2 અને શાઉલે ગિબઆહના છેક છેવાડા ભાગમાં મિગ્રાનમાં દાડેમના એક ઝાડ નીચે ઉતારો કીધો હતો; અને તેની સાથેના લોક આસરે છસેં હતા

3 અને શીલોહ મધ્યે યહોવાહનો યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઇખાબોદના ભાઇ અહીટૂબનો દીકરો અહીઆહ એફોદ પહેરેલો હતો; ને લોકો જાણતા નહોતા કે યોનાથાન ગયો છે.

4 અને પલિસ્તીઓના લશ્કર પાસે યોનાથાન જે રસ્તે થઈને જવાનું શોધતો હતો, તેની એક બાજુએ ખડકની કઢણ હતી; ને એકનું નામ બોસેસ, ને બીજીનું નામ સેનેહ હતું.

5 એક કઢણ ઉત્તર ગણ મિખ્માશ સામે, ને બીજી કઢણ દક્ષિણ ગમ ગેબા સામે આવેલી હતી.

6 અને યોનાથાને પોતાના શાસ્ત્રધાર જુવાનને કહ્યું કે, ચાલ, આપણે એ બેસુનતી લોકોની છાવણીમાં જઈએ, કદાપિ યહોવાહ આપણી સહાય કરશે; કેમકે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાહને કંઈ અડચણ નથી.

7 અને તેના શાસ્ત્રધારે તેને કહ્યું કે, જે સર્વ તારા મનમાં છે તે કર; વળીને ત્યાં ચાલ, હું તારી ઈચ્છા પ્રમાણે તારી સાથે છું.

8 ત્યારે યોનાથાને કહ્યું, જો, આપણે તે માણસોની પાસે જઈએ, ને તેઓને દેખા દઈએ.

9 જો તેઓ આપણને એમ કહેશે કે, અમે તમારી પાસે આવીને ત્યાં સુધી સબૂર કરો, તો આપણે પોતાને ઠેકાણે રહીશું, ને તેઓની પાસે નહિ જઈએ.

10 પણ જો તેઓ કહેશે કે, અમારી પાસે ઉપર આવો, તો આપણે ઉપર જઈશું; કેમકે યહોવાહે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે; ને એ આપણે સારૂ ચિન્હ થશે.

11 અને ને બન્નેએ પલિસ્તીઓના લશ્કરને દેખા દીધા, અને પલિસ્તીઓએ કહ્યું, જુઓ, જે ખાડાઓમાં હેબ્રીઓ સંતાઈ રહ્યા હતા, તેઓમાંથી તેઓ નીકળે છે.

12 અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રધારને ઉત્તર આપીને કહ્યું કે, ઉપર અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈ દેખાડીએ; ને યોનાથાને પોતાના શસ્ત્રધારને કહ્યું કે, મારી પાછળ ઉપર આવ, કેમકે યહોવાહે તેઓને ઇસ્રાએલના હાથમાં સોંપી દીધા છે.

13 અને યોનાથાનઘૂંટણીએ પડીને ચઢયો, ને તેનો શસ્ત્રધાર તેની પાછળ પાછળ ચઢ્યો; ને યોનાથાન આગળ તેઓ માર્યા ગયા, ને તેના શસ્ત્રધાર તેની પાછળ તેઓને માર્યા.

14 અને જે પહેલી કતલ યોનાથાને તથા તેના શસ્ત્રધારે કીધી તે આસરે વીસ માણસની હતી, એટલે જાણે કે એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં

15 અને છાવણીમાં તથા રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં કંપારા વછૂટ્યો; ને લશ્કર તથા લૂટનારા પણ કંપ્યા, ને ભૂમિ કંપી, ને એમ ઘણો મોટો કંપારો થયો.

16 અને શાઉલના પહેરેગીરો જે બિન્યામીનના ગિબઆહમાં હતા તેઓએ જોયું, તો જુઓ, સમુદાય ઓછો થતો હતો હતો, ને તેઓ અહીંતહીં દોડતા હતા.

17 અને શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓને કહ્યું કે, ગણત્રી કરીને જુઓ કે આપણામાં કોણ ગયો છે.

18 અને શાઉલે અહીયાને કહ્યું કે, દેવનો કોષ અહીં લાવ; કેમકે તે વખતે દેવનો કોષ ઇસ્રાએલપુત્રો મધ્યે હતો.

19 અને શાઉલ યાજકની સાથે વાત કરતો હતો તે દરમ્યાન એમ થયું કે, પલિસ્તીઓની છાવણીમાં જે હંગામો થતો હતો તે વધતો ને વધતો થતો ગયો; ને શાઉલે યાજકને કહ્યું, તારો હાથ પાછો ખેંચી લે.

