1 અને આદમે પોતાની વહુ હવાને જાણી; ને તે ગર્ભવતી થઇ, ને કાઈનને જણી, ને કહ્યું કે, યહોવાની [ કૃપાથી ] મને પુત્ર મળ્યો છે.

2 પછી તે તેના ભાઈ હાબેલને જાણી. ને હાબેલ ઘેંટાપાલક હતો, પણ કાઈન ખેડૂત હતો.

3 અને આગળ જતા એમ થયું કે, કાઈન યહોવાહ સારૂ ભૂમિનાં ફળમાંથી કઈ અર્પણ લાવ્યો.

4 ને હાબેલ પણ પોતાના ઘેટાં બકરાંમાંનાં પેહલાં જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. ને યહોવયે હાબેલને તથા તેના અર્પણને માન્ય કીધા.

5 પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય ન કીધા. માનતે કંઈને બહુ રોષ ચઢ્યો, ને તેનું મ્હો ઉતરી ગયું.

6 ને યહોવાહે કાઈનને કહ્યું કે, તને શા સારૂ રોષ ચઢ્યો છે, ને તારું મ્હો શા સારૂ ઉતરી ગયું છે?

7 જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ના કરે, તો પાપ તારે દ્વારે રહે છે, અને તારી તરફ તેની ઈચ્છા થશે, અને તે પર તું ઘણીપણું કરશે,.

8 ને કાઈને પોતાના ભાઈ હબેલ સાથે વાત કરી; ને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો.

9 ને યહોવાહે કાઈનને કહ્યું, તારો ભાઈ હાબેલ ક્યાં છે,? ને તેણે કહ્યું કે હું જાણતો નથી; શું હું મારા ભીનો રખેવાળ ચુ?

10 અને તેણે કહ્યુ, આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી માની હાંક મારે છે,.

11 ને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મ્હો ઉઘાડયું છે, તેથીજ તું શ્રાપિત થયો છે,;

12 હવે પછી ભૂમિને જયારે તે ખેડશે, ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી; ને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ.

13 ને કાઈને યહોવાહને કહ્યું કે, હું સહી શકું તે કરતા મારા સજા વધારે છે.

14 જો, આજ તે પૃથ્વીથી હાકી કાઢ્યો છે, અને તારા મ્હો આગળથી હું સંતાઇશ, ને પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ; ને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.

15 ત્યારે યહોવાહે તેને કહ્યું કે, જે કઈ કાઈનને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે. ને યહોવાહે કાઈનને સારું ચિન્હ ઠરાવ્યું, રખે તેને જોઇને કોઈ તેને મારે.

16 અને યહોવાહ આગળથી કાઈન નીકળ્યો, ને એદનની પુર્વગમ નોદ દેશમાં રહ્યો.

17 ને કાઈને પોતાની વહુને જાણી; ને તે ગર્ભવતી થઇ, ને હાનોખને જણી; ને તેણે એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ ઉપરથી હાનોખ પાડ્યું.

18 ને હાનોખથી ઈરાદ જન્મ્યો, ને ઈરાદથી મહુયાએલ થયો; ને મહુયાયેલથી મથુશાએલ થયો; ને મથુંશાએલથી લામેખ થયો.

19 ને લામેખે પોતાને સારું બે સ્ત્રી લીધો, એકનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું.

20 ને આદાહ યાબલને જણી; તે તંબુમાં રેહનારાઓનો, તથા ઢોર રાખનારાઓનો બાપ હતો.

21 ને તેના ભાઈનું નામ યુબાલ હતું; તે સર્વ તારનાં તથા પવનનાં વાજાં વગાડનારાઓનો બાપ હતો.

22 ને સિલ્લાહ પણ તુબાલકાઈનને જણી; તે સર્વ ત્રાંબા તથા લોઢાનાં હથિયાર ઘડનારાઓનો શિખવનાર હતા, તે તુબાલકાઈનની બહેન નાઅમાહ હતી.

23 ત્યારે લામેકે પોતાની વહુઓને કહ્યું કે, આદાહ તથા સિલ્લાહ, તમે મારી વાણી સાંભળો; લામેખની સ્ત્રીઓ, મારા વ્વાતને કાન ધારો; કેમકે મને ઘએલ કરવાના બદલામાં માણસને, તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મારી નાખ્યો છે;

24 જો કાઈનને [મારવાનો] બદલો સાત ગણો લેવાશે, જરૂર લામેખનો સીત્તોતેરગણો લેવાશે,

25 અને અદમે ફરી પોતાની વહુને જાણી, ને તે દીકરો જણી ને તેનું નામ શેથ પાડ્યું; કેન્કે તે બોલી કે, હાબેલ જેને કાઈને મારી નાખ્યો, તેને ઠેકાણે દેવે મને બીજો દીકરો આપ્યો છે.

26 શેથને પણ દીકરો થયો; ને તેનું નામ તેણે અનોશ પાડ્યું; ત્યારે લોક યહોવાહનું નામ લેવા લાગ્યા.