2 કેમકે જે અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ દેવની સાથે બોલે છે, કાંજે કોઇ તેનું સમજતું નથી, પણ આત્માએ તે મર્મો બોલે છે.

3 પણ જે ભવિષ્યવાદ કરે છે, તે સંસ્થાપન તથા સુબોધ તથા દિલાસાને સારૂ માણસો સાથે બોલે છે.

4 અને જે અન્ય ભાષા બોલે છે તે પોતાનું સંસ્થાપન કરે છે; પણ જે ભવિષ્યવાદ કરે છે તે મંડળીનું સંસ્થાપન કરે છે.

5 મારી ઈચ્છા છે કે, તમે સઘળા ભાષાઓ બોલો, પણ વિશેષ કે તમે ભવિષ્યવાદ સમજાવો; કેમકે ભાષાઓ બોલનાર, જો મંડળીના સંસ્થાપનને સારૂ વ્યાખ્યાન ન કરે, તો તે કરતાં ભવિષ્યવાદ સમજાવનાર મોટો છે.

6 અને, ભાઈઓ, જો હું ભાષાઓ બોલતો તમારી પાસે આવું, ને જો પ્રકટીકરણથી, કે જ્ઞાનથી, કે ભવિષ્યવાદથી, કે શિખામણથી તમારી પાસે ન બોલું તો તમને શો લાભ કરૂં?

7 એમજ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, એ જો નાદનો ફેર ન પાડે, તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ જણાશે?

8 કેમકે જો રણશીંગડું સાફ વીણા ન કાઢે, તો કોણ લડાઇની તૈયારી કરશે?

9 એમજ તમે પણ જો જીભવડે સાફ વાત ન કરો તો બોલેલી વાત કેમ સમજાય? કેમકે તમે હવામાં બોલનારા થશો.

10 જગતમાં એટલી બધી જાતના અવાજો હશે, ને તેઓમાંના કોઇ અર્થ વગરના નથી,

11 એ માટે જો હું અવાજનો અર્થ ન જાણું, તો બોલનારને હું મ્લેચ્છ ગણાઈશ, ને બોલનાર મને મ્લેચ્છ ગણશે.

12 એ પ્રમાણે તમે આત્મિક દાનો ચાહો છો, માટે આસ્થાથી શોધો કે મંડળીના સંસ્થાપનને સારૂ તમે તેમાં વૃદ્ધિ પામો.

13 તે માટે અન્ય ભાષા બોલનારે પોતાથી વ્યાખ્યાન થાય, એવી પ્રાર્થના કરવી.

14 કેમકે જો હું અન્ય ભાષાએ પ્રાર્થના કરૂં, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારૂં મન નિષ્ફળ છે.

15 તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ ને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને મનથી પણ ગાઈશ.

16 નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો જે અભણની જગ્યામાં બેસે છે, તે તારી સ્તુતિની વાત પર કેમ આમેન કહેશે? કેમકે તું શું કહે છે એ તે જાણતો નથી.

17 કેમકે તું સારી પેઠે સ્તુતિ કરે છે; પણ બીજાનું સંસ્થાપન થતું નથી.

18 હું દેવનો ઉપકાર માનું છું, કે તમ સર્વ કરતાં વધારે ભાષાઓ મને બોલતાં આવડે છે.

19 તોપણ મંડળીમાં અન્ય ભાષાથી દસ હજાર શબ્દ બોલવા, તે કરતાં બીજાઓને શિખવવા હું પાંચ શબ્દ પોતાના મનથી બોલું એ મને સારૂ લાગે.

20 ભાઈઓ, બુદ્ધિમાં બાળક ન થાઓ; પણ ભુંડાઇમાં બાળકો થાઓ, ને બુદ્ધિમાં પ્રૌઢ થાઓ.

21 નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, અન્ય ભાષાઓથી તથા અન્ય હોઠોથી હું આ લોકની સાથે બોલીશ, તોપણ તેઓ મારૂં ન સાંભળશે, એમ પ્રભુ કહે છે.

22 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને નિશાણીરૂપ છે. પણ ભવિષ્યવાદ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને સારૂ છે.

23 એ માટે જો આખી મંડળી એકઠી આવે, ને સઘળા ભાષાઓ બોલે, ને જો અભણો કે અવિશ્વાસીઓ પેસે તો શું તેઓ કહેશે નહિ, કે તમે ઘેલા છો?

24 પણ જો સર્વ ભવિષ્યવાદ કરે, ને કોઇ અવિશ્વાસી કે અભણ પેસે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે;

25 ને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ કરાય છે; ને એમ દેવ તમારામાં ખરેખરો છે એવું પ્રગટ કરીને, તે સર્વની આગળ ઉંધો પડીને દેવનું ભજન કરશે.

26 તો ભાઈઓ, શું છે? જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના પ્રત્યેકને ગીત કે શિખામણ કે પ્રકટીકરણ કે અન્ય ભાષા કે વ્યાખ્યાન છે; સંસ્થાપનને સારૂ સર્વ થવું જોઈએ.

27 જો કોઇ અન્ય ભાષા બોલે, તો બે અથવા ઘણામાં ઘણા તો ત્રણ માણસ, ને અનુક્રમે બોલે; ને એકે વ્યાખ્યાન કરવું.

28 પણ જો વ્યાખ્યાન કરનાર ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું, ને પોતાની તથા દેવની સાથે બોલવું.

29 બે કે ત્રણ ભવિષ્યવાદીઓ બોલે, ને બીજાઓ પારખે.

30 પણ જો બેઠેલાંઓમાંના કોઈને કંઈ પ્રગટ થયું, તો પહેલાએ છાના રહેવું.

31 કેમકે તમે સર્વ એક પછી એક ભવિષ્યવાદ કહી શકો છો, કે અરવ શિખે તથા અરવ દિલાસો પામે.

32 અને ભવિષ્યવાદીઓના આત્માઓ ભવિષ્યવાદીઓને આધીન છે.

33 કેમકે દેવ ગદ્બદનો નથી, પણ શાંતિનો દેવ છે; જેમ પવિત્રોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ.

34 તમારી બાયડીઓએ મંડળીઓમાં છાના રહેવું; કેમકે બોલવાનો તેઓને અધિકાર નથી, પણ આધીન રહેવાનો, ને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.

35 પણ જો તેઓ કંઈ શિખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાન વારોને પુછવું; કેમકે મંડળીમાં બાયડીઓએ બોલવું એ લાજની વાત છે.

36 શું તમારી પાસેથી દેવની વાત નીકળી? કે શું તે એકલા તમને મળી છે?

37 જો કોઇ પોતાને ભવિષ્યવાદી કે આત્મિક ધારે, તો જે વાતો હું લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે જાણવું.

38 અને જો કોઇ આજ્ઞાની હોય તો અજ્ઞાની રહે.

39 એ માટે, ભાઇઓ, ભવિષ્યવાદ કરવાને ચાહો, ને અન્ય ભાષાઓ બોલવાને ન નિવારો.

40 શોભતી રીતે તથા અનુક્રમે સર્વ થાય.