20 અને શાઉલ તથા તેની સાથે જે સઘળા લોક હતા, તેઓ એકઠા થયા, ને લડવાને આવ્યા; ને જુઓ, પ્રત્યેક માણસની તરવાર પોતાની સોબતી વિરુદ્ધ હતી, ને મોટો ઘાણ વળી ગયો હતો.

21 હવે જે હેબ્રીઓ અગાઉની પેઠે પલિસ્તીઓ સાથે હતા, જેઓ ચારોગમના પ્રદેશમાંથી તેઓની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ પણ ફરી જઈને શાઉલ તથા યોનાથાનની સાથેના ઇસ્રાએલીઓની સાથે મળી ગયા.

22 તેમજ જે સર્વ ઇસ્રાએલના માણસો એફ્રાઈમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓ પણ, પલીસ્તીઓ નાસે છે એવું સાંભળીને, લડાઈમાં તેઓની પૂઠે લાગોલગ લાગ્યા.

23 એમ યહોવાહે તે દિવસે ઇસ્રાએલનો બચાવ કીધો; ને લડાઇ બેથ-આવેનની પાસે થઈને આગળ ચાલી.

24 અને તે દિવસે ઇસ્રાએલના માણસો હેરાન થયા; પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું કે, સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારૂં વેર વળે ત્યાં સુધી કે કોઇ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શ્રાપિત થાઓ; માટે લોકોમાંથી કોઇએ કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.

25 અને સઘળા લોક વનમાં આવ્યા, ને ત્યાં ભૂમિ ઉપર મધ હતું.

26 અને વન મધ્યે લોકો આવ્યા ત્યારે, જુઓ, મધ ટપકતું હતું; પણ કોઇએ પોતાનો હાથ પોતાને મ્હોડે લગાડ્યું નહિ; કેમકે લોકો પેલા સમથી બીતા હતા.

27 પણ તેના બાપે લોકોને સોગન દીધા ત્યારે યોનાથાને સાંભળ્યું ન હતું, માટે તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો મધકોષમાં ઘોંચીને પોતાનો હાથ પોતાને મ્હોડે લગાડ્યો; ત્યારે તેની આંખોમાં તેજ આવ્યું.

28 અને લોકોમાંથી એક જણે ઉત્તર દેતાં કહ્યું, તારા બાપે લોકોને સોગન દઈને સખત રીતે હુકમ કર્યો છે, કે જે માણસ આજ કોઇ અન્ન ખાય તે શ્રાપિત થાય. અને લોકો નિર્ગત થઇ ગયા હતા.

29 ત્યારે યોનાથાને કહ્યું કે, મારા બાપે દેશને હેરાન કીધો છે; કૃપા કરીને જો, મેં થોડુંક મધ ચાખ્યું છે, તેથી મારો આંખોમાં કેવું તેજ આવ્યું છે!

30 ને જો સુભાગ્યે આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી મનમાન્યું ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત! કેમકે હાલ પલિસ્તીઓમાં આ કરતાં ઘણી મોટી કતલ થઇ હોત.

31 અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓને મારતા ગયા; ને લોકો ઘણા નિર્ગત થઇ ગયા હતા.

32 અને લોકો લૂટ પર ઘસી પડ્યા, ને ઘેટાં તથા બળદો, તથા વાછરડા લઈને ભૂમિ ઉપર તેઓનો વધ કરીને રક્ત સુદ્ધાં તેઓને ખાવા લાગ્યા.

33 ત્યારે તેઓએ શાઉલને કહ્યું કે, જો, લોકો રક્ત સુદ્ધાં ખાઈને દેવ વિરુદ્ધ પાપ કરે છે. ત્યારે તેણે કહ્યું, તમે ઠગાઇ કરી છે; આજે એક મોટો પત્થર ગબડાવીને મારી પાસે લાવો.

34 અને શાઉલે કહ્યું, તમે લોકો મધ્યે વિખેરાઈ જઈને તેઓને કહો કે, પ્રત્યેક માણસ પોતાનો બળદ, તથા પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, તે અહીં તેઓને કાપીને ખાય; પણ તમે રક્ત સુદ્ધાં ખાઈને યહોવાહ વિરુદ્ધ પાપ કરશો મા. અને એ તે રાત્રે સર્વ લોકોએ પોતપોતાનો બળદ સાથે લાવીને તેઓને ત્યાં કાપ્યાં.

35 અને શાઉલે યહોવાહને સારૂ વેદી બાંધી; જે પહેલી વેદી તેણે યહોવાહને સારૂ બાંધી તે એજ હતી.

