1 અને ઈબ્રાહીમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો, ને હયોવાહે ઈબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો.

2 અને ઇબ્રાહીમે પોતાના ઘરનો જુનો ચાકર, જે તેના સર્વસ્વને કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરી મારી જાંગ તળે તારો હાથ મુક.

3 અને યહોવાહ જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે, તેના હું તને સોગન દઉં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છે, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારું તું બાયડી લઈશ નહિ.

4 પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જજે, ને મારા દીકરા ઇસ્હાકને સારું બાયડી લાવજે,

5 ત્યારે ચાકરે તેને કહ્યું, કદાપિ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય, તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીક્રને હું પાછો લઇ જાઉ કે કેમ?

6 ત્યારે ઇબ્રાહીમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઇ ના જતો.

7 આકાશનો દેવ યહોવાહ, જે મારા બાપના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યો, ને જે મારી સાથે બોલ્યો, ને જેણે સમ ખાઈને મને કહ્યું કે, આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેનો દૂત તારી આગળ મોકલશે; ને ત્યાંથી તું મારા દીકરાને સારું બાયડી લાવજે.

8 અને જો સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે, કેવળ મારા દીકરાને તું ત્યાં પાછો ન લઇ જતો.

9 અને ચક્રે પોતાના ઘણી ઈબ્રાહીમની જાંગ તળે હાથ મુક્યો, ને તે વાત વિષે સમ ખાધા.

10 અને તે ચાકે તેના ઘાણીના ઉંટોમાંથી દસ ઉંટ લઈને નીકળ્યો, કેમકે તેના ઘણીને સર્વ સંપત્તિ તેના હાથમાં હતી, ને તે ઉઠ્યો, ને આરામ-નાહરાઈમના નાહોરના શહેરમાં ગયો.

11 અને સાંજરે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વેળા તેણે નગર બહાર કુવા આગળ ઊંટોને બેસાડ્યાં.

12 અને તેણે કહ્યું, ઓ યહોવાહ, મારા ઘણી ઇબ્રાહીમના દેવ, હું તારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કર, ને મારા ઘણી ઈબ્રાહીમ પર દયા કર.

13 જો, હું પાણીના ઝરા પાસે ઉભો છું, ને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.

14 ત્યારે એમ થવા દે કે જે કન્યાને હું કહું કે, કૃપા કરીને તારી ગાગેર ઉતાર કે હું પીઉં; ને તે કહે, પી, ને તારા ઉંટોને પણ હું પાઈશ, તેજ તારા દાસ ઇસ્હાકને સારૂ તારાથી ઠરાવાએલી કન્યા હોય, ને તેથી હું જાણીશ કે તે મારા ઘણી પર દયા કરી છે.

15 અને તે બોલી રહ્યા અગાઉ એમ થયું કે, જુઓ, રિબકાહ, જે ઇબ્રહામના ભાઈ નાહોરની બાયડી મીલ્કાહના દીકરા બથુએલથી થએલી, તે ખાંધ પર ગાગેર લઈને બહાર આવી.

16 હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, તેને કોઈ પુરુષે જાણી ન હતી. તે ઝરા પાસે ઉતરીને પોતાની ગાગેર ભરીને ઉપર આવી.

17 અને ચાકર તેને મળવાને દોડ્યો, ને કહ્યું કે,તારી ગાગેરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.

18 તેણે કહ્યું કે, પીઓ, મારા સાહેબ, ને ઉતાવળ કરીને પોતાની ગાગેર હાથ પર ઉતારીને તેને પાયું.

19 અને તેને પાઈ રહ્યા પછી તેણીએ કહ્યું, તારા ઉંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.

20 અને તેને ઉતાવળ કરીને પોતાની ગાગેર હવાડામાં ખાલી કીધી; ને ફરીથી ભારને કુવા ભણી દોડી; ને તેણે તેનાં સર્વ ઉંટોને સારૂ ભર્યું.

21 અને તે માણસે તેને તાકીને જોઈ, ને યહોવાહે મારી મુસાફરી સફળ કીધી છે કે નહિ, એ જાણવાને તે છાનો રહ્યો.

22 અને એમ થયું, કે ઉંટો પી રહ્યા, ત્યારે તે માણસે અડધા તોળાની સોનાની એક વાળી ને તેના હાથને સારું દસ તોલા સોનાની બે બંગડી કાઢી.

23 અને તેણે કહ્યું, તું કોણની દીકરી છે, તે કૃપા કરી મને કહે; શું તારા બાપના ઘરમાં અમારે ઉત્તરવાની જગ્યા છે.

24 તેણે કહ્યું કે મીલ્કાહનો દીકરો બથૂએલ જે નાહોરના પેટનો હતો તેની દીકરી હું છું.

25 અને વળી તેણીએ કહ્યું, અમારી પાસે ઘાસ ચારો બહુ છે, ને ઉત્તરવાની જગ્યા પણ છે.

26 અને તે માણસે માથું નમાવીને યહોવાહનું ભજન કીધું.

27 અને તેણે કહ્યું, મારા ઘણી ઈબ્રાહીમને દેવ યહોવાહ, જેણે અમારા ઘણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કીધો નથી, તેને ધન્ય હોજો, યહોવાહ મારા ઘાણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યો છે.

28 અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને એ વાત જણાવી.

29 અને રિબકાહને એક ભાઈ હતો, કે જેનું નામ લાબાન હતું ; ને તે માણસ ઝરા પાસે ઉભો હતો ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો.

30 અને એમ થયું કે તેણે તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી દીઠી, ને પોતાની બહેન રિબકાહની વાત સાંભળી કે તે માણસે મને આમ કહ્યું, ત્યારે તે તે માણસની પાસે આવ્યો, ને જુઓ, તે ઊંટોની પાસે વાવ આગળ ઉભો હતો.

31 અને તેણે કહ્યું કે, યહોવાહથી આશીર્વાદ પામેલા, તું ઘેર આવ, બહાર કેમ ઉભો રહ્યો છે? કેમકે મેં ઘર તથા ઉંટોને સારું જગ્યા તૈયાર કીધા છે.

32 અને તે માણસ ઘરમાં આવ્યો. અને [લાબને] ઉંટોનો સામાન ઉતાર્યો ને ઉંટોને ઘાસ ચારો આપ્યા, ને તેને તથા તેના સાથીઓને પગ ધોવાનું પાણી આપ્યું.

33 અને તેની આગળ ખાવાનું પીરસ્યું; પરંતુ તેણે કહ્યું કે, હું મારી વાત કહ્યા પહેલા નહિ ખાઇશ; ને તેણે કહ્યું, બોલ,

34 અને તેણે કહ્યું કે, હું ઇબ્રાહીમનો ચાકર છું,.

35 અને યહોવાહે મારા ઘણીને બહુ આશીર્વાદ દીધો છે, ને તે મોટો થયો છે, ને તેણે તેને ઘેંટા તથા ઢોરો તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઉંટો તથા ગધેડાં આપ્યા છે.

36 અને સારાહ મારા ઘણીની બાયડી પોતાના ઘડપણમાં મારા ઘાણીના પેટનો દીકરો જણી, ને તેની પાસે જે છે તે બધું તેણે તેને આપ્યું છે.

37 અને મારા ઘાણીએ મને સમ આપીને કહ્યું કે, જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારૂ તું બાયડી ન લેતો.

38 પણ મારા બાપને ઘેર તથા મારા કુટુંબની પાસે તું જજે, મારા દીકરાને સારૂ તું બાયડી લાવજે.

39 અને મેં મારા ઘણીને કહ્યું, કદાપિ બાયડી મારી સાથે ન આવે તો?

40 અને તેણે અને કહ્યું કે યહોવાહ માર્ગ સફળ કરશે; ને મારા કુટુંબીઓમાંથી, તથા મારા મારા બાપના ઘરમાંથી મારા દીકરાને સારૂ તું બાયડી લાવજે.

41 અને જયારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા સમથી તું છુટો થશે, એટલેજો તેઓ તાનેકાન્ય નહિ આપે, તો મારા સમથી તું છુટો થશે.

42 અને આજ હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, મારા ઘણી ઈબ્રાહીમના દેવ યહોવાહ, મારો માર્ગ જેમાં હું ચાલુ છું, તે જો તું સફળ કરનાર હોય,

43 તો હું ઝરા પાસે ઉભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે, ને જેણે હું કહું, કૃપા કરીને તારી ગાગેરમાંથી માની થોડું પાણી પાં,

44 ને તે મને કહે, પી, ને તારા ઉંટોને સારૂ પણ હું ભરીશ; તેજ સ્ત્રી મારા ઘાણીના દીકરાને સારું યહોવાહથી ઠરાવાએલી હોય.

45 હું મારા મનમાં એ વાત કહી રહ્યો ત્યારે પહેલાં, જુઓ, રિબકાહ ખાંધ પર ગાગેર લઇ નીકળી આવી, ને તેણે ઝરા પાસે ઉતરીને પાણી ભર્યું, ને મેં તેને કહ્યું, કૃપા કરીને મને પાણી પા.

46 અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગેર ઉતારીને કહ્યું, પી, ને તારા ઉંટોનેપણ હું પાઈશ; માટે મેં પીધું, ને તેણીએ ઉંટોને પણ પાયું.

47 ત્યારે મેં તેને પૂછીને કહ્યું, તું કોણની દીકરી છે? ને તેણે કહ્યું, નાહોરનો દીકરો બથૂએલ જે મીલ્કાહને પેટે જન્મ્યો, તેની, ને મેં તેના નાકમાં વાળી ને તેના બંને હાથમાં બંગડી ઘાલી.

48 અને મેં માથું નમાવીને યહોવાહનું ભજન કીધું; ને મારા ઘણી ઇબ્રાહીમનો દેવ યહોવાહ જે તેના દીકરાને સારૂ મારા ઘાણીના ભીની દીકરી લેવાને મને પાંગરે માર્ગે લાવ્યો હતો તેની મેં સ્તુતિ કીધી.

49 અને હવે જો તમે મારા ઘણીની સાથે કૃપાથી તથા સાચાઈથી વર્તવાના હો તો મને કહો, ને જો નહિ, તો મને કહો, કે હું જમણી કે ડાબી ગમ ફરું.

50 પછી લાબને તથા બથુએલે ઉત્તર દઈને કહ્યું કે, એ વાત યહોવાહથી નીકળી છે, અમે તને ભુંડું કે ભલું કહી નથી શકતા.

51 જો, રિબકાહ તારી આગળ છે, તેને લઈને જા, ને યહોવાહના કહ્યા પ્રમાણે તે તારા ઘાણીના દીકરાની બાયડી થાય.

52 અને એમ થયું કે ઈબ્રાહીમના દાસે તેઓની વાત સાંભળી, ત્યારે તેણે ભૂમિ લગી નીચા વળીને યહોવાહનું ભજન કીધું.

53 અને તે દાસે રૂપના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢોને રિબકાહને આપ્યા. અને તેણે તેના ભાઈના તથા તેની માને પણ કિમતી જણસો આપી.

54 અને તેણે ને તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધું પીધું, ને તેઓ આખી રાત ત્યાં રહ્યા, ને તેઓ સવારે ઉઠયા ત્યારે તેણે કહ્યું કે, મને મારા ઘણીને ત્યાં જવાને વિદાય કરો.

55 અને તેણીના ભાઈએ તથા માએ કહ્યું, કન્યાને આમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે, ત્યાર પછી તે આવશે.

56 પણ તેણે તેઓને કહ્યું, યહોવાહે મારો માર્ગ સફળ કીધો છે, માટે તમે મને રોકશો માં, મને વિદાયકરો કે હું મારા ઘણી પાસે જાઉં.

57 અને તેઓએ કહ્યું, અમે કન્યાને બોલાવીને મ્હોડેમ્હોડ પૂછીએ?

58 અને તેઓએ રિબકાહને બોલાવીને તેને પૂછ્યું કે, શું તું આ માણસ સાથે જશે? ને તેણે કહ્યું કે, હું જઈશ.

59 અને તેઓએ પોતાની બહેન રિબકાહ તથા તેની દાઈને તથા ઈબ્રાહીમના દાસને તથા તેના માણસોને વિદાય કીધા.

60 અને તેઓએ રિબકાહને આશીર્વાદ દઈને કહ્યું કે, અમારી બહેન, ક્રોડોની મા થજો, ને તારા સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.

61 અને રીબકાહ તથા તેની દાસીઓ ઉઠીને ઊંટો પર બેથી, ને તે માણસની પછવાડે ચાલી; એમ ચાકર રિબકાહને લઈને પોતાને માર્ગે ચાલ્યો ગયો.

62 અને ઇશાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો; કેમકે તે નેગેબ દેશમાં રહેતો હતો.

63 અને ઇસ્હાક સાંજે મનન કરવા સારું ખેતરમાં ગયો, ને તેને પોતાની આંખો ઉંચી કરીને જોયું, તો જુઓ, ઊંટો આવતા હતા.

64 અને રીબકાહે આંખો ઊંચી કરીને ઇસ્હાકને જોયો; ત્યારે તે ઊંટ પરથી ઉતરી પડી.

65 અને તેણે ચાકરને પુછ્યું કે,આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે? ને ચાકરે કહ્યું કે, તે મારી ઘણી છે; ને તેણીએ પોતાનો બુરખો લઈને ઓઢ્યો.

66 અને દાસે એ કર્યું હતું તે સર્વ તેણે ઇસ્હાકને કહી સંભળાવ્યું.

67 અને ઇસ્હાક તેણીને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો, ને તેણે રિબકાહને લીધી, ને તે તેની બાયડી થઇ; ને તેણે તે પર પ્રીતિ કીધી; ને ઇસ્હાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.