1 માટે જયારે અમારાથી વધારે સહેવાતું નહોતું ત્યારે અમે આથેનાયમાં એકલા રહીએ, એવું અમે ઠરાવ્યું.

2 અને તીમોથી જે અમારો ભાઇ તથા ખ્રીસ્તની સુવાર્તામાં દેવનો સેવક, તેણે તમને સ્થિર કરવાને ને તમારા વિશ્વાસ સંબંધી તમને દિલાસો આપવાને અમે મોકલ્યો,

3 એ સારૂ કે આ વિપત્તિથી કોઈ ન ડગે, કારણ કે તમે પોતે જાણો કો કે તે સારૂ આપણે ઠરાવાયા છીએ.

4 એ માટે જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું કે, આપણને વિપત્તિ થનાર છે, તે પ્રમાણે થયું, અને તે તમે જાણો છો.

5 એ કારણને લીધે જયારે મારાથી વધારે સહેવાતું નહોતું ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારૂ [તીમોથીને] મોકલ્યો; રખે પરીક્ષકે કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત અમથી થાય.

6 પણ હમણાં તીમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, ને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી, ને [કહ્યું] કે જમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઈચ્છા રાખો છો, ને સદા અમારું શુભ સ્મરણ કરો છો.

7 એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિષે મેં દિલાસો પામ્યા.

8 કેમકે હવે જો તમે પ્રભુમાં સ્થિર રહો, તો અમે જીવીએ.

9 કેમકે જે આનંદથી અમે અમારા દેવની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તે સઘળાને સારૂ અમે તમારા વિષે દેવની શી ઉપકારસ્તુતિ કરી શકીએ?

10 અમે રાત દહાડો અતિશે પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમારાં મ્હો જોઈએ, ને તમારા વિશ્વાસનું ઓછાપણું સંપૂર્ણ કરીએ.

11 હવે દેવ આપણો બાપ પોતે તથા આપણો પ્રભુ ઇસુ ખ્રીસ્ત તમારી ભણી અમારો રસ્તો પાધરો કરો.

12 અને જેમ અમારો પ્રેમ તમારા પર, તેમ પ્રભુ તમારો પ્રેમ પણ એક બીજા પર તથા સર્વ પવિત્રો સુદ્ધાં આવશે, ત્યારે દેવ આપણા બાપની આગળ, તે આપણા હૃદયોને પવિત્રાઈમાં નિર્દોષ એવાં સ્થિર કરે.