36 અને શાઉલે કહ્યું, આપણે રાતની વેળાએ પલિસ્તીઓની પાછળ ઉતરી પડીએ, ને સવારના અજવાળા સુધી તેઓને લૂટીએ, ને તેઓમાંઓ એકે માણસ રહેવા ન દઈએ. અને તેઓએ કહ્યું, જે કંઈ તને સારૂં લાગે તે કર; ત્યારે યાજકે કહ્યું કે, આપણે અહીં દેવની હજુરમાં એકઠા થઈએ.

37 અને શાઉલે દેવની સલાહ પુછી કે, હું પલિસ્તીઓની પાછળ ઉતરી પડું? શું તું તેઓને ઇસ્રાએલના હાથમાં આપશે? પણ તેણે તે દિવસે કંઈ ઉત્તર આપ્યો નહિ.

38 અને શાઉલે કહ્યું, લોકોનાં સર્વ આગેવાનો, તમે અહીં આવો; અને આજ આ પાપ શાથી થયું છે એ તપાસ કરી શોધી કાઢો.

39 કેમકે ઇસ્રાએલનો ઉદ્ધાર કરનાર યહોવાહના સોગન ખાઈને હું કહું છું કે, જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ તે માર્યો જશે. પણ સર્વ લોકોમાંથી કોઇએ પણ ઉત્તર આપ્યો નહિ.

40 ત્યારે તેણે સર્વ ઇસ્રાએલને કહ્યું કે, તમે એક બાજુએ રહો, ને હું તથા મારા દીકરા યોનાથાન બીજી બાજુએ રહીએ; ને લોકોએ શાઉલને કહ્યું, જે તને સારૂ લાગે તે કર.

41 માટે શાઉલે ઇસ્રાએલના યહોવાહ દેવને કહ્યું કે, સત્ય વાત જણાવ. અને યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા;; પણ લોક બચી ગયા.

42 અને શાઉલે કહ્યું, મારી ને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. અને યોનાથાન પકડાયો.

43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, તું શું કીધું છે તે મને કહે. ત્યારે યોનાથાને તેને કહ્યું કે, મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે; ને જો, મારે મરવું પડે છે.

44 અને શાઉલે કહ્યું, એવું ને એથી વધારે પણ દેવ કરો; કેમકે યોનાથાન તું નિશ્ચય મરશે.

45 અને લોકોએ શાઉલને કહ્યું, શું, યોનાથાન જેણે ઇસ્રાએલ મધ્યે આ મોટો ઉદ્ધાર કીધો છે તે મરશે? એવું ન થાઓ; જીવતા યહોવાહના સમ, કે તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી; કેમકે તેણે આજે દેવની સહાયથી કામ કીધું છે એમ લોકોએ યોનાથાનને મોતથી ઉગાર્યો.

46 અને શાઉલ પલિસ્તીઓનો કેડો છોડીને ચાલ્યો ગયો; ને પલિસ્તીઓ પોતાને ઠેકાણે ગયા.

47 હવે ઇસ્રાએલ પર રાજ્યપદ ધારણ કીધા પછી શાઉલ તેની ચરોગમ સર્વ શત્રુઓની એટલે મોઆબની સામે, તથા આમ્મોનપુત્રોની સામે, તથા અદોમની સામે તથા સોબાહના રાજાઓ સામે તથા પલિસ્તીઓ સામે લડ્યો; ને જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.

48 અને તેણે બહાદુરી કરીને અમલેકીઓને માર્યા, ને ઇસ્રાએલને તેઓના લૂંટારાઓના હાથમાંથી મુક્ત કીધા.

49 હવે શાઉલના દીકરા યોનાથાન, ને યીશ્વી, ને માલ્કી શુઆ હતા; અને તેની બે દીકરીઓનાં નામ આ હતાં; એટલે જ્યેષ્ઠનું નામ મેરાબ, ને કનિષ્ઠનું નામ મીખાલ હતું

50 અને શાઉલની પત્નીનું નામ અહીનોઆમ હતું, તે અહીમાઆસની દીકરી હતી; સેનાપતિનું નામ આબ્નેર હતું, ને શાઉલ કાકાનેરનો દીકરો હતો.

51 અને કીશ શાઉલનો બાપ હતો; ને આબ્નેરનો બાપ નેર એ અબીએલનો દીકરો હતો.

52 અને શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓ સાથે સખત યુદ્ધ ચાલતું હતું; ને શાઉલ કોઇ પરાક્રમી માણસને કે કોઇ શૂરા માણસને જોતો, તો તે તેને પોતાની પાસે રાખતો.