1 અને સારાહનું આયુષ્ય એક સો સત્તાવીસ વરસનું હતું; સારાહના આયુષ્યના વર્ષ એટલાં હતાં.
2 અને સારાહ કનાન દેશનાં કીર્યોથ-અર્બામાં (એટલે હેબ્રોનમાં) મારી ગઈ; ને ઈબ્રાહીમ સારાહને સારું શોક કરવાને તથા તેને સારું રડવાને આવ્યો.
3 અને ઈબ્રાહીમ પોતાની મુએલીની આગળથી ઉઠીને હેથના દીકરાઓને કહેવા લાગ્યો,
4 કે હું તમારા મધ્યે પરદેશી તથા પ્રવાસી છું; મને તમારા મધ્યે કબરને સારું જગ્યા કરી આપો, કે હું મારી આગળથી મારી માંરેલીને દાટું.
5 અને હેથના દીકરાઓએ ઈબ્રાહીમની ઉત્તર આપીને કહ્યું,
6 મારા સાહેબ, અમારૂં સાંભળ, અમારામાં તું મોટો સરદાર છે, તને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તારી મરેલીને દાટ, તારી મરેલીને દાટવાને અમારામાંથી કોઈ પણ તારાથી પોતાની કબર પાછી નહિ રાખે.
7 અને ઈબ્રાહીમ ઉઠ્યો, ને તે દેશનાં લોકોને, એટલે હેથના દીકરાઓની આગળ પ્રણામ કર્યા.
8 અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું કે, હું મારી આગળથી મારી મરેલીને દાટું, એવી જો તમરી મરજી હોય, તો મારું સાંભળો, ને મારે સારું સોહારની દીકરા એફ્રોનની વિનંતી કરો,
9 કે માખ્પેલાહની ગુફા જે તેને કબજે છે, અને જે તેના ખેતરની હદ પર છે, તે પૂરી કિંમતે તમારા મધ્યે કબરને સારું મારે સ્વાધીન કરે.
10 અને એફ્રોન હેથના દીકરાઓ મધ્યે બેઠેલો હતો; ને પોતાના નગરની ભાગળમાં પેસનરા જે સર્વ હેથના દીકરા તેઓનાં સાંભળતા એફ્રોન હીત્તીએ ઈબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું,
11 મારા સાહેબ, એમ નહિ, મારું સાંભળ, ખેતર હું તને આપું છું, ને જે ગુફા તેમાં છે તે પણ હું તને આપું છું; મારા લોકોના દીકરાઓના દેખાતા, તે હું તને આપું છું, તરી મરેલીને દાટજે.
12 અને દેશનાં લોકની આગળ ઇબ્રાહીમે પ્રણામ કર્યા.
13 અને તેણે તે દેશનાં લોકોના સાંભળતા એફ્રોનને કહ્યું, જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ, તે ખેતરને સારું હું તને કિમ્મત આપીશ તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મરેલીને દાટું.
14 અને એફ્રોને ઈબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું,
15 મારા સાહેબ, મારું સાંભળ, ચારસે શેકલ રૂપાની જમીન તે મારી ને તારી વચ્ચે શા લેખામાં? માટે તારી મરેલીને દાટજે.
16 અને ઇબ્રાહીમે એફ્રોનનું સાંભળ્યું, ને જેટલું તેણે હેથના દીકરાઓના સંભાળતા કહ્યું હતું, તેટલું એટલે વેપારીઓમાં ચલણી ચારસેં શેકેલ રૂપું ઇબ્રાહીમે તોલીને એફ્રોનને આપ્યું.
17 અને માક્ખ્પેલાહ મામ્રેની આગળ એફ્રોનનું જે ખેતર તથા તેમાં જે ગુફા તથા ખેતરની ચારે ગમની હદની અંદર જે સર્વ ઝાડો તે,
18 તેના નગરની ભાગળમાં સર્વ જનારાની આગળ હેથના દીકરાઓના દેખતાં ઈબ્રાહીમને વતનને સારું સોપવામાં આવ્યા.
19 અને તે પછી ઇબ્રાહીમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાહ ખેતરની ગુફામાં પોતાની બાયડી સારાહને દાટી.
20 અને હેથના દીકરાઓએ ઈબ્રાહીમને, કબરસ્થાનને માટે, તે ખેતરનો તથા તેમની ગુફાનો કબજો નક્કી કરી આપ્યો.