1 અને સવાર થઇ ક તરત મુખ્ય યાજકોએ, વડીલો તથા શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને મનસુબો કીધો, ને ઇસુને બાંધીને લઇ ગયા, ને પીલાતને સોંપી દીધો.
2 અણ પીલાતે તેને પુછ્યું કે, શું તું યહુદીઓનો રાજા છે? ને તેણે ઉત્તર આપતાં તેને કહ્યું કે, તું કહે છે તેજ.
3 અને મુખ્ય યાજકોએ તે પર ઘણાં તોહોમત મુક્યાં.
4 અને પીલાતે ફરી તેને પુછતાં કહ્યું કે, શું તું કંઇજ ઉત્તર દેતો નથી? જો, તેઓ તારા પર કેટલાં બધાં તોહોમત મુકે છે!
5 પણ ઇસુએ બીજો કંઇ ઉત્તર દીધો નહિ, જેથી પીલાતને આશ્ચર્ય લાગ્યું.
6 અને આ પર્વમાં જે એક બંદીવાનને તેઓ માગે તેને તે છોડી દેતો.
7 અને કેટલાએક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બારાબાસ નામનો માણસ હતો.
8 અને લોકક ઉપર ચઢીને તેને વિનંતી કરવા લાગ્યા કે, જેમ તું અમારે સારું હમેશ કરતો, તે પ્રમાણે કર.
9 અને પીલાતે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારૂ યહુદીઓના રાજાને છોડું?
10 કેમકે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઇને લીધે તેને સોંપી દીધો હતો.
11 પણ મુખ્ય યાજકોએ લોકને ઉશ્કેર્યો, એ સારૂ કે તેના કરતાં તે તેઓને વાસ્તે બારાબાસને છોડે.
12 પણ પીલાતે ફરી તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, જેને તમે યહુદીઓનો રાજા કહો છો, તેને હું શું કરું?
13 ને તેઓએ ફરી બૂમ પાડી કે, તેને વધસ્તંભે જડાવ.
14 અને પીલાતે તેઓને કહ્યું કે, શા માટે? તેણે શું ભુંડું કર્યું છે? પણ તેઓએ વિશેષ બૂમ પાડી કે, તેને વધસ્તંભે જડાવ.
15 આને પીલાતે લોકને રાજી કરવા ચહાતા તેઓને સારૂ બરાબાસને છોડ્યો; ને ઇસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારું સોંપ્યો.
16 અણ સિપાઈઓ તેને પ્રેતોરિયમ નામે કચેરીમાં લઇ ગયા; ને તેઓએ આખી ટુકડી એકઠી કીધી.
17 અને તેઓએ તેને જાંબુઓ જભ્ભો પહેરાવ્યો, અણ કાંટાનો મુગટ ગુંથીને તેણે માટે મુક્યો;
18 ને, હે યહુદીઓના રાજા, સલામ! એમ કહીને તેને નમસ્કાર કરવા લાગ્યા.
19 અને તેઓએ તેના માથામાં સોટી મારી, ને તેના પર થુંક્યા, ને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા.
20 અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુઓ જભ્ભો ઉતાર્યો, ને તેનાં પોતાના લૂગડાં તેને પહેરાવ્યાં; ને વધસ્તંભે જડવા સારૂ તેને લઇ ગયા.
21 આને સીમોન કરીને એક કુરેની માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો બાપ હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બલાત્કારે તેનો વધસ્તંભ ઉંચકાવ્યો.
22 અને ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ખોપરીના જગ્યા કે, ત્યાં તેઓ તેણે લાવે છે.
23 અને તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષરસ તેને [પીવાને આપવા માંડ્યા; પણ તેણે લીધે નહિ.
24 અને તેઓએ તેને વધસ્તંભે જડ્યો, ને પ્રત્યેક કયો ભાગ લેવો, તે જાણવા મારે ચિઠ્ઠીઓ નાખોને તેઓએ તેનાં વસ્ત્ર માહોમાંહે વહેંચી લીધા.
