2 અને ઇસ્રાએલપુત્રોમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યા હતાં.
3 અને યહોશુઆએ ઇસ્રાએલપુત્રોને કહ્યું, જે દેશ તમારા પિતૃઓના દેવ યહોવાહે તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?
4 તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો ઠરાવો; ને હું તેઓને મોકલીશ, ને તેઓ ઉઠીને દેશમાં બધે ફરીને તેઓના વતન પ્રમાણે તેનું વર્ણન કરે; ને તેઓ મારી પાસે પાછા આવે.
5 અને તેઓ તેના સાત વિભાગ કરે; યહુદાહ દક્ષિણમાં પોતાની સરહદ અંદર રહે; ને યુસફના ઘરનાંઓ ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે.
6 અને સાત ભાગોમાં તમે દેશનું વર્ણન કરો. ને [તે વર્ણન] અહીં મારી પાસે આણો, કે આપણા દેવ યહોવાહની આગળ હું અહીં તમારે સારૂ ચિઠ્ઠીઓ નાખીને [ભાગ પાડું].
7 કેમકે લેવીઓને તમારે મધ્યે ભાગ નહિ; કેમકે યહોવાહનું યાજકપદ તેઓનું વતન છે; ને ગાળને તથા રેઉબેનને તથા મનાશ્શેહના અર્ધકુળને યરદનની પેલી ગમ પૂર્વમાં, જે વતન યહોવાહના સેવક મુસાએ તેઓને આપ્યું, તે તેઓને મળ્યું છે.
8 અને તે માણસો ઉઠીને ગયા; અને જેઓ દેશનું વર્ણન કરવાને જતાં હતા, તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી કે, જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો, ને મારી પાસે પાછા આવો; એ સારૂ કે હું અહીં શીલોહમાં યહોવાહ આગળ તમારે સારૂ ચિઠ્ઠીઓ નાખીને [ભાગ પાડું].
9 અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે સાત ભાગે એક નોંઘપત્રમાં તેઓનું વર્ણન કીધું, ને તેઓ શિલોહમાં યહોશુઆ આગળ છાવણીમાં આવ્યા.
10 અને યહોશુઆએ તેઓને સારૂ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી; ને ત્યાં યહોશુઆએ ઇસ્રાએલપુત્રોને, તેઓના હિસ્સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.
11 અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓના કુટુંબો પ્રમાણ, આગળ નીકળ્યો; એટલે તેઓના ભાગની સીમા યહુદાહપુત્રો ને યુસફપુત્રોની વચ્ચે નીકળી.
12 અને ઉત્તર ભાગે તેઓની સીમા યરદનની હતી; અને તે સીમા ચઢીને યેરેખોની ઉત્તર બાજુએ ગઇ, પછી પશ્ચિમ તરફ પહાડી મુલકમાં તે ગઇ; ને તેનો છેડો બેથ-આવેનના અરણ્યમાં આવ્યો.
13 અને ત્યાંથી આગળ ચાલીને લૂઝ ગમ, લૂઝ {એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ સીમા ગઇ; ને નીચેના બેથહોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઇને આટ્રોથ-આદ્દાર સુધી ઉતરી.
14 અને જે પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી સીમા સાક્ષીન ગમ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી; ને યહુદાહપુત્રોનું નગર કિયાર્થ-બઆલ (એટલે કિર્યાથ-યઆરીમ) તેની પાસે તેનો છેડો આવ્યો; એ પશ્ચિમ ભાગ હતો.
15 અને દક્ષિણ ભાગ કીર્યાથ-યઆરીમના છેડા આગળ શરૂ થયો, ને તેની સરહદ પશ્ચિમ ગમ ચાલીને, નેફતોઆહના પાણીના ઝરા સુધી ગઇ;
16 ને તે સરહદ હિન્નોમના દીકરાની ખીણ સામેનો પર્વત જે રફાઈઓની ખીણમાં ઉત્તર તરફ છે તેના છેડા સુધી ઉતરી;
17 ને તે ઉત્તરમાંથી લંબાઈને એન-શેમેશ ગઇ, ને ગલીલોથ જે અદુમ્મીમના ઘાટના સામે છે, તેની ગમ ચાલી ગઇ; ને રેઉબેનના પુત્ર બોહાનના પત્થર સુધી તે ઉતરી.
18 અને ઉત્તર ગમ આરાબાહની સામે બાજુ પર થઈને અરાબાહ સુધી ઉતરી ગઇ;
19 ને ઉત્તરમાં આગળ ચાલીને તે સીમા બેથ-હોગ્લાહની બાજુએ ગઇ; ને તે સરહદનો છેડો ખારા સમુદ્રહની ઉત્તર ખાડી આગળ, એટલે યરદનને દક્ષિણ છેડે આવ્યો; એ દક્ષિણ સીમા હતી.
20 અને પૂર્વ બાજુએ તેની સરહદ યરદન હતી; ને બિન્યામીનપુત્રોના કુટુંબો પ્રમાણે તેઓના વતનની ચારોગમની સીમા આ હતી.
21 હવે બિન્યામીનપુત્રોનાંકુળના નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા; એટલે યેરેખો, તથા બેથ-હોગ્લાહ, તથા એમેક્ક્સીસ;
22 તથા બેથ-અરાબાહ, તથા સમારાઈમ, તથા બેથે;
23 તથા આવ્વીમ, તથા પારાહ, તથા ઓફ્રાહ;
24 તથા કફાર-અમ્મોની, તથા ઓફની, તથા ગેબા; બાર નગરો, તેઓનાં ગામો સુદ્ધાં;
25 ગિબઓન, તથા રામાહ, તથા બએરોથ;
26 તથા મિસ્પેહ, તથા કફીરાહ, તથા મોસાહ;
27 તથા રેકેમ તથા યિર્પએલ, તથા તારઅલાહ;
28 તથા સેલાહ, એલેફ, તથા યબૂસી (એટલે યરૂશાલેમ), ગિબઆથ, કીર્યાથ; ચૌદ નગરો, તેઓના ગામો સુદ્ધાં. બિન્યામીનપુત્રોના કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.