2 એ સર્વ ઉપર, પાઉલ જે દેવની ઇચ્છાથી ઇસુ ખ્રીસ્તનો પ્રેરિત થવાને તેડાએલો તે, તથા ભાઇ સોસ્થેનેસ લખે છે.

3 દેવ આપણા બાપથી તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.

4 દેવની કૃપા ખ્રીસ્ત ઇસુમાં તમને અપાયલી છે, તેને સારૂ હું તમારા વિષે મારા દેવનો ઉપકાર સદા માનું છું;

5 કેમકે જેમ ખ્રીસ્તની શાહેદી તમારામાં દૃઢ થઇ તેમ, સર્વ પ્રકારે,

6 સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં, તમે તેનામાં ભરપુર થયા;

7 માટે તમે કંઈ કૃપાદાનમાં ઓછા ન થતાં આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના પ્રગટ થવાની વાટ જુઓ છો.

8 તે તમને આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના દિવસમાં નિર્દોષ થવાને અંત સુધી દૃઢ કરશે.

9 દેવ, જેનાથી તમે તેના દીકરા આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તની સંગતમાં તેડાએલા છો, તે વિશ્વાસુ છે.

10 ભાઈઓ, હું આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તને નામે, તમારી વિનંતી કરું છું, કે તમે સઘળા એકજ વાત બોલો, ને તમારામાં ફૂટો ન થાય, પણ એકજ મને તથા એકજ મત મળેલા થાઓ.

11 કેમકે, મારા ભાઈઓ, તમારા સંબંધી કલોએના ઘરનાંઓની પાસેથી મને ખબર મળી છે, કે તમારામાં કજીઆ છે.

12 હવે હું એ કહેવા માંગું છું, કે તમારામાંનો હરેક કહે છે, કે હું તો પાઉલનો, ને હું અપોલાનો, ને હું કેફાનો, ને હું ખ્રીસ્તનો.

13 શું ખ્રીસ્ત વિભાગેલો છે? શું પાઉલ તમારે સારૂ વધસ્તંભે જડાયો? અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા?

14 હું દેવની સ્તુતિ કરું છું, કે ક્રિસ્પસ તથા ગાયસ વિના મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નહિ.

15 રખે કોઇ કહે કે મેં પોતાને નામે બાપ્તિસ્મા કર્યું.

16 સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું; એ શિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એ હું જાણતો નથી.

17 કેમકે બાપ્તિસ્મા કરવા સારૂ ખ્રીસ્તે મને મોકલ્યો એમ નહિ, પણ સુવાર્ત્તા પ્રગટ કરવા સારૂ, વાતના જ્ઞાનથી નહિ, રખે ખ્રીસ્તનો વધસ્તંભ વ્યર્થ થાય.

18 કેમકે નાશ પામનારાઓને વધસ્તંભની વાત મૂર્ખપણું લાગે છે; પણ અમ તારણ પામનારાઓને તે દેવનું પરાક્રમ છે.

19 કેમકે એમ લખ્યું છે કે, હું જ્ઞાનીઓના જ્ઞાનને નાશ કરીશ, ને બુદ્ધિવંતોની બુદ્ધિનો નકાર કરીશ.

20 જ્ઞાની ક્યાં? શાસ્ત્રી ક્યાં?આ કાળનો વિવાદી ક્યાં? શું દેવે જગતનું જ્ઞાન મૂર્ખપણું ઠરાવ્યું નથી?

21 કેમકે જયારે દેવના જ્ઞાનમાં, જગતે પોતાના જ્ઞાનવડે દેવને જાણ્યો નહિ, ત્યારે વાત પ્રગટ કરવાના મૂર્ખપણા વડે વિશ્વાસ કરનારાઓને તારવા તે દેવને પસંદ પડ્યું.

22 યહુદીઓ નિશાની માગે છે હેલેનીઓ જ્ઞાન શોધે છે;

23 પણ અમે તો વધસ્તંભે જડાએલા ખ્રીસ્તને પગત કરીએ છીએ, તે તો યહુદીઓને ઠોકર, ને હેલેનીઓને મૂર્ખપણું લાગે છે;

24 પણ જે તેડાયલા, પછી તે યહુદી હોય કે હેલેની હોય, તેઓને ખ્રીસ્ત દેવનું પરાક્રમ તથા દેવનું જ્ઞાન છે.

25 કારણ કે દેવનું જે મૂર્ખપણું તે માણસો કરતાં જ્ઞાની છે, ને દેવનું જે અબળપણું તે માણસો કરતાં શક્તિવાન છે.

26 કેમકે ભાઈઓ, તમે તમારા તેડાને જુઓ છો, કે દેહ પ્રમાણે ઘણા જ્ઞાનીઓ, ઘણા પરાક્રમીઓ, ઘણા કુળવંતો [તેડાયલા] નથી;

27 પણ દેવે જ્ઞાનીઓને લજાવવા સારૂ જગતના અબળોને પસંદ કર્યા છે,

28 ને જે છે તેઓને વ્યર્થ કરવા સારૂ, દેવે જગતના અકુલીનોને તથા ધિક્કારેલાઓને તથા જે નથી તેઓને પણ પસંદ કર્યા છે,

29 કે માનવી જાત તેની આગળ અભિમાન ન કરે.

30 પણ તેનાથી ઇસુ ખ્રીસ્તમાં તમે છો, અમે એ આપણને સારૂ દેવ પાસેથી જ્ઞાન તથા ન્યાયીપણું તથા પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયો;

31 એ માટે કે જેમ લખ્યું છે તેમ, જે અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.