1 હવે તીબેરયસ કાઈસારની કારકીદીને પંદરમે વરસે, જયારે પંતિયસ પીલાત યહુદાહનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજા, તથા તેનો ભાઈ ફિલીપ ઇતુરાઈ તથા ત્રાખોનીતી દેશનો રાજા, તથા લુસનાયસ આબિલેનેનો રાજા હતો,

2 ને આન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકો હતા, ત્યારે ઝખાર્યાહના દીકરા યોહાનની પાસે દેવનું વચન રાનમાં આવ્યું.

3 અને તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપની માફીને સારૂ પસ્તાવાનું બાપ્તિસમાં પ્રગટ કરતો આવ્યો.

4 યશાયાહ ભવિષ્યવાદીનાં વચનોના પુસ્તકમાં જેમ લખ્યું છે કે, રાનમાં ઘાંટો પાડનારની વાણી, કે પ્રભુનો માર્ગ સિદ્ધ કરો, તેની વાટો પાધરી કરો;

5 હરેક નીચાણ પુરાશે, ને હરેક પહાડ તથા ટેકરો નીચા કરાશે, ને વાંકું શીધું થશે, ને ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે;

6 ને સઘળા દેહધારી દેવનું તારણ જોશે.

7 ત્યારે જે ઘણા લોકો તેનાથી બાપ્તિસમા પામવા સારૂ આવ્યા, તેઓને તેણે કહ્યું કે, ઓ સર્પોના વંશ, આવનાર ક્રોધથી નાસવાને તમને કોણે ચેતાવ્યા?

8 તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, ને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઈબ્રાહીમ અમારો બાપ છે, કેમકે હું તમને કહું છું કે, દેવ આ પત્થરોમાંથી ઈબ્રાહીમને સારૂ વંશ ઉત્પન્ન કરી શકે છે.

9 અને વળી હમણાં ઝાડોની જડ પર કુહાડો લગાડેલો છે, માટે જે હરેક ઝાડ સારાં ફળ આપતું નથી, તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.

10 અને લોકોએ તેને પુછતાં કહ્યું, ત્યારે અમારે શું કરવું?

11 ને તેણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક નથી તેને આપે; ને જેની પાસે ખાવાનું હોય તે પણ એમજ કરે.

12 અને દાણીઓ પણ બાપ્તિસમાં પામવા સારૂ આવ્યા, ને તેને પુછ્યું કે, ઉપદેશક, અમારે શું કરવું?

13 ને તેણે તેઓને કહ્યું કે, જે તમારે સારું નીમેલું છે, તે કરતાં વધારે બલાત્કારી ન લો.

14 અને સિપાઈઓએ પણ તેને પુછતાં કહ્યું કે, અમારે શું કરવું? ને તેણે તેઓને કહ્યું કે, કોઈ પર જબરદસ્તી ન કરો, તેમજ ગેરકાયદે કોઈ પાસેથી બલાત્કારે કંઈ ન લો, ને તમારા પગારથી સંતોષી રહો.

15 અને લોક વાત જોતા હતા, ને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, એ ખ્રિસ્ત હશે કે નહિ;

16 ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, હું તો પાણીથી તમારું બાપ્તિસમાં કરું છું, પણ મારા કરતા જે બળવાન તે આવે છે, કે જેના ચંપલની વાઘરી છોડવા હું યોગ્ય નથી, તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસમાં કરશે.

17 તેનું સુપડું તેના હાથમાં છે, ને તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે, ને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે; પણ ભુસું ન હોલવાનાર અગ્નિમાં બાલી નાખશે.

18 અને તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.

19 પણ તેન ભાઈની વહુ હેરોદિયાસને લીધે, તથા જે ભુંડા કામ તેણે કીધાં હતાં તે બધાંને લીધે હેરોદને યોહાને તાપકો દીધો હતો;

20 તેથી તે સઘળા ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પુર્યો.

21 અને એમ થયું કે સર્વ લોક બાપ્તિસમા પામ્યા પછી ઇસુ પણ બાપ્તિસમા પામીને પ્રાર્થના કરતો હતો, એટલામાં આકાશ ઉઘડી ગયું;

22 અને પવિત્ર આત્મા દેહરૂપે કબૂતરની પેઠે તેના પર ઉતર્યા; ને આકાશમાંથી એવી વાણી થઇ કે, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.

23 અને ઇસુ પોતે [બોધ] કરવા લાગ્યો, ત્યારે તે આસરે ત્રીસ વર્ષની ઉમરનો હતો, અને (ધાર્યા પ્રમાણે) તે યુસફનો દીકરો હતો, જે હેલીનો [દીકરો],

24 જે માત્થાતનો, જે લેવીનો, જે મલખીનો, જે યાનાઈનો, જે યુસફનો,

25 જે માતાથિયાસનો, જે આમોસનો, જે નાહુમનો, જે અસલીનો, જે નગાઈનો,

26 જે માથનો, જે માતાથિયાસનો, સમઇનનો, જે યોસેખનો, જે યોદાનનો,

27 જે યોઆનાનનો, જે રેસાનો, જે ઝરૂબ્બાબેલનો, જે શઆલ્તીએલનો, જે નેરીનો,

28 જે મલખીનો, જે આદીનો, જે કોસામનો, જે અલમાદામનો, જે એરનો,

29 જે યેશુનો, જે અલીએઝરનો, જે યોરીમનો, જે માત્થાતનો, જે લેવીનો,

30 જે સીમેઓનનો, જે યહુદાનો, જે યુસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો,

31 જે મેલેઆનો, જે મેન્નાનો, જે માતાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,

32 જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલમોનનો, જે નાસોનનો,

33 જે અમીનાદાબનો, જે અરનીનો, જે હેઝરોનનો, જે પેરેઝનો, જે યહુદાહનો,

34 જે યાકુબનો, જે ઇસ્હાકનો, જે ઇબ્રાહીમનો, જે તેરાહનો, જે નાહોરનો,

35 જે સરૂગનો, જે રેઉનો, જે પેલેગનો, જે એબેરનો, જે શેલાહનો,

36 જે કાઈનાનનો, જે આર્ફાક્સાદનો, જે શેમનો, જે નુહનો, જે લામેખનો,

37 જે મથુસેલાહનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાલએલનો, જે કાઈનાનનો,

38 જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે દેવનો.