1 કેમકે ઓ ભાઈઓ, તમારામાં અમારા પ્રવેશ વિષે તમે જાણો છો કે, તે અમથો નથી થયો;

2 પણ જેમ તમે જાણો છો તેમ અમે પહેલાં ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી પાસે દેવની સુવાર્તા કહેવાને આપણા દેવમાં હિમ્મતવાન થયા.

3 કેમકે અમારો બોધ છળથી કે અશુદ્ધપણાથી કે કપટમાં નહોતો;

4 પણ જેમ દેવે સુવાર્તાનો કારભાર ચલાવવાને અમને પસંદ કીધા, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહિ, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.

5 કેમકે તમે જાણો છો કે, અમે કદી ખુશામતની વાતમાં નહોતા, અથવા દ્રવ્યલોભના ઢોંગમાં નહોતો; દેવ સાક્ષી છે.

6 અને અમે ખ્રીસ્તના પ્રેરિત હોવાથી ભાર મૂકવાને અધિકારી હતા, તોપણ માણસોથી, તમારાથી કે બીજાથી, અમે મહિમા શોધતા નહોતા;

7 પણ જેમ ઘાવ મા પોતાના બાળકોને પાળે છે, તેમ અમે તમારામાં લીન હતા.

8 તેમજ અમે તમારી બહુ મમતા કરીને, તમને કેવળ દેવની સુવાર્તા નહિ, પણ પોતાનો જીવો આપવાને રાજી હતા, કારણ કે તમે અમને વહાલા હતા.

9 કેમકે, ભાઇઓ, તમે અમારો શ્રમ તથા મહેનત સંભારો છો, કેમકે તમારામાંના કોઈ પર ભાર ન મુકીએ માટે રાત દહાડો કામ કરતા તમને દેવની સુવાર્તા પ્રગટ કીધી.

10 તમે શાહેદ છો, તથા દેવ પણ [શાહેદ] છે કે તમ વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રાઈથી તથા નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા.

11 તે પ્રમાણે તમ જાણો છો, કે જેમ બાપ પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ તથા દિલાસો તથા સાક્ષી આપતા હતા,

12 એવા હેતુથી કે, દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય તમે ચાલો.

13 અને એ કારણ માટે અમે દેવની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, તમે જયારે અમારી પાસેથી દેવની વાત સાંભળીને માંની લીધી, ત્યારે તેને માણસોની વાતના જેવી નહિ, પણ જેમ તે ખરીજ દેવની વાત છે તેમ તમે તેણે માની; તેજ તમ વિશ્વાસીઓમાં પ્રેરણા કરે છે.

14 કેમકે, ભાઈઓ, ખ્રીસ્ત ઇસુમાં દેવની જે મંડળીઓ યહુદાહમાં છે તેઓના અનુસરનારા તમે થયા; કેમકે જેમ તેઓએ યહુદીઓથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકોથી તેવાંજ દુઃખ સહ્યાં છે.

15 તેઓએ પ્રભુ ઈસુને તથા પોતાના ભવિષ્યવાદીઓને પણ મારી નાખ્યા, ને અમારી સતાવણી કીધી; તેઓ દેવને પ્રસન્ન નથી, ને સઘળા લોકને ઉલટા છે;

16 વિદેશીઓને તારણને અર્થે વાત કહેતાં તેઓ અમને વારે છે; તેતી તેઓ નિત્ય પોતાનાં પાપ પુરાં કરે છે, ને અત્યંત કોપ તેઓ પર આવ્યો છે.

17 પણ ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથીજ તમારી પાસેથી ઘડીભર વેગળા થઈને, ઘણી ઈચ્છાથી તમારાં મ્હોડાં જોવાને ઘણી મહેનત કીધી.

18 એ માટે અમે, એટલે મેં પાઉલે, એકવાર ને બીજીવાર પણ તમારી પાસે આવવાને ચાહ્યું,પણ શેતાને અમને અટકાવ્યા.

19 કેમકે અમારી આશા કે આનંદ કે ઉલ્લાસનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઇસુના ખ્રીસ્તના આવવાની વેળામાં તેની આગળ તેમજ એ નથી?

20 હા, તમે અમારો મહિમા તથા આનંદ છો.