1 હવે યહોવા દેવના બનાવેલાં સર્વ ખેતરનાં જાનવરો કરતા સર્પ દુર્ત હતો; ને તેને સ્ત્રીને કહ્યું કે, શું દેવે તમને ખરેકર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષ પરનું તમારે ના ખાવું?

2 સ્ત્રીએ સર્પને કહ્યું કે, વાડીનાં વૃક્ષનાં ફળ ખાવાની અમને રાજા છે;

3 પણ દેવે કહ્યું છે કે, વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખે તમે મરો.

4 ને સર્પે સ્ત્રીને કહ્યું કે, તમે નહિજ મારશો;

5 કેમકે દેવ જાણે છે કે તમે ખાશો તેજ દિવસે તમારી આંખો ઉઘડી જશે, ને તમે દેવા સરખાં ભલું ભુંડું જાણનારા થશો.

6 અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ વૃક્ષ છે, તે જોઇને સ્ત્રીએ ફળ તોડીને ખાધું, ને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.

7 ત્યારે તે બન્નેની આંખો ઉઘડી ગઈ; ને તેઓએ જાણ્યું કે, અમે નાંગા છીએ; ને અંજીરના પાતરા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા.

8 ને દિવસને ટહાડે પહોરે વાડીમાં યહોવા દેવ ફરતો હતો, તેના આવાજ તેઓએ સંભાળ્યો; ને તે માણસ તથા તેની વહુ દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા.

9 ને યહોવાહ દેવે અદમને હાંક મારીને કહ્યું કે, તું ક્યાં છે?

10 ને તેણે કહ્યું કે, મેં વાડીમાં તારો આવાજ સંભાળ્યો, ને હું નાંગો તે માટે બહીધો, ને હું સંતાઈ ગયો.

11 ને તેને કહ્યું, તેને કોણે કહ્યું કે, તું નાંગો છે? જે વૃક્ષનું ખાવાની મના મેં તને કીધી હતી, શું, તે તેં ખાધું છે?

12 ને આદમે કહ્યું કે, મારી સાથે રેહવા સારૂ જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને વૃક્ષ પરનું આપ્યું ને મેં ખાધું.

13 અને યહોવાહ દેવે સ્ત્રીને કહ્યું, આ તે શું કીધું છે? ને સ્ત્રીએ કહ્યું કે, સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.

14 અને યહોવાહ દેવે સર્પને કહ્યું કે, તે એ કીધું છે, તે માટે તું સર્વ ગ્રામપશુઓ તથા વનપશુઓ કરતા શ્રાપિત છે; તું પેટે ચાલશે, ને પોતાના સર્વ દિવસ લગી, ધૂળ ખાશે;

15 ને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ, તે તારું માથું છુંદશે, ને તું તેની એડી છુંદશે.

16 સ્ત્રીને તેણે કહ્યું કે, હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણુંજ વધારીશ, તું દુઃખે બાળક જણશે, ને તું તારા વરને આધીન થશે, ને તે તારા પર ઘણીપણું કરશે.

17 ને આદમને તેને કહ્યું કે, તે તારી વહુની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ના ખાવું એ વૃક્ષનું ફળ ખાધું; એ સારૂં તારી લીધે ભૂમિ શ્રાપિત થઇ છે; તેમાંથી તું પોતાના આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે;

18 તે કાંટા તથા કંટાળા તારે સારૂં ઉગાવશે; ને તું ખેતરનું શાક ખાશે;

19 તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મ્હોનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમકે તું તેમાંથી લેવાયો હતો, ને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં જશે.

20 અને તે માણસે પોતાની વહુનું નામ હવા [એટલે સજીવ] પાડ્યું, કેમકે તે સર્વ સજીવની માં હતી.

21 ને યહોવાહ દેવે અદમ તથા તેની વહુને સારું ચામડાનાં વસ્ત્ર બનાવ્યાં, ને તેઓને પેહરાવ્યાં.

22 અને યહોવાહ દેવે કહ્યું કે, જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભુંડું જાણનાર થયો છે; ને હવે રખે તે હાથ લાંબો કરીને, જીવનના વૃક્ષનું ફળ ખાય ને સદા જીવે;

23 માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો, તે ખેડવાને, યહોવા દેવે એદેન વાડીમાંથી તેને કહાડી મુકયો.

24 ને તે માણસને હાંકી કહાડીને તેણે જીવનના વૃક્ષની વાટને સાચવવા સારૂ કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નીરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી.