છું] તેમજ છે. ત્યારે તેઓ કહ્યું કે તેનો દૂત હશે.

16 પણ પીતરે ઠોક્યા કીધું; ને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ અચરતી પામ્યાં.

17 પણ છાના રહેવા તેણે તેઓને ઈસરો કીધો; ને શી રીતે પ્રભુએ તેને બંદીખાનામાંથી બહાર કાઢી લાવ્યો તે તેઓને કહી બતાવ્યું, તેં તેણે એમ કહ્યું કે, સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો. પછી તે નીકળીને બીજી જગ્યાએ ગયો.

18 અને પ્રભાત થયો ત્યારે સિપાઇઓમા ઘણી ગડબડ થઇ કે, પીતરનું શું થયું હશે!

19 ને હેરોડે તેને શોધ્યો, પણ તે ન જડ્યો, ત્યારે તેણે ચોકીદારોની તપાસ કીધી, અને તેઓને મારી નાખવાનો હુકમ કીધો; પછી તે યહુદાહથી નીકળીન કાઈસારીઆમાં ગયો, ને ત્યાં રહ્યો.

20 હવે તુરના તથા સિદ્દોનના લોક પર [હેરોદ] ઘણો કોપાયમાન થયો હતો; પણ તેઓ સર્વ એક સંપે તેની પાસે આવ્યા, ને રાજાના મુખ્ય ખવાસ બ્લાસ્તસને પોતાના વગનો કરી લઈને સલાહ માંગી, કેમકે તેઓના દેશનું પોષણ રાજાના દેશમાંથી થતું હતું.

21 પછી એક ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કીધું.

22 ત્યારે લોકોએ બૂમ પાડી કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.

23 અને તેણે દેવને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો; ને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો.

24 પણ દેવની વાત, ફેલાતી તથા વૃદ્ધિ પામતી ગઈ,

25 અને બર્નાબાસ તથા શાઉલ તે દાનસેવા પુરી કરીને યોહાન જેનું બીજું નામ માર્ક હતું તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.