25 અને ત્રીજો કલાક હતો, ત્યારે તેઓએ તેને વધસ્તંભે જડ્યા.
26 અને તેના ઉપર તેનું એવું તોહોમતનામું લખ્યું હતું કે યહુદીઓનો રાજા.
27 અને તેની સાથે બે લુતારને વધસ્તંભે જડ્યા, એક તેની જમણી તરફ, ને એક તેની ડાબી તરફ.
28 [[અને જે લેખ કહે છે કે તે અપરાધીઓમાં ગણાયો, તે પુરો થયો]].
29 અને પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથાં હલાવીને કહ્યું કે, વાહરે, મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દહાડામાં બાંધનાર,
30 તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઉતર.
31 અને એજ પ્રમાણે મુખ્ય યાજકોએ મહોમાંહે શાસ્ત્રીઓ સુદ્ધાં ઠઠ્ઠા કરીને કહ્યું કે, તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.
32 ઇસ્રાએલનો રાજા, ખ્રીસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે, કે અમે જોઇને વિશ્વાસ કરીએ.અને જેઓ તેની સાથે વધસ્તંભે જડાએલા હતા તેઓએ તેની નિંદા કીધી.
33 અને છઠ્ઠો કલાક થયો, ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર પડ્યો.
34 અને નવમા કલાકે ઇસુએ મોટે ઘાંટે બૂમ પાડે કે, એલોઇ, એલોઇ લામા સાબાખ્થાની, એટલે, મારા દેવ, મારા દેવ, તે મને કેમ મુકી દીધો છે?
35 ને જેઓ પાસે ઉભા રહેલા હતા તેઓમાંના કેટલાએકે તે સાંભળી કહ્યું કે, જુઓ, તે એલીયાહને બોલાવે છે.
36 અને એક માણસ દોડીને સિરકાથી વાદળી ભરી, ને લાકડાની ટોચે બાંધીને તેને ચુસવા આપીને કહ્યું કે, રહેવા ડો, આપણે જોઇએ કે, એલીયાહ તેને ઉતારવાને આવે છે કે નહિ.
37 અને ઇસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 અને મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
39 અને જે સુબેદાર તેની સામે ઉભો હતો, તેણે જયારે જોયું કે એણે આવી રીતે [[ઘાંટો પાડીને]] પ્રાણ છોડ્યો, ત્યારે કહ્યું કે, ખરેખર આ માણસ દેવનો દીકરો હતો.
40 અને બાયડીઓ પણ વેગળેથી જોતી હતી; જેઓમાં મરિયમ માગદાલેણ, અને નાના યાકુબ તથા યોસીની મા મરિયમ, અને સાલોમે હતી;
41 એઓ, જયારે તે ગાલીલમાં હતો ત્યારે, તેની પાછળ ચાલીને તેની સેવા કરતી હતી; ને તેની સાથે યરૂશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ [ત્યાં હતી].
42 અને સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,
43 એક માનવંતો ન્યાયસભાસદ, એટલે આરમથાઈનો યુસફ આવ્યો, જે પોતે પણ દેવના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિમ્મત ધરીને પીલાતની પાસે જઈને ઇસુની લાસ માગી.
44 અને પીલાત અચરતી પામ્યો કે, શું તે એટલામાં મારી ગયો હોય! ને સુબેદારને પોતાની પાસે બોલાવીને તેને પુછ્યું કે, શું તેને મારી ગયાને કંઈ વાર થઇ છે?
45 ને સુબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે તેણે યુસફ્ને તે લાસ અપાવી.
46 અને તેણે સણનું લુગડું વેચાતું લીધું, ને તેને ઉતારીને તેને તે સણના લુંગડામાં વિંટાળ્યો, ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેને મુક્યો; ને તે કબરના મ્હો આગળ પત્થર ગબડાવી મેલ્યો.
47 અને તેને ક્યાં મુક્યો એ મરિયમ માગદાલેણે તથા યોસીની મા મરિયમે જોયું.