2 અને પલિસ્તીઓના સરદારો સો સોની તથ્હા હજાર હજારની ટોળીઓ બંધ ચાલી નિકળ્યા, ને દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યને પાછલે ભાગે ચાલતા હતા.

3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું કે, આ હેબ્રીઓનું અહીં શું કામ છે? ને આખીશ પલિસ્તીઓના સરદારોને કહ્યું કે, શું એ ઇસ્રાએલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો માટે સાથે કેટલાક દિવસ કે કેટલાક વર્ષ થયાં રહે છે, તો પણ જે દિવસે તે મારી તરફ આવતો રહ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કંઈ માલમ પડ્યો નથી.

4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; એટલે પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું કે, આ માણસને પાછો મોકલ, કે જે જગ્યા તેં તેને ઠરાવી આપે છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણા સામોવાળાથઇ પડે; કેમકે પોતાના શેઠની પ્રીતિ પાછી મેળવવા સારૂ તે શું મૂલ્ય નહિ આપે? શું આ માણસોના માથા નહિ આપે?

5 શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું કે, શાઉલે પોતાના સહસ્ત્રોને ને દાઉદ પોતાના દસસહસ્ત્રોને માર્યા છે?

6 ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું કે, જીવતા યહોવાહના સમ, તું પ્રમાણિકપણાથી વાર્યો છે, ને સૈન્યમાં મારી સાથે તારી આવજા મારી દૃષ્ટિમાં શુભ છે, કેમકે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ દુષ્ટપણું માલમ પડ્યું નથી, પરંતુ સરદારોની મહેરબાની તારા પર નથી.

7 માટે હવે તો પાછો વળ, ને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજી ન થાય તેને લીધે શાંતિએ જા.

8 અને દાઉદે આખીશને કહ્યું, પણ મેં શું કીધું છે? ને જ્યાં સુધી હું તારી હજુરમાં હતું ત્યાં સુધી,એટલે આજ સુધી, તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મને જઈને મારા મુરબ્બી રાજાના શત્રુઓની સાથે લડવાની પરવાનગી ન મળે?

9 ને આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું કે, હું જાણું છું કે મારી દૃષ્ટિમાં તું સારો, દેવના દૂત જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, તેં અમારી સાથે યુદ્ધમાં ન આવે.

10 તે માટે હવે તારા ઘણીના જે ચાકરો તારી સાથે આવેલા છે, તેઓની સથે તું પરોઢીએ ઊઠજે; ને પરોઢીએ ઉઠ્યા પછી સૂર્યોદય થયે તમે વિદાય થજો.

11 તેથી દાઉદ તથા ટી માણસો સવારમાં ચાલી નિકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા સારૂ પરોઢીએ ઉઠ્યા. અને પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.