1 દેવ બાપમાં તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તમાં થેસ્સાલોનીકીઓની મંડળીને પાઉલ તથા સીલ્વાનસ તથા તીમોથી [લખે છે]; તમને કૃપા તથા શાંતિ થાઓ.
2 અમારી પ્રાર્થનાઓમાં તમારું મરણ કરીને, અમે સદા તમ સર્વ વિષે દેવની ઉપકારસ્તુતિ કરીએ છીએ;
3 કેમકે આપણા દેવ તથા બાપની આગળ તમારા વિશ્વાસનું કામ તથા પ્રેમની મહેનત તથા આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્ત પરની આશાની સહનતા, અમે નિરંતર સંભારીએ છીએ;
4 દેવથી પ્રેમ પામેલા ભાઈઓ, તમે પસંદ કરાએલા છો એ અમે જાણીએ છીએ;
5 ક્મકે અમારી સુવાર્તા કેવળ વાતથી નહિ, પણ પરાક્રમથી તથા પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીથી પણ તમારી પાસે આવી; એમજ અમે તમારે લીધે તમારામાં કેવા થયા એ તમે જાણો છો.
6 અને તમે ઘણી વિપત્તિમાં પવિત્ર આત્માના આનંદ સહિત વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.
7 એવા કે તમે માકેદોન્યા તથા આખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમુનારૂપ થયા.
8 કેમકે કેવળ માકેદોન્યા તથા આખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાઈ એમ નહિ, પણ સર્વ જગ્યાઓમાં દેવ પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ માટે અમારે કંઈ કહેવાની અગત્ય નથી.
9 કેમકે તેઓ પોતે અમારે વિષે પ્રગટ કરે છે કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને શી રીતે તમે મૂર્તિઓ તરફથી દેવની ભણી ફર્યા, એ માટે કે તમે જીવતા તથા ખરા દેવની સેવા કરો
10 ને તેઓ પુત્ર, એટલે આવનાર કોપથી આપણો બચાવનાર ઇસુ, જેને તેણે મુએલાંમાંથી ઉઠાડ્યો, તેની આકાશથી આવવાની વાટ તમે જુઓ.