1 અને તે વેળાએ એમ થયું કે યહુદાહ પોતાના ભાઈઓની પાસેથી ગયો, ને હીરાહ નામે એક અદુલ્લામીને ત્યાં ઉતાર્યો.

2 અને યહુદાહે ત્યાં એક કનાની જેનું નામ શુઆ હતું, તેની દીકરીને દીઠી; ને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો.

3 અને તે ગર્ભવતી થઇ, ને દીકરો જણી, ને તેણીએ તેનું નામ એર પાડ્યું.

4 ફરી તે ગર્ભવતી થઇ,ને દીકરો જણી, ને તેણીએ તેનું નામ ઓનાન પાડ્યું.

5 ને તે ફરી એક દીકરો જણી, ને તેનું નામ તેણીએ શેલાહ પાડ્યું; ને તે તેને જણી ત્યારે યહુદાહ ખાઝીબમાં રહેતો હતો.

6 અને યહુદાહે પોતાના જ્યેષ્ઠ દીકરા એરને સારૂ બાયડી લીધી, ને તેનું નામ તામાર હતું.

7 પણ યહુદાહનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાહની દૃષ્ટિમાં ભૂંડો હતો; એ માટે યહોવાહે તેને માર્યો.

8 અને યહુદાહે ઓનાનને કહ્યું, તું તારા ભાઈની બાયડીની પાસે જા, ને તેની પ્રત્યે ઘાણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને સારૂ સંતાન ઉપજાવ.

9 અને ઓનાને જાણ્યું કે સંતાન મારું નહિ થશે; ને એમ થયું કે, જયારે તે પોતાની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર રેડ્યું.

10 અને તેણે જે કીધું તે યહોવાહની દ્રષ્ટિમાં ભુંડું લાગ્યું; તે માટે તેણે તેને પણ માર્યો.

11 એ યહુદાહે પોતાની વધૂ તામારને કહ્યું કે, મારો દીકરો શેલાહ મોટો થાય, ત્યાં સુધી તું તારા બાપના ઘરમાં વિધ્વાવસ્થામાં રહે, કેમકે તેણે કહ્યું, કદાચ તે પણ પોતાના ભાઈઓની પેઠે મારે. અને તામાર જઈને પોતાના બાપના ઘરમાં રહી.

12 અને ઘણા દહાડા થયા, ને યહુદાહની બાયડી શુઆની દીકરી મરણ પામી; ને યહુદાહને દિલાસો થયો, ને તે પોતાના મિત્ર હીરાહ અદુલ્લામી સુદ્ધાં પોતાનાં ઘેંટા કાતરનારાઓની પાસે તિમ્નાહ ગયો.

13 અને તમારને એવી ખબર મળી કે જો, તારો સસરો પોતાના ઘેંટા કાતરવાને તિમ્નાહ જાય છે.

14 અને તેણે પોતાના વૈધવ્યનાં વસ્ત્ર પોતાના અંગ પરથી કાઢ્યા, ને ઘૂંઘટથી પોતાને ઢાંકી, ને પોતાનાં લપેટી, ને એનાઈમ જે તિમ્નાહ જવાને માર્ગે છે તેની ભાગળે બેઠી; કેમકે તેણીએ જોયું કે શેલાહ મોટો થયો છે, પણ હું તેને બાયડી થવા સારૂ અપાએલી નથી.

15 અને યહુદાહે તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી; કેમકે તેણીએ પોતાનું મુખ ઢાંક્યું હતું.

16 અને તે માર્ગની બાજુએ વાળને તેની પાસે ગયો, ને કહ્યું, હવે મને તારી પાસે આવવા દે; કેમકે આ મારી વધૂ છે એમ તેણે જાણ્યું નહિ. અને તે બોલી, તું મારી પાસે આવવા સારૂ મને શું આપીશ?

17 અને તેણે કહ્યું, ટોળામાંથી બકરીનું એક બચ્ચું હું તારી પાસે મોકલીશ. અને તેને કહ્યું, તું મોકલે ત્યાં સુધી તું મને હડપ આપીશ?

18 અને તેણે તેને કહ્યું, શી હડપ આપું? તેણે કહ્યું, તારી મુદ્રા, તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી અને તેણે તે આપ્યાં, ને તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઇ.

19 અને તે ઉઠીને ગઈ, ને પોતાનો ઘુંઘટ કાઢ્યો, ને પોતાના વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યો.

20 અને બાયડીના હાથમાંથી હડપ લેવા સારૂ, યહુદાહે પોતાના મિત્ર અદુલ્લામીની હસ્તક બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તે તેને ન મળી.

21 અને તેણે તે જગ્યાનાં માણસોને પૂછ્યું, કે જે વેશ્યા એનાઈમ પાસે માર્ગ પર હતી તે ક્યાં છે? ને તેઓએ કહ્યું, હિયાં કોઈ વેશ્યા ન હતી.

22 અને તે યહૂદાહની પાસે પાછો અવ્વ્યો, ને કહ્યું, મને તે નથી જડતી; ને ત્યાંના માણસોએ પણ કહ્યું કે, હિયાં કોઈ વેશ્યા ન હતી.

23 અને યહુદાહે કહ્યું, તે ભલે પોતાની પાસે તે રાખે, રખે આપણું અપમાન થાય; જો, મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહિ.

24 અને એમ થયું કે આસરે ત્રણ મહિના પછી યહૂદાહને ખબર મળી કે, તારી વધૂ તામારે વ્યભિચાર કર્યો છે, ને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે. અને યહુદાહે કહ્યું, તેને બહાર લાઈને બાલી નાખો.

25 ને તેને બહાર આણી ત્યારે તેણે પોતાના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, જેના આ છે, તે માણસથી હું ગર્ભવતી થઇ છું; હવે આ મુદ્રા, તથા અછોડા, તથા કાઠી કોનાં છે, તે તું કૃપા કરી ઓળખી લે.

26 અને યહુદાહે એઓ [ મારો પોતાનાં છે એમ] કબૂલ કરી કહ્યું, તે મારા કરતા યથાર્થી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાહને ન દીધી. અને તેણે તેને ફરી ન જાણી.

27 અને જણવાની વેળાએ એમ થયું કે જુઓ, તેના પેટમાં જોળ હતી.

28 અને તેને જાણતાં એમ થયું કે એક પોતાનો હાથ બહાર કાઢ્યો; ને દઈએ તેનો હાથ પકડ્યો, ને તેના પર લાલ સુતર બાંધ્યું, ને કહ્યું, આ પહેલો નીકળ્યો.

29 અને તેણે પોતાનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો; ને [દાઈએ] કહ્યું, તું કેમ કરીને ફાટ પાડીને નિકળ્યો? એ માટે તેનું નામ પેરેસ પાડ્યું.

30 અને પછી તેનો ભાઈ, જેને હાથે લાલ સૂતર હતું તે નીકળ્યો; ને તેનું નામ ઝેરાહ પાડ્યું.