1 હવે અંત્યોખમાં જે મંડળી હતી તેમાં કેટલાએક ભવિષ્યવાદીઓ તથા ઉપદેશકો હતા, એટલે બર્નાબાસ તથા સિમઓન જે નીગેર કહેવાતો હતો તે, તથા કુરેનેનો લુકીઅસ, તથા હેરોદ રજાનો દૂદભાઈ મનાએન, તથા શાઉલ.

2 અને તેઓ પ્રભુની સેવા કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ કહ્યું કે, જે કામ કરવા સારૂ બર્નાબાસ તથા શાઉલને મેં તેડ્યા છે તેને વાસ્તે તેઓને મારે સારૂ જુદા કરો.

3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મુકીને તેઓને વિદાય કીધા.

4 એ પ્રમાણે પવિત્ર આત્માની મોકલ્યાથી તેઓ સલુકિયામાં ગયા; ને ત્યાંથી વહાણમાં બેસીને કુપરસમાં ગયા.

5 અને તેઓ સલામીસમાં આવ્યા, ત્યારે તેઓ યહુદીઓના સભાસ્થાનોમાં દેવની વાત પ્રગટ કીધી; ને યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો.

6 અને તેઓ તે આખો બેટ ઓળંગીને પાસફમાં ગયા, ત્યારે બાર-ઇસુ નામનો એક યહુદી તેઓને મળ્યો, તે તો જાદુગર [તથા] જુઠો ભવિષ્યવાદી હતો.

7 [બેટનો] હાકેમ, સરજીઅસ પાઉલ, જે બુદ્ધિવાન માણસ હતો, તેની સાથે તે હતો; તે [હાકેમે] બર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને દેવની વાત સાંભળવાનું મન દેખાડ્યું.

8 પણ એલીમાસ જાદુગર, (કેમકે તેના નામનો અર્થ એજ છે,) તે હાકેમને વિશ્વાર કરતાં અટકાવવા ચાહીને તેઓની સમો થયો.

9 પણ શાઉલ (જે પાઉલ પણ કહેવાય છે), તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઇને કહ્યું કે,

10 અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપુર, શેતાનના દીકરા, અને સઘળા ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના પધરા માર્ગ વાંકા કરવાનું તું નહિ મુકી દઈશ?

11 હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, ને તું કેટલીએક મુદત સુધી આંધળો રહેશે ને સુરજ દેખશે નહિ. ત્યારે એકાએક ધુંવર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, ને હાથ પકડીને પોતાને દોરે એવાને તે શોધતો ફર્યો.

12 અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મિત થઈને વિશ્વાસ કીધો.

13 પછી પાઉલ તથા તેના સાથીઓ પાસફથી વહાણમાં બેસીને પામ્ફૂલ્યાના પેર્ગામાં આવ્યા, ને યોહાન તેઓને મુકીને પાછો યરુશાલેમ ગયો.

14 પણ તેઓ પેર્ગાથી આગળ જતાં પીસીદીના અંત્યોખમાં આવ્યા; ને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.

15 ત્યારે નિયમશાસ્ત્ર તથા ભવિષ્યવાદીઓ [નીવતો] નું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું કે, ભાઈઓ, જો લોકોને બોધરૂપી કંઈ વાત તમારે કહેવી હોય તો કહો.

16 ત્યારે પાઉલ ઉભો થઈને ને હાથે ઇસારો કરીને બોલ્યો કે, ઓ ઇસ્રાએલી માણસો, તથા તમે દેવનું ભય રાખનારાઓ, સાંભળો;

17 આ ઇસ્રાએલી લોકોના દેવે આપણા પૂર્વજોને પસંદ કીધાં, ને તેઓ મિસર દેશમાં પ્રવાસી હતા, ત્યારે તેણે તેઓને મોટા કર્યા, ને તેણે તેઓને ત્યાંથી પરાક્રમી ભુજ વડે કાઢી આણ્યા.

18 અને ચાળીસેક વરસની મુદત સુધી રાનમાં તેણે તેઓની વર્તણુક સહન કીધી.

19 અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકનો નાશ કરીને તેણે તેઓનો દેશ આસરે ચારસે ને પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;

20 અને એ બીનાઓ પછી તેણે શમૂએલ ભવિષ્યવાદીના વખત સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.

21 અને ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે દેવે ચાળીસ વરસની મુદત સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને આપ્યો.

22 પછી તેને દૂર કરીને તેણે દાઉદને તેઓનો રાજા થવા સારૂ ઉભો કીધો, ને તેણે તેના સંબંધી સાક્ષી પણ આપતાં કહ્યું કે, મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઈચ્છા પૂરી કરશે.

23 એ માણસના વંશમાંથી દેવે વચન પ્રમાણે ઇસ્રાએલને સારૂ એક તારનારને એટલે ઈસુને ઉભો કીધો છે.

24 તેના આવ્યા અગાઉ યોહાને સઘળા ઇસ્રાએલી લોકોને પસ્તાવાનું બાપ્તિસમાં પ્રગટ કર્યું હતું.

