2 ને તેનાથી સ્ત્રીઓને તથા નાનાં મોટાં સર્વને કેદ પકડ્યા હતા; તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા.
3 અને દાઉદ તથા તેના માણસો નગર આવ્યા, ત્યારે જો, તે આગથી બાળી નાખેલું હતું; ને તેઓની સ્ત્રીઓએ, તથા તેઓના દીકરાઓને, તથા તેઓની દીકરીઓને પકડી લઇ ગયા હતા.
4 તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખુટી ગઇ ત્યાં ઉધી તેઓ પોંક મુકીને રડ્યા.
5 અને દાઉદની બે સ્ત્રીઓને, એટલે અહીનોઆમ યિઝ્રએલીને, તથા અબીગાઈલ, નાબાલ કર્મેલીની સ્ત્રીને તેઓ હારી ગયા હતા.
6 અને દાઉદને ઘણો ખેદ થયો, કેમકે લોકો તેને પત્થરે મારવાની વાત કરવા લાગ્યા; કેમકે સર્વ લોક પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખિત હતા; પણ દાઉદ પોતાના દેવ યહોવાહમાં હિમ્મતવાન થયો.
7 અને દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું કે, એફોદ અહીં મારી પાસે લાવ; ને અબ્યાથાર એફૂદ દાઉદ પાસે લઇ આવ્યો.
8 આને દાઉદે યહોવાહની સલાહ પુછી કે, હું એ ટુકડીની પાછળ લાગુ, તો શું, હું તેને પકડી પાડી શકીશ? ને તેણે તેને ઉત્તર આપ્યો કે, પાછળ લાગ,કેમકે નિશ્ચે તું તેઓને પકડી પાડીશ, ને બેશેક બધું પાછું મેળવીશ.
9 તેથી દાઉદ તથા તેની સાથેના છસેં માણસો ગયા, ને બસોરના નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગએલાઓ થોભ્યા.
10 પણ દાઉદ તથા ચારસેં માણસો લગી રહ્યા; કેમકે બાકીનાં બસેં માણસો એટલા નિર્ગત થાય ગયા હતા કે તેઓ બસોરનું નાળું ઉતારવાને અશક્ત હતા, તેથી તે પાછળ રહી ગયા.
11 અને તેઓને એક મિસરી પુરૂષ ખેતરમાં મળી આવ્યો, ને તેઓ તેને દાઉદની પાસે લાવ્યા, ને તેને રોટલી આપી, ને તેણે ખાધી; ને તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
12 ને તેઓએ અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સુકી દ્રાક્ષની બે લૂમો તેને આપી, ને તેને ખાધું એટલે તેને પાછો હોશ આવ્યો, કેમકે ત્રણ દિવસ તથા ત્રણ રાત તેણે રોટલી ખાધી ન હતી, ને પાણી પણ પીધું ન હતું.
13 અને દાઉદે તેને કહ્યું કે, તું કોણના તાંબાનો છે, ને ક્યાંથી આવ્યો છે? ને તેણે કહ્યું કે, હું મીસરનો એક જુવાન છું, તથા એક અમલેકીનો ચાકર છું; ને મારા ઘણીએ મને મુકી દીધો, કેમકે ત્રણ દિવસ અગાઉ હું માંદો પડ્યો.
14 અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, તથા યહુદાહના દેશ ઉપર, તથા કાલેબના દક્ષિણ ભાગ ઉપર સવારી કરીને, સીક્લાગને આગથી બાળી નાખ્યું.
15 અને દાઉદે તેને કહ્યું કે, તું મને તે ટુકડી પાસે લઇ જઈશ? ને તેણે કહ્યું કે, જો ત દેવનો સોગન ખાઇ કે તું મને મારી નહિ નાખે, અથવા મારા ઘણીના હાથમાં મને નહિ સોંપી દે, તો તને તે ટુકડી પાસે લઇ જાઉં.
