2 મનાશ્શેહના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબ પ્રમાણે [ભાગ હતો]; એટલે અબીએઝેરના પુત્રોને, અને હેલેકના પુત્રોને, ને આસ્રીએલના પુત્રોને, ને શેખેમના પુત્રોને, ને હેરેફના પુત્રોને, ને શમીદાના પુત્રોને; યુસફના દીકરા મનાશ્શેહના દીકરાઓ તેઓના કુટુંબો પ્રમાણે આ હતા.
3 પણ મનાશ્શેહના પુત્ર માખીરના પુત્ર ગિલઆદના હેફેરના પુત્ર સલોફહાદને તો દીકરા ન હતા, પણ દીકરીઓજ હતી; ને તેના દીકરીઓનાં નામ આ છે, માહલાલ, ને નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ, ને તિર્સાહ.
4 અને તેઓ એલ-આઝાર યાજકની, ને નૂનના પુત્ર યહોશુઆની, ને સરદારોની આગળ આવીને કહેવા લાગી કે, યહોવાહે મુસાને આજ્ઞા આપી હતી કે, અમને અમારા ભાઈઓ મધ્યે વતન આપવું; એ માટે યહોવાહની આજ્ઞા પ્રમાણે તેણે તેઓને તેઓના બાપના ભાઈઓ મધ્યે વતન આપ્યું.
5 અને યરદનને પેલે પારના ગિલઆદ ને બાશાન પ્રાંત શિવાય મનાશ્શેહના દસ ભાગ નિકળ્યા;
6 કેમકે મનાશ્શેહના દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વતન મળ્યું; ને મનાશ્શેહના બાકીનાં દીકરાઓને ગિલઆદ પ્રાંત મળ્યો.
7 અને મનાશ્શેહની સીમા આશેરથી શખેમ સામેના મિખ્મથાથ સુધી ગઇ, ને તે સીમા આગળ ચાલીને જમણે હાથે એન-તાપ્પુઆહના રહેવાસીઓ સુધી ગઇ.
8 તાપ્પુઆહનો પ્રાંત મનાશ્શેહનો હતો; પણ મનાશ્શેહની સરહદ ઉપરનું તાપ્પૂઆહ એફ્રાઈમપુત્રોનું હતું.
9 અને તે સીમા ત્યાંથી ઉતરીને કાનાહ નદી સુધી એટલે નદીની દક્ષિણે ગઇ; એફ્રાઈમના આ નગરો મનાશ્શેહના નગરો મધ્યે આવ્યાં; ને મનાશ્શેહની સીમા નદીની ઉત્તર બાજુએ હતી, ને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો;
10 દક્ષિણ ભાગ એફ્રાઈમનો, ને ઉત્તર ભાગ મનાશ્શેહનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો; ને તે [ભાગ] ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે યિસ્સાખાર સુધી પહોંચ્યા હતા.
11 અને યિસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ-શેઆન ને તેનાં ગામો, ને યિબ્લઆમ ને તના ગામો, દે દોરના તથા તેનાં ગામોના રહેવાસીઓ, ને એન-દોરના તથા તેનાં ગામોના રહેવાસીઓ, ને તાઅનાખના તથા તેના ગામોના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉંચા પ્રદેશ મનાશ્શેહનેમળ્યા.
12 પણ મનાશ્શેહ પુત્રો તે નગરો[ના રહેવાસીઓ] કાઢી મુકી ન શક્યા; પણ કનાનીઓ તો તે પ્રાંતમાં રહ્યા.
13 અને ઇસ્રાએલપુત્રો બળવંત થયા ત્યારે એમ થયું ક તેઓએ કનાનીઓને માથે વેઠ નાખી, ને તેઓને છેક કાઢી ન મુક્યા.
14 અને યુસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું કે, આજ લગી યહોવાહે મને આશિષ દીધી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો તેં મને વતન સારૂ એકજ હિસ્સો તથા એકજ વાંટો કેમ આપ્યો છે?
15 અને યઓશુઆએ તેઓને કહ્યું કે, જો હું એક મોટી પ્રજા થયો હોય, ને એફ્રાઈમના પહાડી મુલકમાં તને સંકોચ પડતો હોય તો કાષ્ટવનમાં ચઢી જા, ને ત્યાં પરીઝઝીઓની અને રફાઈઓની ભૂમિમાં પોતાને સારૂ ઝાડ કાપી [જગા કર].
16 અને યુસફપુત્રોએ કહ્યું, પહાડી મુલક અમને બસ તથો નથી; ને સર્વ કનાનીઓ જેઓ મૈદાની ભૂમિમાં રહે છે, તેઓની પાસે, એટલે બેથ-શેઆન ને તેનાં ગામડાઓમાં ને યિઝ્રએલના મેદાનમાં રહેનારાઓની પાસે, લોઢાના રથો છે.
17 અને યહોશુઆએ યુસફના ઘરનાંઓને, એટલે એફ્રાઈમને તથા મનાશ્શેહને કહ્યું કે, તું એક મોટી પ્રજા છે, ને તું ઘણો બળવાન છે; તને માત્ર એકજ ભાગ નહિ મળશે;
18 પણ પહાડી પ્રદેશ તારો થશે; કેમકે તે કાષ્ટવન છે, તો પણ તું તેને કાપી નાખશે, ને તેની સરહદો તારી થશે; ને કનાનીઓને જો કે લોઢાના રથો છે, ને તેઓ બળવંત છે, તો પણ હું તેઓને હાંકી કાઢશે.