2 અને જો મને ભવિષ્યજ્ઞાન હોય, ને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણું,, ને જો પુરો વિશ્વાસ મને હોય, એવો કે મારાથી પર્વતો ખસેડાય, પણ મને પ્રીતિ ન હોય, તો હું કંઇ નથી.
3 અને જો હું કંગાલોને પાળવાને મારી આખી સંપત આપું, ને જો હું મારૂં શરીર બળવાને આપું, પણ મને પ્રીતિ ન હોય, તો મને કંઈ લાભ થતો નથી.
4 પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ વડાઈ કરતી નથી, ફુલતી નથી,
5 વિશોભિત રીતે વર્તતી નથી, પોતાનુંજ શોધતી નથી, સંતાપતી નથી, ભુંડું ધારથી નથી;
6 અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે;
7 સઘળું ખમે છે, સઘળું ખરૂં માને છે, સઘળાની આશા રાખે છે, સઘળાનું સહન કરે છે.
8 પ્રીતિ કદી ખુટતી નથી, પણ ભવિષ્યદાનો હોય તો તેઓ જતાં રહેશે; ભાષાઓ હોય, તો તેઓ સમાપ્ત થશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.
9 કેમકે આપણે અપૂર્ણ જાણીએ છીએ; ને અપૂર્ણ ભવિષ્યવાદ કહીએ છીએ;
10 પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
11 જયારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો, પણ જયારે પુરૂષ થયો, ત્યારે મેં બાળકની વાતો મુકી દીધી.
12 કેમકે હમણાં આપણે દર્પણને આસરે ઝાખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ જણાએલો છું તેમ જાણીશ.
13 અને હવે વિશ્વાસ તથા આશા તથા પ્રીતિ એ ત્રણે રહે છે; પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે.