1 હવે ઇબ્રામની બાયડી સરાયની કઈ છોકરાં થયાં ના હતા, ને ને તેની એક મિસરી દાસી હતી, તેનું નામ હાગાર હતું.
2 અને સારાયે ઇબ્રામને કહ્યું, હવે જો, યહોવાહે મને જાણવાની અટકાવી છે; માટે મારી દાસી પાસે જા, કદાપિ તેનાથી હું છોકરો પામીશ; ને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું;
3 ને ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યા પછી, ઇબ્રામની બાયડી સારાયે પોતાની હાગાર નામે દાસીને લઈને પોતાના વર ઇબ્રામને બાયડી થવા આપી.
4 અને તે હાગારની પાસે ગયો, ને તે ગર્ભવતી થઇ; ને જયારે તેણીએ જાણ્યું કે કે હું ગર્ભવતી થઇ છુ ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેતાની તુચ્છ ગણાઈ.
5 અને સારાયે ઇબ્રામને કહ્યું મારી હાય તને લાગે; મેં મારી દાસીને તારી સોડમાં આપી; ને જયારે તેણીએ પોતાની ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દૃષ્ટિમાં હું તુચ્છ થઇ; મારી ને તારી વચ્ચે યહોવાહ ન્યાય કરો.
6 પણ ઇબ્રામે સારાયને કહ્યું, જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દૃષ્ટિમાં સારું લાગે તે તેને કર, ને સારાયે તેને દુઃખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.
7 અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો તે ઝરા પાસે યહોવાહના દૂતે તેને દીઠી;
8 ને તેણે કહ્યું કે, સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી, ને ક્યાં જાય છે? ને તેણીએ કહ્યું કે, મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જાઉં છું.
9 અને યહોવાહના દૂતે તેને કહ્યું, તું પોતાની શેઠાણી પાસે પાછી જા, ને તેના હાથ તળે રહે.
10 અને યહોવાહના દૂતે તેને કહ્યું, હું તારો વંશ ઘણો વધારીશ, ને ન ગણાય એટલા સુધી તે વધશે.
11 અને યહોવાહના દૂતે તેને કહ્યું કે, જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જાણશે ને તેનું નામ ઈશ્મએલ પાડશે; કેમકે યહોવાહે તારું દુઃખ સાંભળ્યું છે.
12 અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે, તેનો હાથ હરેકને ઉલટો ને હરેકનો હાથ તેને ઉલટો થશે; ને પોતાના સર્વ ભાઈઓની સમાં તે વાસો કરશે.
13 અને યહોવાહ જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડ્યું; કેન્કે તેણીએ કહ્યું, જે મને દેખે છે તેના પર હિયાં પારી દૃષ્ટિ પડી શું?
14 એ માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશતથા બેરેદની વચમાં છે.
15 અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો, ને ઇબ્રામે હાગારને પેટે થયલા પોતાના દીકરાનું નામ ઈશ્મએલ પાડ્યું;
16 ને ઇબ્રામથી હાગારને પેટે ઈશ્મએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ છયાસી વર્ષનો હતો.