25 અને યોહાન પોતાની દોડ પુરી કરતો હતો એવામાં તે બોલ્યો કે, તમે શું ધરો છો કે હું કોણ છું? હું તે નથી. પણ જુઓ, એક [જણ] મારી પછવાડે આવે છે, જે જેના પગનાં ચંપલની વાઘરી છોડવાને હું યોગ્ય નથી.

26 હે ભાઈઓ, ઈબ્રાહીમના વંશજો. તથા તમારી મધ્યે દેવનું ભય રાખનારાઓ, આપણી પાસે એ તારણની વાત મોકલવામાં આવી છે.

27 કેમકે યરુશાલેમના રહેવાસીઓએ. તથા તેઓના અધિકારીઓએ, તેને વિષે તથા ભવિષ્યવાદીઓની જે વાતો હરેક વિશ્રામવારે વંચાય છે તેમણે વિષે તથા ભવિષ્યવાદીઓની જે વાતો હરેક વિશ્રામવારે વંચાય છે તેમને વિષે પણ અજ્ઞાન હોવાથી તેને અપરાધી ઠરાવીને [ તે ભવિષ્યવાતો] પુરી કીધી.

28 અને મોતને શિક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પીલાતને એવી વિનંતી કીધી કે તેને મારી નાખવો.

29 અને તેને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂરું કીધું ત્યારે લાકડા ઉપરથી તેને ઉતારીને તેઓએ તેને કબરમાં મુક્યો.

30 પણ દેવે મુએલામાંથી તેને ઉઠાડ્યો.

31 અને તેની સાથે ગાલીલથી યરુશાલેમમાં જે આવ્યા હતા તેઓને ઘણા દિવસ સુધી તે દેખાતો રહ્યો, અને તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.

32 અને જે વચન બાપદાદાઓને આપવામાં આવ્યું હતું તેની વધામણી અને તમારી પાસે લાવ્યા છીએ કે,

33 ઈસુને પાછો ઉઠાડવાથી દેવે આપણાં છોકરાઓ પ્રત્યે તે પુરું કીધું છે, ને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ દીધો છે.

34 અને તેણે તેને મુએલામાંથી ઉઠાડ્યો, ને તે ફરી કહોવાણ પામશે નહિ, તે વિષે તેણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા અચળ [આશીર્વાદો] હું તમને આપીશ.

35 એ માટે બીજે ઠેકાણે પણ તે કહે છે કે, તું પોતાના પવિત્રને કહોવાણ જોવા નહિ દઈશ.

36 કેમકે દાઉદ તો પોતાના જમાનામાં દેવની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઉંધી ગયો, ને પોતાના બાપદાદાઓની પડખે મૂકાયો, ને તેણે કહોવાણ જોયું.

37 પણ જેને દેવે ઉઠાડ્યો, તેણે કહોવાણ જોયું નહિ.

38 એ માટે, ભાઈઓ, તમને માલુમ થાય કે, એના વડે પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે.

39 અને જે [વાતો] વિષે મુસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાયી કરી શક્યા નહિ, તે સર્વ વિષે હરેક વિશ્વાસ કરનાર તેનાથી ન્યાયી ઠરે છે.

40 એ માટે સાવધાન રહો, રખે ભવિષ્યવાદીઓના લેખમાંની આ વાત તમારા ઉપર આવી પડે કે,

41 ઓ તુચ્છ કરનારાઓ, તમે જુઓ, ને અચરત થાઓ, ને નાશ પામો; કેમકે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરું છું કે, તે વિષે કોઈ તમને કહે, to તમે તે માનશોજ નહિ.

42 અને તેઓ [સભાસ્થાનમાંથી] નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, આવતે વિશ્રામવારે એ વાતો ફરી અમને સંભળાવવામાં આવે.

43 અને સભા વિસર્જન થયા પછી યહુદીઓ તથા યહૂદી થએલા સુભક્ત માણસોમાંનાઘણા પાઉલ તથા બર્નાબાસની પાછળ ગયા; ને તેઓએ તેઓની સાથે વાત કીધી, ને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં ટકી રહેવું.

44 અને બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર દેવની વાત સંભાળવા એકઠું થયું.

45 પણ યહુદીઓ લોકોની ભીડ જોઇને અદેખાઈએ ભરાયા, અને દુર્ભાષણ કરતાં તેઓ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલ્યા.

46 ત્યારે પાઉલે તથા બર્નાબાસે હિમ્મતથી કહ્યું કે, દેવની વાત પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, ને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.

47 કેમકે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, મેં તને વિદેશીઓને સારૂ અજવાળા તરીકે ઠરાવ્યો છે કે તું પૃથ્વીના છેડા સુધી તારણને અર્થે થાય.

48 એ સાંભળીને વિદેશીઓ ખુશ થઈને દેવની વાત મહિમાવાન માની; ને અનંત જીવનને સારૂ જેટલા નીમાયલા હતા તેટલાએ વિશ્વાસ કીધો.

49 અને તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.

50 પણ યહુદીઓએ ધાર્મિક તથા કુલીન ભાઈઓને, તથા શહેરની અધિકારીઓને ઉશ્કેરીને તેઓને કાઢી મૂક્યા.

51 પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનીમાં ગયા.

52 અને શિષ્યો આનંદે તથા પવિત્ર આત્માએ ભરપુર હતા.