16 અને જયારે તે તેને ત્યાં લઇ ગયો ત્યારે, જુઓ, તે લોક સઘળાં મેદાન ઉપર પસરેલા હતા, ને ખાતાં તથા પીતા તથા મિજબાની કરતાં હતા, કેમકે તેઓએ પુષ્કળ લૂટ પલિસ્તીઓના દેશમાંથી તથા યહુદાહના દેશમાંથી લીધી હતી.
17 અને દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા; ને જે ચારસેં જુવાનો ઉંટ ઉપર બેસીને નાસી ગયા તે શિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
18 અને જે સઘળું અમાલેકીઓ લઇ ગયા હતા, તે દાઉદે પાછું મેળવ્યું, ને દાઉદે પોતાની બે સ્ત્રીઓને છોડાવી.
19 અને નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ, કે લૂટ, કે જે કંઈ તેઓ હારી લઇ ગયા હતા, તે સઘળાંમાંથી કાંઇ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહિ; દાઉદ સઘળું પાછું લાવ્યો.
20 અને દાઉદે સઘળાં ઘેટાં તથા ઢોરઢાંક લીધાં; ને તેમને બીજાં ઢોરોની આગળ ઢાંકીને તેઓએ કહ્યું કે, આ દાઉદની લૂટ છે.
21 અને જે બસેં માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાઠ જઈ શક્યા ન હતા, તથા જેમને તેમણે બસોરના નામલા આગળ રાખ્યા હતા, તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો; ત્યારે તેઓ દાઉદને મળવાને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા; ને જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેને તેઓને ક્ષેમકુશળ કહ્યા.
22 ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેમાંના સર્વ દુષ્ટ પુરૂષો તથા બલીયઆલપુત્રોએ ઉત્તર આપ્યો કે, તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂટ આપણે પાછી પડાવી છે તેમાંથી કંઈ આપણે તેઓને આપવીજ નહિ, માત્ર પ્રત્યેકને તેની સ્ત્રી તથા બાળકો આપવાં, કે તેમને લઇ તેઓ વિદાય થાય.
23 ત્યારે દાઉદે કહ્યું કે, મારા ભાઈઓ, યહોવાહ કે જેણે આપણે બચાવી રાખ્યા છે, તથા આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધા છે, તેણે આપણને આપ્યું જે આપ્યું છે તે વિષે તમારે એમ ન કરવું.
24 અને એ બાબતમાં તમારૂં કોણ સાંભળશે? લડાઈમાં જનારને જેવો ભાગ તેવોજ ઉચાળા પાસે રહેનારને મળશે; તેઓને સરખો ભાગ મળશે.
25 અને તેણે તે દિવસથી માંડીને અઆજ સુધીને વાસ્તે એજ નિયમ તથા વિધિ ઇસ્રાએલને સારૂ બાંધ્યા.
26 એ દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂટમાંથી કેટલીક યહુદાહના વડીલોને ત્યાં, એટલે પોતાના મિત્રોને ત્યાં, મોકલાવીને કહાવ્યું કે, જુઓ, યહોવાહના શત્રુઓ પાસેથી લીધેલી લૂટમાંથી આ ભેટ તમારે વાસ્તે;
27 તથા બેથેલવાસીઓને ત્યાં, તથા દક્ષિણના રામોથવાસીઓને ત્યાં, યાત્તીરવાસીઓને ત્યાં;
28 ને અરોએરવાસીઓને ત્યાં, તથા સિફમોથવાસીઓને ત્યાં, તથા એશ્તમોઆવાસીઓને ત્યાં;
29 ને રાખાલવાસીઓને ત્યાં, તથા યરાહમએલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, તથા કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં;
30 ને હોર્માહવાસીઓને ત્યાં તથા કોર-આશાનવાસીઓને ત્યાં તથા અથાખવાસીઓને ત્યાં;
31 ને હેબ્રોનવાસીઓને ત્યાં, તથા જે સઘળાં ઠેકાણાંમાં દાઉદ તથા તેના માણસો જતા આવતા હતા, ત્યાં [મોકલાવી].