1 એ વાતો પછી યહોવાહનો શબ્દ દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યો ને કહ્યું કે, ઇબ્રામ, તું બિહી માં, હું તારી ઢાલ તથા મહા મોટું પ્રતિદાન ચુ.

2 અને ઇબ્રામ બોલ્યો, હે પ્રભુ યહોવાહ, તું મને શું આપીશ? કેમકે હું નિ:સંતાન ચાલ્યો જાઉં ચુ, ને મારા ઘરનો માલિક આ દમસ્કનો અલીએઝેર છે.

3 અને ઇબ્રામ બોલ્યો, જો, તે મને કઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ, મારા ઘરમાં જન્મેલો એક [જણ] મારો વરસ છે.

4 અને જુઓ, યહોવાહનો શબ્દ તેની પાસે આવ્યો, ને કહ્યું કે, એ તારો વારસ નહિ થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તેજ તારો વારસ થશે.

5 અને તેણે તેને બહાર લઇ જઈને કહ્યું કે, હવે તું આકાશની ગમ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ; ને તેણે તેને કહ્યું કે, તેટલા તારા સંતાન થશે.

6 અને તેણે યહોવાહ પર વિશ્વાસ કીધો, અને એણે તે ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું.

7 અને તેણે તેને કહ્યું કે, આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસદીયોના ઉરમાંથી તને કાઢી લાવનાર તે હું યહોવાહ છું.

8 અને તેને કહ્યું, હે પ્રભુ યહોવાહ, હું એનો વારસો પામીશ, એ હું શાથી જાણું?

9 અને તેણે કહ્યું કે, ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેઢો તથા એક હોલું ને કબુતરનું એક પીલું મારે સારૂ લે.

10 અને તેણે એ સર્વ લીધા, ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મુક્યા, પણ તેણે પક્ષીઓને ચીર્યા નહિ.

11 અને જયારે શિકારી પક્ષી તે મુડદા ઉપર પડ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મેલ્યાં.

12 અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભાર ઉંઘમાં પડ્યો, ને જુઓ, મોટો ભયંકર અંધકાર તેના પર પડ્યો.

13 અને તેણે ઇબ્રામને કહ્યું, તું ખચિત જાણ, કે તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવા કરશે, ને તેઓ ચારસે વર્ષ લગી તેઓને દુઃખ દેશે.

14 અને જે લોકોની સેવા તેઓ કરશે, તેઓનો ન્યાય પણ હું કરીશ, ને ત્યાર પછી તેઓ ઘણીજ સંપત્તિ લઈને નીકળશે.

15 અને તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે, ને તું ઘણો ઘરડો થયાં પછી દટાશે.

16 અને તેઓ ચોથી પેઢીમાં હિયાં પાછા આવશે; કેમકે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.

17 અને એમ થયું, કે સૂર્ય આથમતા અંધારું થયું, ત્યારે જુઓ, એક ઘુમાતી સગડી તથા બળતી મશાલ કે જે એ કકડાઓની વચમાં થઈને ગયા.

18 તેજ દહાડે યહોવાહે ઇબ્રામ સાથે કરાર કીધો, કે મિસરની નદીથી તે ફ્રાત નામની મહા નદી લગી આ દેશે મેં તારા વંશને આપ્યો છે;

19 એટલે કેનીઓનો તથા કનિઝીઓનો તથા કાદમોનીઓનો,

20 તથા હિત્તીઓનો તથા પરિઝીઓનો તથા રફાઈઓનો,

21 તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિરગાશીઓનો તથા યાબુસીઓનો દેશ [આપ્યો છે].